KuberaNowLogo
Thursday, 12/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

GSRTCનો ઐતિહાસિક રેકોર્ડ: એક જ દિવસમાં 1.46 લાખ સીટ બુક, ₹3.55 કરોડની આવક

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે ડિજિટલ ટિકિટિંગમાં દેશની તમામ રાજ્ય પરિવહન નિગમોમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. 11 નવેમ્બરે એક જ દિવસમાં 1,46,875 સીટનું બુકિંગ થયું, જેમાં 99,402 સીટ માત્ર મોબાઇલ એપથી બુક થઈ.

kuberanow deskPublished On : 12 Nov 2026
GSRTC digital record
GSRTC digital recordAI Generated Image

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ ડિજિટલ ટિકિટિંગ ક્ષેત્રે વધુ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. 11 નવેમ્બરે એક જ દિવસમાં 1,46,875 સીટનું બુકિંગ નોંધાયું છે, જે નિગમના અત્યાર સુધીના એક દિવસના બુકિંગમાં સૌથી વધુ છે. આ સાથે GSRTCએ દેશની તમામ રાજ્ય પરિવહન નિગમોમાં ડિજિટલ બુકિંગ અને આવકના મામલે સતત સાતમા વર્ષે સર્વોચ્ચ સ્થાન જાળવી રાખ્યું છે.


મોબાઇલ એપથી 99,402 સીટનું બુકિંગ

11 નવેમ્બરના કુલ બુકિંગમાં મોબાઇલ એપ્લિકેશનનો મોટો હિસ્સો રહ્યો હતો. માત્ર મોબાઇલ એપ દ્વારા જ 99,402 સીટનું બુકિંગ થયું છે. આ આંકડો મુસાફરોમાં ડિજિટલ બુકિંગ પ્રત્યે વધી રહેલા વિશ્વાસને દર્શાવે છે. ડિજિટલ બુકિંગ સાથે આવકમાં પણ GSRTCએ નવો રેકોર્ડ નોંધાવ્યો છે. એક જ દિવસમાં નિગમની કુલ ડિજિટલ આવક ₹3.55 કરોડ રહી હતી. તેમાં મોબાઇલ એપ મારફતે ₹2.27 કરોડની આવક નોંધાઈ હતી. જ્યારે એક દિવસની કુલ આવક ₹13 કરોડથી વધુ રહી હતી.


2019થી સતત વધ્યું ડિજિટલ બુકિંગ

GSRTCના ડિજિટલ બુકિંગના આંકડાઓમાં વર્ષોથી વૃદ્ધિ જોવા મળી રહી છે. વર્ષ 2019માં 74,368 સીટના બુકિંગ સાથે ₹1,53,10,717ની આવક નોંધાઈ હતી. ત્યારબાદ 2022માં 1,14,880 સીટનું ₹2.10 કરોડનું બુકિંગ થયું હતું. 2023માં 1,32,177 સીટ સાથે ₹2.97 કરોડ, જ્યારે 2024માં 1,41,468 સીટ સાથે ₹3.15 કરોડનું બુકિંગ નોંધાયું હતું. વર્ષ 2025માં 1,33,043 સીટનું બુકિંગ થયું હતું અને તેનાથી ₹3.19 કરોડની આવક થઈ હતી. હવે 2026માં 1,46,875 સીટના નવા રેકોર્ડ સાથે અગાઉના આંકડાને પાછળ છોડવામાં આવ્યો છે.


તહેવારોમાં ડ્રાઈવર-કન્ડક્ટરની કામગીરીની પ્રશંસા

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ઐતિહાસિક રેકોર્ડ બદલ GSRTCના ડ્રાઈવર, કન્ડક્ટર, મિકેનિક સહિત સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે. તહેવારો દરમિયાન પોતાના પરિવારની ચિંતા કર્યા વિના રાજ્યના મુસાફરોને સુરક્ષિત અને સમયસર તેમના ગંતવ્ય સુધી પહોંચાડવા માટે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા બદલ તેમણે કર્મચારીઓનો વિશેષ આભાર માન્યો છે.


ડિજિટલ બુકિંગમાં ગુજરાતનું નંબર-1 સ્થાન

GSRTCએ દેશની તમામ રાજ્ય પરિવહન નિગમોમાં ડિજિટલ બુકિંગના મામલે સતત સાતમા વર્ષે નંબર-1 સ્થાન મેળવ્યું છે. નિગમના જણાવ્યા અનુસાર, મુસાફરોને સરળ, અત્યાધુનિક અને પારદર્શક સુવિધાઓ પૂરી પાડવા માટે ડિજિટલ સેવાઓને સતત મજબૂત બનાવવામાં આવી રહી છે. આ સિદ્ધિ બદલ GSRTCએ મુસાફરોનો પણ આભાર વ્યક્ત કર્યો છે.


આ પણ વાંચો: Ola Electric Share: Q2 પરિણામો પહેલાં શેરમાં તેજી, 2 દિવસમાં 9% ઉછાળો

આ પણ જુઓ :

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Adani Kutch Copper Partners

કોપર બિઝનેસમાં અદાણીની ગ્લોબલ એન્ટ્રી, ચિલીની દિગ્ગજ કંપની સાથે હાથ મિલાવ્યા

Amul Milk Products Price Rise

Amul Milk Price Hike: આજથી અમૂલ દૂધ મોંઘું, જાણો ગોલ્ડ અને તાજાના નવા ભાવ

Inauguration

કેન્દ્રીય મંત્રી અમિત શાહે અમદાવાદમાં કર્યું ઇસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ

ચારુસેટને RIC સ્થાપવા માટે પસંદગી

ચારુસેટ બનશે ઇનોવેશનનું નવું કેન્દ્ર! રિજનલ ઇનોવેશન સેન્ટર સ્થાપવા ₹15 લાખની ગ્રાન્ટ મંજૂર

Surge in flower purchases

નવા વર્ષના વધામણાં માટે ફૂલોની ખરીદીમાં ઉછાળો! ગલગોટા અને ગુલાબની માંગ વધી

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027

VGGS 2027 માટે ગુજરાતનું ગ્લોબલ મિશન તેજ! બે દેશોમાં મેગા રોડ-શો

Chhath Puja Special Train

Special Train: બિહાર જનારાઓને રાહત! 7 અને 14 નવેમ્બરે સાબરમતીથી મુજફ્ફરપુર માટે અનરિઝર્વ્ડ ટ્રેન

GSFA

ગુજરાતના યુવા ફૂટબોલરોને મળશે નવી ઓળખ! GSFAએ શરૂ કરી ખાસ પહેલ