
ક્રૂડ ઓઈલ 90 ડોલરથી ઉપર રહેશે તો સરકારની મુશ્કેલી વધી શકે
કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 2026-27 માટે રાજકોષીય ખાધને જીડીપીના 4.3 ટકા પર રાખવાના બજેટનું લક્ષ્ય હાંસલ કરી શકે

મોંઘુ ક્રૂડ ઓઈલ માત્ર પેટ્રોલ-ડીઝલ અને મોંઘવારીની ચિંતા જ નથી વધારતું પરંતુ સરકારના બજેટનું ગણિત પણ બગાડી શકે છે. ચાલુ નાણાકીય વર્ષના બીજા છ માસમાં બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 90 ડોલરથી ઉપર રહેશે તો કેન્દ્ર સરકારના રાજકોષીય ખાધ પર વધારાનું દબાણ આવી શકે છે. એક અંદાજ મુજબ આવી સ્થિતિમાં રાજકોષીય ખાધમાં GDPના અંદાજે 0.2 ટકા સુધીના ઘટાડાનું જોખમ પેદા થઈ શકે છે. જોકે, હાલ બ્રોકરેજનું માનવું છે કે કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 2026-27 માટે રાજકોષીય ખાધને જીડીપીના 4.3 ટકા પર રાખવાના બજેટનું લક્ષ્ય હાંસલ કરી શકે છે. પરંતુ તેના માટે ક્રૂડ ઓઈલના ભાવનું વર્તમાન સ્તરની આજુબાજુ રહેવું મહત્વનું રહેશે. ઓઈલ લાંબા સમય સુધી મોંઘુ રહેશે તો સરકાર પાસે વર્તમાન નાણાકીય સંભાવનાઓ ઘટી શકે છે.
મોંધા ઓઈલથી સરકારનો બોજ વધશે
ભારત પોતાની જરૂરિયાતનો મોટો હિસ્સો ક્રૂડ ઓઈલની આયાતથી કરે છે. રિપોર્ટમાં વિશેષરૂપે બે સંભવિત ખર્ચનો ઉલ્લેખ કરાયો છે. પહેલુ મોંઘા ઓઈલની અસર ઘટાડવા માટે ઈંધણ પર એક્સાઈઝ ડ્યુટીમાં કાપની જરૂર પડી શકે છે. બીજું ખાતર સબસિડી પર સરકારનો ખર્ચ વધી શકે છે. બંને સ્થિતિ સરકારના બજેટ પર દબાણ નાંખી શકે છે.
રિપોર્ટ મુજબ સરકાર આ વધારાના દબાણની ભરપાઈ માટે અનેક રસ્તાનો ઉપયોગ કરી શકે છે, જેમાં ઈકોનોમિક સ્ટેબિલાઈઝેશન ફંડમાંથી નાણાં ઉપાડવા, બીન જરૂરી મૂડીગત અને મહેસૂલ ખર્ચમાં થોડો કાપ મૂકવો, બજેટ અંદાજ કરતાં વધુ આરબીઆઈ ડિવિડન્ડ અને કિંમતી ધાતુઓની આયાત કરતાં વધુ કસ્ટમ ડ્યુટી કલેક્શનનો સમાવેશ થાય છે. પરંતુ બીજા છ માસમાં બ્રેન્ટ સતત 90 ડોલરથી ઉપર રહેશે તો તે નાણાકીય સુરક્ષા ઘટાડી શકે છે. તેનાથી રાજકોષીય ખાધમાં GDPના 0.2 ટકા સુધી વધારે ગગડવાની આશંકાનું જોખમ રહેલું છે.
ટેક્સની આવક ઘટતા રાજકોષીય ખાધ વધી
એપ્રિલથી ઓગસ્ટ એટલે કે નાણાકીય વર્ષ 2026-27ના શરૂઆતના પાંચ મહિનામાં કેન્દ્રની રાજકોષીય ખાધ આખા વર્ષના બજેટના અંદાજના 42 ટકા સુધી પહોંચી ગઈ છે. પાછલા નાણાકીય વર્ષની સમાન અવધિમાં તે 39 ટકા અને પાછલા ત્રણ વર્ષની સરેરાશ અંદાજે 35 ટકા હતી. ઓગસ્ટમાં કેન્દ્ર સરકારે રાજ્યોને ટેક્સ ભાગીદારીનો એક વધારાનો હપ્તો આપ્યો હતો. તેનાથી કેન્દ્રની નેટ ટેક્સ આવક ઓછી થઈ હતી અને રાજકોષીય ખાધ વધેલી જોવા મળે છે. રિપોર્ટ મુજબ આગામી મહિનામાં આ સ્થિતિ સુધરી શકે છે.
