સાઉદી અરબથી ક્રૂડ ઓઈલ પર આવ્યા મોટા સમાચાર, ક્રૂડની નિકાસના આંકડા આવ્યા સામે
સાઉદી અરબના ક્રૂડ ઓઈલ પર સૌથી મોટા સમાચાર આવ્યા છે, ટ્રેડ ઈન્ટેલિજન્સ કંપની કેપ્લરે મહત્વના આંકડા જાહેર કર્યા

પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન યુદ્ધ અને યમનમાં ઈરાન સમર્થિત હુથી બળવાખોરો સાથે સાઉદીની લડાઈ વચ્ચે સાઉદી અરબમાંથી ક્રૂડ ઓઈલ પર સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સાઉદી અરબમાંથી ક્રૂડ ઓઈલની નિકાસમાં મોટો ઊછાળો આવ્યો છે. ટ્રેડ ઈન્ટેલિજન્સ કંપની કેપ્લરના આંકડા મુજબ સપ્ટેમ્બરમાં સાઉદી અરબે પ્રતિ દિન અંદાજે 60 લાખ બેરલ ક્રૂડ ઓઈલની નિકાસ કરી છે. આ નિકાસ ઈરાન યુદ્ધ શરૂ થયાના અંદાજે સાત મહિનામાં સૌથી ઊંચા સ્તરે છે.
કેપ્લરના આંકડા મુજબ સાઉદી અરબે સપ્ટેમ્બરમાં અંદાજે 60 લાખ બેરલ ક્રૂડ ઓઈલની દૈનિક નિકાસ કરી છે. આ અમેરિકા-ઈરાન યુદ્ધ શરૂ થયા પછી સૌથી ઊંચા સ્તરે છે. સાઉદી અરબની ક્રૂડ ઓઈલની નિકાસ 2025ની માસિક સરેરાશ સુધી પહોંચી ગઈ છે. ઓગસ્ટમાં સાઉદી અરબે અંદાજે દૈનિક 34 લાખ બેરલ ક્રૂડ ઓઈલની નિકાસ કરી હતી. તેની સરખામણીમાં સપ્ટેમ્બરમાં નિકાસ અંદાજે 80 ટકા વધી છે.
પૂર્વ-પશ્ચિમ પાઈપલાઈન બંધ થતા ઓઈલના પુરવઠા પર જોખમ થયું હતું
સાઉદી અરબે આ મહિને પૂર્વ-પશ્ચિમ પાઈપલાઈન બંધ કરી દીધી હતી.ઈરાકમાંથી કરાયેલા ડ્રોન હુમલામાં આ પાઈપલાઈનને ભારે નુકસાન થયું હતું. અમેરિકા-ઈરાન યુદ્ધમાં આ પાઈપલાઈન ક્રૂડ ઓઈલ બજાર માટે મહત્વપૂર્ણ વૈકલ્પિક રસ્તો રહી છે. ઈરાન તરફથી હોર્મુઝની ખાડીમાંથી પસાર થતી ઓઈલ ટેન્કરો પર હુમલા વચ્ચે સાઉદી અરબ આ પાઈપલાઈન મારફત તેના પૂર્વીય ઓઈલ ઉત્પાદક ક્ષેત્રોમાંથી ક્રૂડ ઓઈલને લાલ સાગર સ્થિત યાનબૂ ટર્મિનલ સુધી મોકલી શકતું હતું. જોકે, આ પાઈપલાઈન બંધ થયા પછી બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ 110 ડોલર સુધી પહોંચી ગયો હતો. જોકે, ત્યાર પછી ભાવમાં ઘટાડો આવ્યો છે. આ પાઈપલાઈન બંધ થવાની અસર અગાઉની આશંકા કરતાં ઓછી રહી હોવાથી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે.
સાઉદીએ ફરી હોર્મુઝમાંથી ઓઈલની નિકાસ શરૂ કરી
પૂર્વ-પશ્ચિમ પાઈપલાઈન બંધ થયા પછી સાઉદી અરબે ફરીથી હોર્મુઝની ખાડીમાંથી ક્રૂડ ઓઈલની નિકાસ શરૂ કરી છે. અમેરિકન સેનાએ ઓમાનના દરિયા કિનારા પાસે જહાજો માટે એક રસ્તો બનાવ્યો છે. ખાડીના અન્ય દેશોએ પણ અનેક મહિનાઓથી આ રસ્તાનો ઉપયોગ કર્યો છે. જોકે, આ રસ્તો હજુ પણ જોખમ ભરેલો છે, કારણ કે ઈરાન ખાડીમાંથી પસાર થતી ઓઈલ ટેન્કરો પર હુમલા ચાલુ રાખ્યા છે.
કેપ્લરમાં કોમોડિટી રિસર્ચના નિર્દેશક મેટ સ્મિથે કહ્યું કે મધ્ય-પૂર્વના ખાડી ક્ષેત્રથી નિકાસમાં વધારો પાઈપલાઈન બંધ થવાનું પરિણામ છે, પરંતુ તેહોર્મુઝની ખાડીના ઉપયોગ અંગે વધતા વિશ્વાસનો પણ સંકેત હોઈ શકે છે. કેપ્લરના આંકડા મુજબ બુધવારે હોર્મુઝની ખાડીમાંથી ક્રૂડ ઓઈલની સાત દિવસની સરેરાશ નિકાસ 1.32 કરોડ બેરલ પ્રતિ દિન રહી. ઈરાન યુદ્ધના કારણે હોર્મુઝની ખાડીમાં કોમર્શિયલ જહાજોના ટ્રાફિક પર અસર થતા પહેલા આ આંકડો 1.7 કરોડ બેરલ પ્રતિ દિવસ હતો.
ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈન ફરી શરૂ થઈ
ક્રૂડ ઓઈલ ઉદ્યોગ જગતના સૂત્રો મુજબ સાઉદીએ પૂર્વ-પશ્ચિમ પાઈપલાઈન આ સપ્તાહની શરૂઆતમાં ઓછા પ્રમાણમાં ફરી શરૂ થઈ ગઈ હતી. હવે તેનું પ્રમાણ વધારવામાં આવી રહ્યું છે. જોકે, સાઉદી અરબે પાઈપલાઈન ફરી શરૂ થયાની સત્તાવાર પુષ્ટી કરી નથી.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more- મુંબઈમાં લક્ઝરી ઘરોના ભાવ 6% વધ્યા: વિશ્વના પ્રાઇમ પ્રોપર્ટી માર્કેટમાં 8મું સ્થાન
- બેંકો માટે સારા સમાચાર! ઓગસ્ટમાં ડિપોઝિટ વૃદ્ધિ 15 વર્ષના સૌથી ઊંચા સ્તરે પહોંચી
- ભારતના ફોરેક્સ રિઝર્વમાં સતત બે સપ્તાહથી ઘટાડો, $14.89 અબજ ઘટીને $765.9 અબજ પર પહોંચ્યો
- સરકાર 6 મહિનામાં ₹7.86 લાખ કરોડનું ધિરાણ લેશે, FY27માં ₹16 લાખ કરોડનું ધિરાણ લેશે, બજેટ અંદાજ કરતાં ઓછું

Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

