ગુજરાત ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ બિલ 2026 પાસ, ઉદ્યોગો માટે નિયમો થશે સરળ
ગુજરાત વિધાનસભામાં ગુજરાત ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ બિલ, 2026 બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે. આ બિલનો હેતુ ઉદ્યોગો અને નાગરિકો પરનો કમ્પ્લાયન્સ બોજ ઘટાડવો, સ્વ-ઘોષણા અને સ્વ-પ્રમાણીકરણને પ્રોત્સાહન આપવું તેમજ વિશ્વાસ આધારિત શાસન વ્યવસ્થા મજબૂત બનાવવાનો છે.

ગુજરાત વિધાનસભામાં ગુજરાત ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ બિલ, 2026 બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે. ઉદ્યોગ રાજ્ય મંત્રી ડૉ. જયરામ ગામીતે જણાવ્યું હતું કે આ બિલથી રાજ્યમાં ટ્રસ્ટ-બેઝ્ડ ગવર્નન્સ અને રોકાણ માટે વધુ અનુકૂળ વાતાવરણને નવી ગતિ મળશે. રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય ઉદ્યોગો અને નાગરિકો માટે નિયમનકારી પ્રક્રિયાઓને વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવવાનો છે.
પાંચ કાયદામાં 12 સુધારા
આ બિલ હેઠળ રાજ્યના વિવિધ પાંચ કાયદાઓની 12 જોગવાઈઓમાં સુધારા કરવામાં આવશે. સરકારના જણાવ્યા મુજબ આ પગલાથી ‘મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ’ના સિદ્ધાંતને આગળ વધારવામાં મદદ મળશે. બિલમાં નિયંત્રણ આધારિત વ્યવસ્થાથી આગળ વધીને વિશ્વાસ અને જોખમ આધારિત શાસન વ્યવસ્થા પર ભાર મૂકવામાં આવ્યો છે.
ઉદ્યોગો પરનો કમ્પ્લાયન્સ બોજ ઘટશે
બિલ હેઠળ સ્વ-ઘોષણા, સ્વ-પ્રમાણીકરણ અને ટેક્નોલોજી આધારિત વ્યવસ્થાને પ્રોત્સાહન આપવામાં આવશે. ઓછા જોખમવાળી પ્રવૃત્તિઓમાં ફરજિયાત પૂર્વ મંજૂરી અને ભૌતિક તપાસની જરૂરિયાત ઘટાડીને પ્રક્રિયાઓ સરળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
કયા કાયદામાં થશે ફેરફાર?
ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2013
અગ્નિ સલામતીના નિયમોને જોખમ અને કામગીરી આધારિત બનાવવામાં આવશે, જેથી ઉદ્યોગોનો ખર્ચ ઘટાડી શકાય.
ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્સ એક્ટ, 2019
સ્વ-ઘોષણા અને સ્વ-પ્રમાણીકરણથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા સરળ બનશે. દુકાનો અને સંસ્થાઓને 24x7 કામગીરીની સુવિધા મળશે, જોકે કામદારોના હક્કો અને સુરક્ષા યથાવત રહેશે.
ગુજરાત MSME ફેસિલિટેશન એક્ટ, 2019
સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે ‘રાઇટ ટુ બિઝનેસ’ માળખું વધુ મજબૂત બનાવાશે.
ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્ટ, 1967
અન્ય રાજ્યમાં નોંધાયેલા તબીબો માટે ગુજરાતમાં નોંધણી પ્રક્રિયા સરળ બનશે.
ગુજરાત રાઇટ ઓફ સિટિઝન્સ ટુ પબ્લિક સર્વિસિસ એક્ટ, 2013
સરકારી સેવા અથવા ફરિયાદનો સમયસર ઉકેલ ન આવે તો ટેક્નોલોજી આધારિત ઓટો-અપીલ અને ઓટો-એસ્કેલેશન વ્યવસ્થા અમલમાં આવશે.
આ પણ વાંચો: IPO MARKET: લિસ્ટિંગ પહેલાં આ IPOમાં રોકાણકારોની નજર, કોની GMPમાં આવ્યો ઉછાળો?
રોકાણકારો માટે મહત્વનું પગલું
સરકારના જણાવ્યા મુજબ આ સુધારા ગુજરાત ઔદ્યોગિક નીતિ-2026 અને આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ની પૃષ્ઠભૂમિમાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ બિલથી ઉદ્યોગ સ્થાપન, રોકાણ અને રોજગાર માટે વધુ સરળ વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more- India's Forex Reserves: ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં રેકોર્ડ ઉછાળો, ₹69.1 લાખ કરોડને પાર
- India Digital Economy : ભારતની B2B ડિજિટલ રેલ MSME માટે રૂ. 60 લાખ કરોડનું ધિરાણ અંતર દૂર કરશે
- અલ નિનોની અસર અને અખાતી યુદ્ધનાં કારણે દાડમની નિકાસમાં ઘટાડો
- ખાંડ ઉત્પાદન ઘટવાની શક્યતા! ભારતમાં 2027ની સીઝનમાં 2.9થી 3.1 કરોડ ટન ઉત્પાદનનો અંદાજ

Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
