
Gujarat ST Bus Stations: રાજ્યનાં 56 બસ સ્ટેશનોનું થશે આ રીતે આધુનિકીકરણ
રાજ્યના એસ.ટી. બસ સ્ટેશનો પર મુસાફરોને વધુ સારી અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા એક મહત્વપૂર્ણ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

રાજ્યના એસ.ટી. બસ સ્ટેશનો પર મુસાફરોને વધુ સારી અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા એક મહત્વપૂર્ણ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુસાફરી દરમિયાન નાગરિકોને સ્વચ્છતા અને પાયાની સગવડો બાબતે કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે નિગમ દ્વારા રાજ્યના 56 બસ સ્ટેશનોના ટોયલેટ બ્લોક રીન્યુએશન અને રિપેરીંગ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે.
એસ.ટી. નિગમ દ્વારા સમગ્ર રાજ્યમાં કુલ 56 બસ સ્ટેશનો પર રીપેરીંગ અને ટોયલેટ બ્લોક અપગ્રેડેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાંથી અત્યાર સુધીમાં 6 બસ સ્ટેશનો પર રીપેરીંગની કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં સાવરકુંડલા, વાંસદા, ધંધુકા, ઉમરાળા, પાલિતાણા અને ઢસા બસ સ્ટેશનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 17 બસ સ્ટેશનો પર કામ હાલ પ્રગતિ હેઠળ છે. બાકીના 33 બસ સ્ટેશનો પર રીપેરીંગની કામગીરી આગામી 8 થી 12 મહિનાની અંદર પૂર્ણ કરી દેવાનું આયોજન છે.
આ વિશેષ ડ્રાઈવ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોને સ્વચ્છ, આરોગ્યપ્રદ અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. અગાઉ કરવામાં આવેલા સર્વેના આધારે એસ.ટી. નિગમે 'બસ સ્ટેશન બેઝીક ફેસીલીટી અપગ્રેડેશન પ્લાન' તૈયાર કર્યો હતો. લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરો, મહિલાઓ અને વડીલો માટે બસ સ્ટેશન પર પૂરતી સ્વચ્છતા અને સુવિધાઓ હોવી અનિવાર્ય છે. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જ્યાં જરૂર જણાઈ છે તેવા ટોયલેટ બ્લોક્સનું આધુનિકીકરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ ઝુંબેશ હેઠળ ટોયલેટ બ્લોક્સમાં પ્લમ્બિંગ, નવા યુરિનલ્સ અને ડબલ્યુ.સી. પાન બદલવા, બારી-દરવાજાનું રિપ્લેસમેન્ટ, આકર્ષક ફ્લોરિંગ, ઇલેક્ટ્રિફિકેશન, મજબૂત ડ્રેનેજ સિસ્ટમ અને કલરકામ જેવી કામગીરી કરવામાં આવશે. આ અપગ્રેડેશન દરમિયાન મહિલા મુસાફરોને ધ્યાનમાં રાખીને સ્થળની સ્થિતિ મુજબ અંદાજિત 25 યુરિનલ્સ, 20 જનરલ ડબલ્યુ.સી. અને 25 જેટલા મહિલા ડબલ્યુ.સી. વધારવાનું આયોજન છે.
આ ઉપરાંત મુસાફરો ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે સ્વચ્છતાને લગતી ફરિયાદો રીઅલ-ટાઇમમાં નોંધાવી શકે તે માટે તમામ બસ સ્ટેશનો પર ક્યુઆર કોડ આધારિત "મુસાફર સેવા સેતુ" એપ્લિકેશન પણ કાર્યરત કરવામાં આવશે. આ ડ્રાઈવના સફળ અમલીકરણથી રાજ્યના લાખો દૈનિક મુસાફરોની સુવિધામાં વધારો થશે અને એસ.ટી. બસ સ્ટેશનો વધુ સ્વચ્છ તથા લોકઉપયોગી બનશે.
આ પણ વાંચો: S&P Global Report: ગ્રીન હાઇડ્રોજનનું મોટું હબ બનશે ગુજરાત! ભારતનું પાવરહાઉસ, મોટા પ્રોજેક્ટ્સ પર મંથન શરૂ
આ પણ જુઓ:

Market
See more- શેરબજારના હાલ બેહાલ! 25 વર્ષમાં પહેલીવાર સતત 8 અઠવાડિયા સુધી ઘટ્યું બજાર, ₹20 લાખ કરોડ સ્વાહા
- Multibagger Stocks: "7 દિન મે પૈસા ડબલ" IPO બાદ આ કંપનીનો શેર રોકેટ બનીને ભાગ્યો
- NSEની મોટી યોજના, કોર્પોરેટ બોન્ડ ઈન્ડેક્સ વાયદાને સેબીની મંજૂરી, હવે RBI પર નજર
- Auto Stocksમાં વેચવાલી: Bajaj Autoનો શેરમાં કડાકો, સપ્ટેમ્બરના વેચાણ આંકડાએ કેમ વધારી ચિંતા
Economy
See more- ભારતનો GDP Growth 7.3% રહેવાનો અંદાજ: નાણા મંત્રાલય
- મોદી સરકારે છ રવી પાક માટે MSP વધાર્યા, રૂ. 2.79 લાખ કરોડના પેકેજને મંજૂરી
- Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
- Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા

Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