સરકારને ટેક્સમાંથી થઈ રહી છે કમાણી
સરકારને ગ્રોસ ટેક્સ રેવન્યુમાં શરૂઆતના પાંચ મહિનામાં વાર્ષિક આધારે 7 ટકાનો વધારો થયો છે જ્યારે બજેટમાં 9 ટકા વૃદ્ધિનો અંદાજ છે. ડાયરેક્ટ ટેક્સનું પ્રદર્શન સારું રહ્યું છે, તેમાં 13 ટકાની વૃદ્ધિ થઈ છે. કોર્પોરેટ ટેક્સ કલેક્શન 15 ટકા અને આવકવેરા 12 ટકા વધ્યા છે. તેનાથી વિપરિત પરોક્ષ ટેક્સ કલેક્શન 3 ટકા ઘટ્યું છે. બીજીબાજુ કસ્ટમ ડ્યુટીમાં તિવ્ર વધારો જોવા મળ્યો છે. તે36 ટકા વધી, જેનું કારણ સોના-ચાંદી કરતાં વધુ ઈમ્પોર્ટ ડ્યુટી કલેક્શન અને વસ્તુઓની આયાતમાં તેજી છે. પ્રારંભિક પાંચ મહિનામાં ગુડ્સ ઈમ્પોર્ટ 18 ટકા વધી છે.
ડિફેન્સ અને રેલવે પર ખર્ચ વધ્યો
સરકાર હાલ મૂડીગત ખર્ચ એટલે કે કેપેક્સ પર ભાર મૂકી રહી છે. શરૂઆતના પાંચ મહિનામાં કેન્દ્રની કેપેક્સ વાર્ષિક આધારે 18 ટકા વધી છે, તેમાં ડિફેન્સ પર મૂડીગત ખર્ચ 37 ટકા અને રેલવે પર 23 ટકા વધ્યો છે. તેની સરખામણીમાં માર્ગ અને હાઈવે પર કેપેક્સની વૃદ્ધિ માત્ર બે ટકા રહી. રાજ્યોને કેપેક્સ માટે ટ્રાન્સફર પણ 59 ટકા વધી છે. તેનો અર્થ એ છે કે સરકાર હાલમાં ખાધને નિયંત્રિત કરવાની સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચની ગતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરી રહી છે. પરંતુ ઓઈલના ભાવ લાંબા સમય સુધી ઊંચા રહેવાથી સરકારે ખર્ચ અને મહેસૂલ વચ્ચે સંતુલન બનાવવામાં વધુ મુશ્કેલી થઈ શકે છે.
જીડીપી પણ મુશ્કેલી બની શકે છે
ક્રૂડ ઓઈલ સિવયા GDPનું ગણિત પણ રાજકોષીય ખાધના લક્ષ્ય માટે જોખમી છે. રિપોર્ટ મુજબ બજેટમાં નાણાકીય વર્ષ 2026-27ની નોમિનલ GDPનું જે સ્તર માનવામાં આવ્યું હતં, તે નાણાકીય વર્ષ 2025-26ની સરખામણીમાં અંદાજે 10 ટકા વૃદ્ધિ પર આધારિત હતું. પરંતુ પાછલા જીડીપી આંકડામાં સંશોધન બાદ તે સ્તર સુધી પહોંચવા માટે હવે અંદાજે 13.5 ટકા નોમિનલ GDP ગ્રોથની જરૂર પડી શકે છે. રિપોર્ટ મુજબ તેને હાંસલ કરવો મુશ્કેલ હોઈ શકે છે અને તેનાથી ખાધની સરેરાશમાં હળવા ઘટાડાનું જોખમ વધે છે. હાલ કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 2026-27માં રાજકોષીય ખાધને GDPના 4.3 ટકાના બજેટ લક્ષ્યની આજુબાજુ રાખી શકશે. પરંતુ આગળ ઘણું બધું ક્રૂડ ઓઈલના ભાવ, નોમિનલ જીડીપી ગ્રોથ અને સરકાર પાસે ઉપલબ્ધ નાણાકીય બફર પર આધારિત રહેશે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Market
See more- શેરબજારના હાલ બેહાલ! 25 વર્ષમાં પહેલીવાર સતત 8 અઠવાડિયા સુધી ઘટ્યું બજાર, ₹20 લાખ કરોડ સ્વાહા
- Multibagger Stocks: "7 દિન મે પૈસા ડબલ" IPO બાદ આ કંપનીનો શેર રોકેટ બનીને ભાગ્યો
- NSEની મોટી યોજના, કોર્પોરેટ બોન્ડ ઈન્ડેક્સ વાયદાને સેબીની મંજૂરી, હવે RBI પર નજર
- Auto Stocksમાં વેચવાલી: Bajaj Autoનો શેરમાં કડાકો, સપ્ટેમ્બરના વેચાણ આંકડાએ કેમ વધારી ચિંતા
Economy
See more- ભારતનો GDP Growth 7.3% રહેવાનો અંદાજ: નાણા મંત્રાલય
- મોદી સરકારે છ રવી પાક માટે MSP વધાર્યા, રૂ. 2.79 લાખ કરોડના પેકેજને મંજૂરી
- Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
- Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા

Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

