
મોદી સરકારે છ રવી પાક માટે MSP વધાર્યા, રૂ. 2.79 લાખ કરોડના પેકેજને મંજૂરી
પીએમ ધારા માટે રૂ. 1,86 લાખ કરોડની યોજનાને કેબિનેટેની મંજૂરી, ખેડૂતોને અંદાજે રૂ. 90,962 કરોડ ચૂકવાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે બુધવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં મોટા નિર્ણય લેવાયા છે, જેમાં વર્ષ 2027-28ની માર્કેટિંગ સિઝન માટે રવી પાકની ભાવ નીતિ, વ્યાપક વૈકલ્પિક ઊર્જા કાર્યક્રમનો સમાવેશ થાય છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બેઠકના નિર્ણયોની જાહેરાત કરી હતી. કેબિનેટે કુલ રૂ. 2,79,157 કરોડના મૂલ્યના ત્રણ મોટા નિર્ણયો લીધા હતા.
સરકારે સૌથી મોટી ફાળવણી પીએમ ધારા (ડેવલપિંગ હાર્મનાઈઝ્ડ એ્ડ એસેલરેટેડ રીન્યુએબલ એનર્જી એક્સેસ-PM DHARA) પહેલને કરાઈ છે. આ સાથે સરકારે 2027-28 માટે બધા જ નિશ્ચિત રવી પાકોના ટેકાના ભાવમાં વધારો (MSP Hike)માં વધારાને મંજૂરી આપી દીધી છે. મોદી સરકારે ખેડૂતોને તેમની ઊપજના સારા ભાવ અપાવવા માટે આ મોટો નિર્ણય કર્યો છે. સરકારના રવી પાકના MSPના નિર્ણયના ભાગરૂપે ખેડૂતોને અંદાજે રૂ. 90,962 કરોડ ચૂકવવામાં આવશે. રવી મોસમ માટે છ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારાને સરકારે મંજૂરી આપી દીધી છે. તેમાં સૌથી વધુ વધારો કુસુમ - સાફ્લાવર (MSP) માટે કરાયો છે, જે હવે 675 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે. બીજીબાજુ સૌથી ઓછો વધારો ઘઉંના ટેકાના ભાવમાં કરાયો છે, જે પ્રતિ ક્વિન્ટલ રૂ. 25 છે.
રવીના છ પાકને એમએસપીમાં વધારો
કેન્દ્ર સરકારે માર્કેટિંગ સિઝન 2027-28 માટે ઘઉં, જવ, ચણા, મસૂર, સરસવ અને કુસુમના MSPમાં વધારો કર્યો છે. તેના પર એક નજર નાંખીએ તો ઘઉંમાં 25 રૂપિયા વધારીને રૂ. 2,610, જવમાં રૂ. 136 વધારીને રૂ. 2286, ચણામાં રૂ. 83 વધારીને 5,958, મસૂરમાં રૂ. 390 વધારીને રૂ. 7,390, સરસવમાં રૂ. 413 વધારીને રૂ. 6613 તેમજ કુસુમમાં રૂ. 675 વધારીને રૂ. 7215 કરાયા છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટના નિર્ણયો અંગે માહિતી આપતા જણાવ્યું કે, અખિલ ભારતીય સરેરાશ ઉત્પાદન ખર્ચ પર અંદાજિત માર્જિન ઘઉં માટે 106 ટકા છે. ત્યાર પછી સરસવ માટે 96 ટકા, મસૂર માટે 92 ટકા, ચણા માટે 59 ટકા, જવ માટે 58 ટકા અને કુસુમ માટે 50 ટકા છે. રવી પાકોના MSPમાં આ વધારો ખેડૂતોને ફાયદાકારક મૂલ્ય સુનિશ્ચિત કરશે અને પાક વૈવિધ્યિકરણને પ્રોત્સાહન આપશે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, કેબિનેટે અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય લાંબા સમય સુધી ચાલતા પ્રોગ્રામ અંગે લીધો છે, જેનું નામ પીએમ ધારા છે. આ વૈકલ્પિક ઊર્જાને પહોંચાડવા માટે જરૂરી ગ્રીડ અને સ્માર્ટ ગ્રિડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રોગ્રામ છે. વડાપ્રધાન મોદીએ દેશને વીજળી ઉત્પાદનમાં વૈકલ્પિક ઊર્જાનો મોટાપાયે સમાવેશ કરાવ્યો છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Market
See moreEconomy
See more- મોદી સરકારે છ રવી પાક માટે MSP વધાર્યા, રૂ. 2.79 લાખ કરોડના પેકેજને મંજૂરી
- Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા
- Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
- ઔદ્યોગિક ક્ષેત્રે રેકોર્ડબ્રેક તેજી! IIP ગ્રોથમાં 8%, મેન્યુફેક્ચરિંગમાં 9%નો ઉછાળો

Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

