
Market Holiday Update: ગાંધી જયંતિએ સ્ટોક માર્કેટ ચાલુ રહેશે કે બંધ?
ગાંધી જયંતિના કારણે 2 ઓક્ટોબરે BSE અને NSE પર નિયમિત ઇક્વિટી ટ્રેડિંગ બંધ રહેશે.ત્યારબાદ 3 અને 4 ઓક્ટોબરે શનિવાર-રવિવાર હોવાથી શેરબજારમાં સતત ત્રણ દિવસ ટ્રેડિંગ નહીં થાય.

ગાંધી જયંતિના કારણે ભારતીય શેરબજારમાં ટ્રેડિંગ માટે ત્રણ દિવસનો બ્રેક રહેશે. 2 ઓક્ટોબર, શુક્રવારે BSE અને NSE પર નિયમિત ઇક્વિટી ટ્રેડિંગ બંધ રહેશે. ત્યારબાદ 3 અને 4 ઓક્ટોબરે (શનિવાર અને રવિવાર) વીકએન્ડ હોવાથી રોકાણકારોને સતત ત્રણ દિવસ બજારથી વિરામ મળશે.
2 ઓક્ટોબરે BSE અને NSE બંધ રહેશે
એક્સચેન્જના 2026ના હોલિડે શેડ્યૂલ મુજબ 2 ઓક્ટોબરે BSE અને NSE પર નિયમિત ઇક્વિટી ટ્રેડિંગ બંધ રહેશે. 1 ઓક્ટોબર આ રજાના પહેલાંનું છેલ્લું નિયમિત ટ્રેડિંગ સેશન રહેશે.
સતત ત્રણ દિવસ માર્કેટમાં ટ્રેડિંગ નહીં
2 ઓક્ટોબર બાદ 3 ઓક્ટોબર શનિવાર અને 4 ઓક્ટોબર રવિવાર છે. આ બંને દિવસ નિયમિત વીકએન્ડની રજા હોવાથી 2થી 4 ઓક્ટોબર સુધી સતત ત્રણ દિવસ ઇક્વિટી ટ્રેડિંગ બંધ રહેશે.
5 ઓક્ટોબરે ફરી શરૂ થશે ટ્રેડિંગ
સળંગ ત્રણ દિવસની રજાઓ પૂર્ણ થયા બાદ, હવે શેરબજારમાં આગામી કામકાજ સોમવારે, 5 ઓક્ટોબરના રોજ તેના નિયમિત સમયે શરૂ થશે. રોકાણકારો સોમવારથી ફરી લેવડદેવડ કરી શકશે.
2026માં આગામી માર્કેટ હોલિડે ક્યારે?
ગાંધી જયંતિ પછી 2026માં આગામી સ્ટોક માર્કેટ હોલિડે 20 ઓક્ટોબર, મંગળવારના રોજ દશેરા નિમિત્તે રહેશે. તે દિવસે NSE અને BSEના Equity Segmentમાં ટ્રેડિંગ બંધ રહેશે. ત્યારબાદ 8 નવેમ્બરે દિવાળી લક્ષ્મી પૂજન નિમિત્તે સામાન્ય ટ્રેડિંગ બંધ રહેશે, જોકે તે દિવસે મુહૂર્ત ટ્રેડિંગનું ખાસ સેશન યોજાશે. ત્યારપછી 10 નવેમ્બરે દિવાળી-બલિપ્રતિપદા, 24 નવેમ્બરે ગુરુ નાનક જયંતિ અને 25 ડિસેમ્બરે ક્રિસમસના દિવસે પણ શેરબજારમાં રજા રહેશે.
આ પણ વાંચો : MDR વિવાદ વચ્ચે UPIનો ઐતિહાસિક રેકોર્ડ, ટ્રાન્ઝેક્શન ₹29.37 લાખ કરોડ પાર
આ પણ જુઓ:

Market
See more- Closing Bell: સેન્સેક્સ 571 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોનાં ₹5 લાખ કરોડ ધોવાયા
- Multibagger Stocks: "7 દિન મે પૈસા ડબલ" IPO બાદ આ કંપનીનો શેર રોકેટ બનીને ભાગ્યો
- Market Holiday Update: ગાંધી જયંતિએ સ્ટોક માર્કેટ ચાલુ રહેશે કે બંધ?
- NSEની મોટી યોજના, કોર્પોરેટ બોન્ડ ઈન્ડેક્સ વાયદાને સેબીની મંજૂરી, હવે RBI પર નજર
Economy
See more
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

