KuberaNowLogo
Thursday, 01/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Advertisement

મેન્યુફેક્ચરિંગ સેક્ટરે દેખાડ્યું દમ, ઉત્પાદન 7.81% વધ્યું

ASI 2024-25 મુજબ ભારતના રજિસ્ટર્ડ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઔદ્યોગિક ઉત્પાદન 7.81% વધ્યું છે.આ દરમિયાન GVA 9.59%, રોજગાર 7.19% અને કામદારોને ચૂકવવામાં આવેલા કુલ વેતનમાં 12.08%નો વધારો નોંધાયો.

desk@kuberanowPublished On : 1 Oct 2026
મેન્યુફેક્ચરિંગ
India ManufacturingAI Generated Image

ભારતના રજિસ્ટર્ડ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 2024-25 દરમિયાન વ્યાપક વૃદ્ધિ નોંધાઈ છે. Ministry of Statistics and Programme Implementation (MoSPI) દ્વારા જાહેર કરાયેલા Annual Survey of Industries (ASI) 2024-25 મુજબ ઔદ્યોગિક ઉત્પાદન, રોજગાર, વેતન, મૂડી રોકાણ અને Gross Value Added (GVA) સહિતના મુખ્ય સૂચકાંકોમાં અગાઉના વર્ષની સરખામણીએ વધારો થયો છે.


મેન્યુફેક્ચરિંગ GVAમાં 9.59%નો વધારો

2024-25માં રજિસ્ટર્ડ મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું GVA 9.59% વધીને ₹26.94 લાખ કરોડ થયું છે. 2023-24માં આ આંકડો ₹24.58 લાખ કરોડ હતો. મેન્યુફેક્ચરિંગ GVAમાં મહારાષ્ટ્રનો હિસ્સો સૌથી વધુ રહ્યો. ત્યારબાદ ગુજરાત, તમિલનાડુ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશનો ક્રમ રહ્યો. આ પાંચ રાજ્યો મળીને દેશના કુલ મેન્યુફેક્ચરિંગ GVAમાં 54%થી વધુ હિસ્સો ધરાવે છે. રજિસ્ટર્ડ મેન્યુફેક્ચરિંગ એકમોની સંખ્યા પણ 2.60 લાખથી વધીને 2024-25માં 2.67 લાખ થઈ, જે 2.64%ની વૃદ્ધિ દર્શાવે છે. તમિલનાડુમાં સૌથી વધુ 41,221 એકમો નોંધાયા, ત્યારબાદ ગુજરાતમાં 33,084 અને મહારાષ્ટ્રમાં 27,379 એકમો રહ્યા.


રોજગારમાં 7.19% અને વેતનમાં 12.08% વધારો

મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોજગાર પણ વધ્યો છે. 2023-24માં 1.96 કરોડ લોકોની સરખામણીએ 2024-25માં લગભગ 2.10 કરોડ લોકો આ સેક્ટરમાં જોડાયેલા હતા. એટલે કે રોજગારમાં 7.19%નો વધારો નોંધાયો. કુલ કામદારોને ચૂકવવામાં આવેલા Emolumentsમાં 12.08%નો વધારો થયો. મેન્યુફેક્ચરિંગ રોજગારમાં તમિલનાડુ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને હરિયાણા અગ્રણી પાંચ રાજ્યો રહ્યા અને મળીને કુલ રોજગારમાં આશરે 56% હિસ્સો ધરાવ્યો. આ ઉપરાંત Fixed Capitalમાં 10.54% અને Invested Capitalમાં 11.10%નો વધારો નોંધાયો. Net Income 9.68% અને Net Profit 7.73% વધ્યો.


કયા ઉદ્યોગો મેન્યુફેક્ચરિંગમાં આગળ રહ્યા?

ASI 2024-25 મુજબ Basic Metals, Motor Vehicles, Chemicals and Chemical Products, Pharmaceutical Products અને Food Products પાંચ અગ્રણી ઉદ્યોગો રહ્યા. આ પાંચ ઉદ્યોગોએ મળીને 2024-25 દરમિયાન કુલ મેન્યુફેક્ચરિંગ GVAમાં 45%થી વધુ યોગદાન આપ્યું. પાંચ વર્ષના સમયગાળામાં પણ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો વિસ્તાર જોવા મળ્યો છે. 2020-21માં ફેક્ટરીઓની સંખ્યા 2,50,454 હતી, જે 2024-25માં વધીને 2,66,931 થઈ. આ જ સમયગાળા દરમિયાન મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું GVA ₹16.17 લાખ કરોડથી વધીને ₹26.94 લાખ કરોડ થયું.


ASI 2024-25નો ડેટા કયા સમયગાળાનો છે?

Annual Survey of Industriesનો ઉદ્દેશ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોની રચના, વૃદ્ધિ અને માળખા અંગે માહિતી મેળવવાનો છે. તેમાં ઉત્પાદન, Value Addition, રોજગાર અને Capital Formation જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. ASI 2024-25 માટેનો Reference Period એપ્રિલ 2024થી માર્ચ 2025 સુધીનો હતો. જ્યારે Surveyનું Fieldwork ઓક્ટોબર 2025થી જૂન 2026 દરમિયાન કરવામાં આવ્યું હતું.


આ પણ વાંચો : કોમર્શિયલ ગેસ બાદ હવે ATF પણ મોંઘુ! ₹137 પ્રતિ લિટર પહોંચ્યું

આ પણ જુઓ:


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Market

See more
  1. Auto Stocksમાં વેચવાલી: Bajaj Autoનો શેરમાં કડાકો, સપ્ટેમ્બરના વેચાણ આંકડાએ કેમ વધારી ચિંતા
  2. અદાણી એનર્જી સોલ્યુશન્સનો શેર 5% ઉછળ્યો; વધારા પાછળનું કારણ શું
  3. Opening Bell: શેરબજારની નબળી શરૂઆત; સેન્સેક્સ, નિફ્ટી લાલ નિશાનમાં ખુલ્યા
  4. Global Cues : GIFT Niftyથી Wall Street સુધી ક્યાં જોવા મળી રહી છે તેજી

Economy

See more
  1. મેન્યુફેક્ચરિંગ સેક્ટરે દેખાડ્યું દમ, ઉત્પાદન 7.81% વધ્યું
  2. મોદી સરકારે છ રવી પાક માટે MSP વધાર્યા, રૂ. 2.79 લાખ કરોડના પેકેજને મંજૂરી
  3. Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા
  4. Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
Advertisement

Personal Finance

See more
  1. Online Insurance લેતાં પહેલાં આ 6 Dark Patternsથી રહો સાવધાન !
  2. RBI New Rules: 1 ઓક્ટોબરથી બદલાશે Bulk Depositના નિયમો
  3. ખાલી પેનલ્ટી નહીં, આખું ખાતું બંધ થઈ શકે! RD ડિફોલ્ટના આ નિયમો જાણો
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM