KuberaNowLogo
Monday, 05/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Advertisement

સોલારથી ઝળહળી સરકારી બિલ્ડિંગો! 95 MW વીજળી ઉત્પન્ન, વધુ 65 MWનો પ્લાન

ગુજરાતમાં અત્યાર સુધીમાં 6,014 સરકારી ઇમારતો પર રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત થઈ છે, જેનાથી 95 મેગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતા ઊભી થઈ છે. હવે 2026-27માં વધુ 15,000 સરકારી ઇમારતો પર સોલાર સિસ્ટમ લગાવીને આશરે 65 મેગાવોટ ક્ષમતા ઉમેરવાનો લક્ષ્યાંક છે.

desk@kuberanowPublished On : 5 Oct 2026
Government buildings
Government buildings lit up by solarAI Generated Image

ગુજરાતમાં સરકારી ઇમારતોને સૌર ઊર્જા સાથે જોડવાની કામગીરીને મોટા પાયે વિસ્તરણ આપવામાં આવી રહ્યું છે. રાજ્યમાં માર્ચ 2026 સુધીમાં 6,014 સરકારી ઇમારતો પર રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત થઈ ચૂકી છે અને તેની કુલ વીજ ઉત્પાદન ક્ષમતા 95 મેગાવોટ સુધી પહોંચી છે. હવે ચાલુ નાણાકીય વર્ષમાં વધુ 15,000 સરકારી ઇમારતોને સોલાર ઊર્જા સાથે જોડવાનું આયોજન કરવામાં આવ્યું છે.


6,014 સરકારી ઇમારતો પર 95 MW સોલાર ક્ષમતા

ક્લાઇમેટ ચેન્જ વિભાગ હેઠળ ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) દ્વારા વર્ષ 2011-12થી સરકારી ઇમારતો પર રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવાની પહેલ અમલમાં મૂકવામાં આવી રહી છે. વર્ષ 2025-26 દરમિયાન રાજ્યમાં 1,377 સરકારી ઇમારતો પર રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી હતી. તેના પરિણામે 17.1 મેગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતાનો ઉમેરો થયો હતો. આ સાથે માર્ચ 2026 સુધીમાં સોલાર રૂફટોપ ધરાવતી સરકારી ઇમારતોની સંખ્યા વધીને 6,014 થઈ અને કુલ ક્ષમતા 95 મેગાવોટ થઈ.


2026-27માં વધુ 15,000 ઇમારતોનો લક્ષ્યાંક

ગુજરાત સરકારે 2026-27માં આ કાર્યક્રમનું મોટા પાયે વિસ્તરણ કરવાનો નિર્ણય લીધો છે. ચાલુ વર્ષે 15,000 સરકારી ઇમારતો પર રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ વિસ્તરણથી આશરે 65 મેગાવોટ સોલાર ક્ષમતાનો ઉમેરો થવાનો અંદાજ છે. આ કાર્યક્રમ માટે 2026-27માં કુલ ₹314 કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવી છે. તેમાં સામાન્ય સરકારી ઇમારતો માટે ₹278 કરોડ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળની ઇમારતો માટે ₹3 કરોડ અને આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની ઇમારતો માટે ₹33 કરોડની ફાળવણી કરવામાં આવી છે. સરકારી ઇમારતો પર સોલાર સિસ્ટમ સ્થાપિત કરવા માટે આબોહવા પરિવર્તન વિભાગની વાર્ષિક બજેટ જોગવાઈમાંથી 100 ટકા મૂડી ખર્ચની સહાય આપવામાં આવે છે.


IIoTથી સોલાર અને પવન ઊર્જાનું મોનિટરિંગ

ગુજરાત સરકારે સરકારી ઇમારતો પર સ્થાપિત રિન્યુએબલ એનર્જી સિસ્ટમની કામગીરી પર નજર રાખવા માટે આ વર્ષે IIoT આધારિત Renewable Energy Monitoring System પણ શરૂ કરી છે. આ સિસ્ટમમાં સ્માર્ટ મીટર, સેન્સર તથા GPRS, 4G અને ઇન્ટરનેટ મારફતે જોડાયેલા IoT ગેટવેનો સમાવેશ થાય છે. સિસ્ટમ ઓટોમેટેડ રિમોટ એલર્ટની સુવિધા આપે છે અને દર 15 મિનિટે કામગીરી સંબંધિત ડેટા એકત્રિત કરે છે. આ સિસ્ટમ હાલમાં 142.5 મેગાવોટ સોલાર અને 68.3 મેગાવોટ પવન ઊર્જા ઉત્પાદન સહિતની ક્ષમતાનું મોનિટરિંગ કરી રહી છે.


રિન્યુએબલ એનર્જીમાં ગુજરાત અગ્રેસર

કેન્દ્રીય નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર, ગુજરાત 47,178 મેગાવોટની સ્થાપિત રિન્યુએબલ એનર્જી ક્ષમતા સાથે દેશમાં અગ્રેસર રાજ્ય બન્યું છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, સરકારી ઇમારતો પર સોલાર સિસ્ટમ સ્થાપિત કરવાથી પરંપરાગત વીજળીના વપરાશમાં ઘટાડો, સરકારી કચેરીઓના વીજ ખર્ચમાં ઘટાડો તથા પરંપરાગત વીજ ઉત્પાદન સાથે સંકળાયેલા પ્રદૂષણમાં ઘટાડા જેવા પર્યાવરણીય અને આર્થિક લાભ થઈ શકે છે.


આ પણ વાંચો : મોંઘા ક્રૂડ અને ATFનો માર: ઈન્ડિગોના ફ્યુઅલ સરચાર્જ વધારાથી એર ટિકિટના ભાવમાં ઉછાળો

આ પણ જુઓ :

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Market

See more
  1. શેરબજારના હાલ બેહાલ! 25 વર્ષમાં પહેલીવાર સતત 8 અઠવાડિયા સુધી ઘટ્યું બજાર, ₹20 લાખ કરોડ સ્વાહા
  2. Multibagger Stocks: "7 દિન મે પૈસા ડબલ" IPO બાદ આ કંપનીનો શેર રોકેટ બનીને ભાગ્યો
  3. NSEની મોટી યોજના, કોર્પોરેટ બોન્ડ ઈન્ડેક્સ વાયદાને સેબીની મંજૂરી, હવે RBI પર નજર
  4. Auto Stocksમાં વેચવાલી: Bajaj Autoનો શેરમાં કડાકો, સપ્ટેમ્બરના વેચાણ આંકડાએ કેમ વધારી ચિંતા

Economy

See more
  1. ભારતનો GDP Growth 7.3% રહેવાનો અંદાજ: નાણા મંત્રાલય
  2. મોદી સરકારે છ રવી પાક માટે MSP વધાર્યા, રૂ. 2.79 લાખ કરોડના પેકેજને મંજૂરી
  3. Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
  4. Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા
Advertisement

Personal Finance

See more
  1. Online Insurance લેતાં પહેલાં આ 6 Dark Patternsથી રહો સાવધાન !
  2. RBI New Rules: 1 ઓક્ટોબરથી બદલાશે Bulk Depositના નિયમો
  3. ખાલી પેનલ્ટી નહીં, આખું ખાતું બંધ થઈ શકે! RD ડિફોલ્ટના આ નિયમો જાણો
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM