KuberaNowLogo
Thursday, 01/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Advertisement

NSEની મોટી યોજના, કોર્પોરેટ બોન્ડ ઈન્ડેક્સ વાયદાને સેબીની મંજૂરી, હવે RBI પર નજર

રોકાણકારોને કોર્પોરેટ બોન્ડ બજારમાં સીધા જ દરેક બોન્ડ ખરીદવા અને વેચવાના બદલે ઈન્ડેક્સ મારફત તેમના રિસ્કને મેનેજ કરવાનો વિકલ્પ મળશે

desk@kuberanowPublished On : 1 Oct 2026
NSE Bond Market
AI Generated Image

ભારતના કોર્પોરેટ બોન્ડ બજાર અંગે મોટું અપડેટ સામે આવ્યું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ને કોર્પોરેટ બોન્ડ ઈન્ડેક્સ સંબંધિત ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ શરૂ કરવા માટે માર્કેટ રેગ્યુલેટરી SEBI તરફથી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મળી ગયું છે. જોકે, હજુ ટ્રેડિંગ શરૂ થયું નથી. તેના માટે ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ની મંજૂરી મળવાની બાકી છે.


નેશનલ સ્ટોક એક્સચેન્જ એક એવી ફ્યુચર્સ પ્રોડક્ટ લાવવાની તૈયારીમાં છે, જેની કિંમત કોર્પોરેટ બોન્ડ (Corporate Bond) સાથે લિંક થશે. સરળ ભાષામાં સમજીએ તો તે રોકાણકારોને કોર્પોરેટ બોન્ડ બજારમાં સીધા જ દરેક બોન્ડ ખરીદવા અને વેચવાના બદલે એક ઈન્ડેક્સ મારફત તેમના રિસ્કને મેનેજ કરવાનો વિકલ્પ આપશે. તેનો સૌથી મોટો ઉપયોગ હેજિંગમાં થઈ શકે છે. એટલે કે કોઈ બેન્ક,મ્યુચ્યુઅલ ફંડ અથવા મોટા રોકાણકાર પાસે વ્યાપક પ્રમાણમાં કોર્પોરેટ બોન્ડ છે અને તેને લાગે છે કે બજારમાં ઉતાર-ચઢાવ વધી શકે છે તો તે ફ્યુચર્સ મારફત તેના સંભવિત નુકસાનના જોખમને ઘટાડવાનો પ્રયત્ન કરી શકે છે.


બજાર નિયમનકાર સેબીએ આ પ્રોડક્ટને મંજૂરી આપી દીધી છે. સાથે જ NOC પણ આપી છે. આ એક મહત્વનું પગલું છે, પરંતુ સેબીની મંજૂરી પછી પણ આ પ્રોડક્ટ હજુ લોન્ચ થઈ નથી. હકીકતમાં એનએસઈએ સ્પષ્ટ કર્યું છે કે આરબીઆઈની મંજૂરી મળ્યા બાદ જ પ્રોડક્ટ શરૂ થશે. એટલે કે હાલ તસવીર એ છે કે સેબી તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. હવે કેન્દ્રીય બેન્કની મંજૂરીની રાહ જોવાઈ રહી છે.


માર્કેટ માટે કોર્પોરેટ બોન્ડ જરૂરી

ભારતમાં કંપનીઓ પોતાની જરૂરિયાતો માટે બેન્ક લોનની સાથે બોન્ડ બજારમાંથી પણ નાણાં ઊભા કરે છે. તેનાથી કોર્પોરેટ બોન્ડના બજારનું કદ સતત વધતું રહ્યું છે. ઓગસ્ટ 2026 સુધીમાં ભારતમાં કુલ બાકી કોર્પોરેટ બોન્ડ અંદાજે 61.05 લાખ કરોડ રૂપિયા હતું. પરંતુ મુશ્કેલી એ છે કે કોર્પોરેટ બોન્ડના સેકન્ડરી બજારમાં દરેક સમયે ખરીદી અને વેચાણ સરળ નથી. અનેક બોન્ડમાં ટ્રેડિંગ લિમિટ રહેતી હોય છે. એવા માર્કેટમાં જોખમ ઘટાડવા માટે વધુ ઓપ્શન હોવા રોકાણકારો અને મોટી સંસ્થાઓ માટે ઉપયોગી બની શકે છે.


