KuberaNowLogo
Saturday, 26/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Cotton Market: ભારતીય મિલોની કપાસની આયાત 60 લાખ ગાંસડી થવાનો અંદાજ

અમેરિકન કૄષિ વિભાગની એજન્સીના યુએસડીએના અહેવાલ પ્રમાણે વૈશ્વિક ગાંસડીનો સ્ટોક 2025-26ની માર્કેટિંગ સિઝનના અંતે 55 લાખ ગાંસડી જેટલો ઘટીને 699 લાખ ગાંસડી રહેવાની ધારણા છે.

KuberaNow
desk@kuberanowPublished On : 26 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Cotton Crop
Cotton CropAI Generated Image

ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના કપાસના પાક લેતા રાજ્યોમાં વિતેલા સપ્તાહમાં પડેલા વરસાદથી કપાસના પાકનું ચિત્ર બદલાવાના સંજોગો ઉભા થયા છે. જો કે ગાંસડીનો વૈશ્વિક સ્ટોક 55 લાખ ગાંસડી જેટલો ઘટીને સિઝનના અંતે 699 લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે જે છેલ્લા 15 વર્ષનો સૌથી ઓછો સ્ટોક હશે. સ્થાનિક મિલોની આયાત 60 થી 62 લાખ ગાંસડી રહેશે. ભારતીય મિલોએ ડ્યુટી ફ્રી આયાતની મર્યાદા વધારીને 31 મી ડિસેમ્બર 2026 સુધી કરવાની માગણી કરીછે. આગામી સિઝનમાં 325 લાખ થી 330 લાખ ગાંસડીનું ઉત્પાદન થવાની ધારણા છે.


અમેરિકન કૄષિ વિભાગની એજન્સીના યુએસડીએના અહેવાલ પ્રમાણે વૈશ્વિક ગાંસડીનો સ્ટોક 2025-26ની માર્કેટિંગ સિઝનના અંતે 55 લાખ ગાંસડી જેટલો ઘટીને 699 લાખ ગાંસડી રહેવાની ધારણા છે. જે કદાચ છેલ્લા 15 વર્ષનો સૌથી ઓછો સ્ટોક હશે. વર્ષ 2026-27માં ઉત્પાદન 1173 લાખ ગાંસડી રહેવાનો અંદાજ મુકાયો છે. જે ગત વર્ષ કરતા ચાર ટકાનો ઘટાડો દેખાડે છે. જેની સામે મિલોનો વપરાશ 1.50 ટકા જેટલો વધીને 1229 લાખ ગાંસડી રહેવાની ધારણા છે.


સ્થાનિક બજારની વાત કરીએ તો સપ્ટેમ્બર-26ના તે પૂરા થતા માર્કેટિંગ વર્ષમાં ભારત 60 થી 62 લાખ ગાંસડીની આયાત કરે તેવી શક્યતા છે. હાલમાં 31 મી ઓક્ટોબર સુધી સરકારે ડ્યુટી ફ્રી આયાતની પરવાનગી આપી છે. હાલની ભારતની પાકની સ્થિતિ જોતા મિલોએ આ મુદત 31 મી ડિસેમ્બર 2026 સુધી લબાવવાની માગણી કરી છે. સરકાર આ માગણી સ્વીકારશે એવી ધારણાએ છેલ્લા એક મહિનામાં સ્થાનિક બજારમાં ગાંસડીના ભાવમાં પાંચેક ટકા સુધીનો અને ન્યુયોર્કમાં 10 થી 12 ટકા સુધીનો ઘટાડો થઇ ચુક્યો છે. સ્થાનિક બજારમા હાલમાં યાર્નમાં પણ પડતર ન હોવાથી હવે ભાવ ટકેલા રહેશે એવું બજારના નિષ્ણાંતો માને છે.


ખરીફ સિઝનનાં છેલ્લે મળેલા આંકડા પ્રમાણે 25મી સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં 109.750 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે જે ગત વર્ષે આજ સમયગાળામાં 109.970 લાખ હેક્ટરમાં નોંધાયું હતું. આંકડા જોતા જણાય છે કે આશરે 22000 હેક્ટર વિસ્તારમાં વાવેતરનો ઘટાડો છે. બીજી બાજુ અલ નિનોની પણ અસર છે. તેથી ગત વર્ષના 337 લાખ ગાંસડીના અંદાજીત ઉત્પાદન સામે આગામી સિઝનમાં 325 લાખ થી 330 લાખ ગાંસડીનું ઉત્પાદન થવાની ધારણા છે. તેથી સ્થાનિક બજારમાં ભાવ સરકારે નક્કી કરેલા સમર્થન મૂલ્યથી ઉંચા રહેવાનું અનુમાન છે.


આ પણ વાંચે: મુંબઈમાં લક્ઝરી ઘરોના ભાવ 6% વધ્યા: વિશ્વના પ્રાઇમ પ્રોપર્ટી માર્કેટમાં 8મું સ્થાન


Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. ગિફ્ટ નિફ્ટીનું ટર્ન ઓવર વિક્રમી 23.67 અબજ ડોલરે પહોંચ્યું, ઓપન ઈન્ટ્રેસ્ટ 21 અબજ ડોલરને પાર
  2. સેમી કંડક્ટર સેક્ટરઃ આ બે શેર અવગણવા જેવા નથી
  3. બ્રોકરેજીસની ભલામણ ટોપ ફાઇવ સ્ટોક્સ
  4. ફક્ત આઠ જ મહિનામાં 975 ટકા વળતર આપ્યું આ શેરે, છે તમારી પાસે આ શેર

Economy

See more
  1. મુંબઈમાં લક્ઝરી ઘરોના ભાવ 6% વધ્યા: વિશ્વના પ્રાઇમ પ્રોપર્ટી માર્કેટમાં 8મું સ્થાન
  2. બેંકો માટે સારા સમાચાર! ઓગસ્ટમાં ડિપોઝિટ વૃદ્ધિ 15 વર્ષના સૌથી ઊંચા સ્તરે પહોંચી
  3. ભારતના ફોરેક્સ રિઝર્વમાં સતત બે સપ્તાહથી ઘટાડો, $14.89 અબજ ઘટીને $765.9 અબજ પર પહોંચ્યો
  4. સરકાર 6 મહિનામાં ₹7.86 લાખ કરોડનું ધિરાણ લેશે, FY27માં ₹16 લાખ કરોડનું ધિરાણ લેશે, બજેટ અંદાજ કરતાં ઓછું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. આવક, રોકાણ અને બચત છતાં ભારતીય પરિવારોની નાણાકીય સુરક્ષા નબળી: રિપોર્ટ
  2. Insurance Penetration: બેંક ખાતાં વધ્યાં, છતાં વીમા સુરક્ષામાં ભારત ઘણું પાછળ
  3. પોસ્ટ ઓફિસમાં આંખો મીંચીને રોકાણ ન કરતાં! પહેલાં જાણો આ 5 મહત્વની વાતો
  4. સિનિયર સિટીઝન માટે સોનેરી તક ! આ 5 બેંકો આપશે FD પર 8% સુધી વ્યાજ

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM