ગુજરાત સરકારનું 2027નું રજા કેલેન્ડર જાહેર, જુઓ સંપૂર્ણ લિસ્ટ
ગુજરાત સરકારે વર્ષ 2027 દરમિયાન રાજ્ય સરકારની કચેરીઓમાં પાળવામાં આવનારી જાહેર રજાઓની યાદી જાહેર કરી છે. 2027માં કુલ 27 જાહેર રજાઓ રહેશે, જેમાં કેટલીક રજાઓ શનિવાર અને રવિવારના દિવસે આવી રહી છે.

Gujarat Public Holidays 2027: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વર્ષ 2027 દરમિયાન રાજ્ય સરકારની તમામ કચેરીઓમાં પાળવામાં આવનારી જાહેર રજાઓની યાદી જાહેર કરવામાં આવી છે. યાદીમાં વિવિધ ધાર્મિક તહેવારો, રાષ્ટ્રીય દિવસો અને અન્ય મહત્વના દિવસોનો સમાવેશ કરવામાં આવ્યો છે.વર્ષની પ્રથમ જાહેર રજા 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિની રહેશે. ત્યારબાદ 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની રજા રહેશે.
માર્ચ અને એપ્રિલમાં અનેક જાહેર રજાઓ
માર્ચ 2027માં મહાશિવરાત્રી, રમઝાન ઈદ, ધુળેટી અને ગુડ ફ્રાઇડે સહિતની રજાઓ રહેશે. મહાશિવરાત્રી 6 માર્ચે શનિવારે, રમઝાન ઈદ 10 માર્ચે બુધવારે, ધુળેટી 23 માર્ચે મંગળવારે અને ગુડ ફ્રાઇડે 26 માર્ચે શુક્રવારે રહેશે. પ્રિલમાં ચેટીચાંદ 7 એપ્રિલે, ડૉ. આંબેડકર જયંતિ 14 એપ્રિલે અને રામનવમી 15 એપ્રિલે જાહેર રજા રહેશે. મહાવીર જન્મકલ્યાણકની રજા 18 એપ્રિલે રહેશે.

જૂનથી સપ્ટેમ્બર સુધીની રજાઓ
જૂનમાં મોહરમ અને બકરી ઈદની જાહેર રજા રહેશે. ઓગસ્ટમાં રક્ષાબંધન અને જન્માષ્ટમીની રજા જાહેર કરવામાં આવી છે. રક્ષાબંધન 17 ઓગસ્ટે અને જન્માષ્ટમી 25 ઓગસ્ટે રહેશે. પ્ટેમ્બર 2027માં સંવત્સરીની રજા 4 સપ્ટેમ્બરે શનિવારે રહેશે. આ ઉપરાંત જાહેર રજાઓની યાદીમાં પરશુરામ જયંતિ, સ્વાતંત્ર્ય દિવસ અને પતેતીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ઓક્ટોબરમાં દિવાળી સહિત અનેક રજાઓ
ઓક્ટોબર મહિનો જાહેર રજાઓની દૃષ્ટિએ મહત્વનો રહેશે. ગાંધી જયંતિ 2 ઓક્ટોબરે શનિવારે રહેશે. ત્યારબાદ દશેરાની રજા 9 ઓક્ટોબરે શનિવારે રહેશે. વાળીની રજા 29 ઓક્ટોબરે શુક્રવારે અને બેસતા વર્ષની રજા 30 ઓક્ટોબરે શનિવારે રહેશે. 31 ઓક્ટોબરે સરદાર જયંતિ અને ભાઈબીજની રજા પણ દર્શાવવામાં આવી છે. રકાર દ્વારા જાહેર કરાયેલી યાદીમાં બીજા અને ચોથા શનિવાર તથા રવિવારની નિયમિત રજાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Johnsoncab IPOની ધમાકેદાર એન્ટ્રી! ₹200નો શેર 19% પ્રીમિયમ પર લિસ્ટ
આ પણ જુઓ :
Also Read

ગુજરાતમાં વિદેશી રોકાણનો નવો અધ્યાય! સિંગાપોર-દક્ષિણ કોરિયાની કંપનીઓએ દર્શાવ્યો કરોડોના પ્રોજેક્ટ્સમાં રસ

Chhath Puja: 11 નવેમ્બરે અમદાવાદ–રાજગીર વચ્ચે અનરિઝર્વ્ડ Superfast special train દોડશે

ગુજરાતની નિકાસને નવી દિશા! ‘ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ’ની સ્થાપનાને સરકારની મંજૂરી

દિવાળી ટાણે CNGના ભાવમાં ફરી ભડકો! 15 દિવસમાં બીજી વખત વધારો, કિંમત ₹100ને પાર

National Trading Conclave 1.0 : ટ્રેડર્સ માટે ખાસ Conclave! અમદાવાદમાં મળશે 1,000થી વધુ HNI Traders અને Investors સાથે જોડાવાની તક

ગુજરાતના ઉદ્યોગો માટે ગ્લોબલ તક! FTAથી ₹9.77 લાખ કરોડની નિકાસને મળશે વેગ

ખેતરથી સીધા ગ્રાહક સુધી પહોંચશે પ્રાકૃતિક ઉત્પાદનો! વલસાડમાં ‘પ્રભા’ કેન્દ્રની શરૂઆત