કોર્પોરેટ બોન્ડ ઈન્ડેક્સ ફ્યુચર્સથી મુખ્યરૂપે ત્રણ પ્રકારના ફાયદા થઈ શકે છે. 1 રિસ્ક મેનેજમેન્ટ, 2.પોર્ટફોલિયો હેજિંગ અને 3. વધુ સારું ભાવ સંશોધન. આ સિવાય માર્કેટ મેકર્સ માટે પણ તે ઉપયોગી થઈ શકે છે. કોઈ માર્કેટ મેકર પાસે કોર્પોરેટ બોન્ડનો મોટો પોર્ટફોલિયો છે, તો ફ્યુચર્સનો ઉપયોગ કરીને પોતાનું રિસ્ક બેલેન્સ કરી શકે છે.


NSE વધારી રહી છે ફિક્સ ઈન્કમનો કારોબાર

લાંબા સમયથી એનએસઈ ભારતને ફિક્સ ઈન્કમ માર્કેટને વધુ વ્યવસ્થિત બનાવવાની દિશામાં કામ કરી રહી છે. સેબી પણ કોર્પોરેટ બોન્ડ બજારને વધુ પારદર્શી અને રોકાણકારો માટે સરળ બનાવવા પર ભાર મૂકી રહી છે. સેબીએ 2025માં બોન્ડ સેન્ટ્રલ નામનો કોર્પોરેટ બોન્ડ ડેટાબેઝ લોન્ચ કર્યો હતો. NSEના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર શ્રીરામ કૃષ્ણન મુજબ સ્ટ્રોંગ ડેરિવેટિવ સિસ્ટમ કોર્પોરેટ બોન્ડ બજારમાં રિસ્કને વધુ અસરકારક રીતે ટ્રાન્સફર કરવા અને સંસ્થાગત ભાગીદારી વધારવામાં મદદ કરી શકે છે.


આ સમયે બજારની નજર RBIની મંજૂરીની રાહ જોઈ રહી છે. આરબીઆઈની મંજૂરી મળ્યા પછી એનએસઈએ પ્રોડક્ટના લાસ્ટ સ્ટ્રક્ચર, કોન્ટ્રાક્ટની શરતો અને ટ્રેડિંગ સાથે સંકળાયેલી વ્યવસ્થાઓ પર આગળ વધવાનું રહેશે. એક બાબત સ્પષ્ટ છે કે એનએસઈનું આ પગલું ભારતના ઝડપથી વધતા કોર્પોરેટ બોન્ડ બજારમાં એક નવું રિસ્ક-મેનેજમેન્ટ ટૂલ જોડી શકે છે. જોકે, તેની વાસ્તવિક સફળતા લોન્ચિંગ પછી તેમાં કેટલું ટ્રેડિંગ થાય છે તેના પર નિર્ભર રહે છે. સાથે જ સંસ્થાગત રોકાણકારો તેને કેવી રીતે અપનાવે છે તેના પર છે.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Market

See more
  1. Multibagger Stocks: "7 દિન મે પૈસા ડબલ" IPO બાદ આ કંપનીનો શેર રોકેટ બનીને ભાગ્યો
  2. Market Holiday Update: ગાંધી જયંતિએ સ્ટોક માર્કેટ ચાલુ રહેશે કે બંધ?
  3. NSEની મોટી યોજના, કોર્પોરેટ બોન્ડ ઈન્ડેક્સ વાયદાને સેબીની મંજૂરી, હવે RBI પર નજર
  4. IPOમાં રોકાણકારોએ નહીં... આ લોકોએ કમાયા કરોડો! જાણો કોણ છે અસલી વિજેતા

Economy

See more
  1. ભારતનો GDP Growth 7.3% રહેવાનો અંદાજ: નાણા મંત્રાલય
  2. મેન્યુફેક્ચરિંગ સેક્ટરે દેખાડ્યું દમ, ઉત્પાદન 7.81% વધ્યું
  3. મોદી સરકારે છ રવી પાક માટે MSP વધાર્યા, રૂ. 2.79 લાખ કરોડના પેકેજને મંજૂરી
  4. Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા
Advertisement

Personal Finance

See more
  1. Online Insurance લેતાં પહેલાં આ 6 Dark Patternsથી રહો સાવધાન !
  2. RBI New Rules: 1 ઓક્ટોબરથી બદલાશે Bulk Depositના નિયમો
  3. ખાલી પેનલ્ટી નહીં, આખું ખાતું બંધ થઈ શકે! RD ડિફોલ્ટના આ નિયમો જાણો
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM