GVFLએ એડવાન્સ્ડ AI ટેકનોલોજી ફર્મ Edgeverseમાં ₹3 કરોડનું રોકાણ કર્યું
ભારતીય રસ્તાઓને વધુ સલામત બનાવવાની તૈયારી ચાલી રહી છે. આ માટે અનેક સ્ટાર્ટઅપ મેદાનમાં ઉતર્યા છે. તેમાં આવું જ એક ડીપટેક સ્ટાર્ટઅપ Edgeverse India છે

અમદાવાદઃ GVFL ડીપટેક સ્ટાર્ટઅપ Edgeverse India Private LTDમાં ₹3 કરોડનું રોકાણ કર્યું છે. આ સ્ટાર્ટઅપ સલામત મોબિલિટી અન્ય રીયલ વર્લ્ડ એપ્લિકેશન બનાવતી એજ AI આધારિત પરસેપ્શન ટેકનોલોજી વિકસાવે છે.
રોડ સેફ્ટી ટેકનોલોજી પર ફોકસ
આ રોકાણ Edgeverseના વૃદ્ધિના આગામી તબક્કાને સમર્થન આપશે. તેમા ભારતલક્ષી રોડ ઇન્ટેલિજન્સ, કેમેરા અને રાડાર ટેકનોલોજી વિકસાવવાનો અને એઆઈ પાવર્ડ પર્સેપ્શન સોલ્યુશન્સના કોમર્સિયલાઇઝેશનનો સમાવેશ થાય છે. Edge AI આધારિત પર્સેપ્શન ટેકનોલોજી છે.
2023માં થઈ શરૂઆત
અરિંદમ ઘોષ, સુબ્રતા દેબનાથ અને નવનીત એએ 2023માં સ્થાપેલી એજવર્સ હાર્ડવેર એગ્નોસ્ટિક પર્સેપ્શન સ્ટેક બિલ્ડ કરી રહી છે. તેમા કેમેરા અને રાડાર જેવા એજ એઆઈ સેન્સર છે. કંપની ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચર્સ (OEM)ને મદદરૂપ થાય તેવી ટેકનોલોજી ડિઝાઇન કરી રહી છે. પ્રથમ શ્રેણીના સપ્લાયરો એડવાન્સ્ડ સેફટી અને પરસેપ્શન કેપેસિટી લગભગ બધા જ વાહનોમાં ઉપયોગમાં લેવામાં આવનારી છે.
Perceiva ARAS મુખ્ય પ્રોડક્ટ
Edgeverseની ફ્લેગશિપ ઓફરિંગમાં Perceiva ARAS છે. આ પ્રોડક્ટ એડવાન્સ્ડ રાઇડર આસિસ્ટન્સ સિસ્ટમ સોફ્ટવેર સ્ટેક છે, તે કેમેરા અને રાડાર આધારિત એપ્લિકેશન્સમાં ઉપયોગમાં લેવાય છે. કંપની ઇન્ટિગ્રેટેડ ARAS સોલ્યુશન પૂરાં પાડે છે. તેમા પ્રોસેસર હાર્ડવેર, સેન્સર અને પ્રોપરાઇટરી પર્સેપ્શન સોફ્ટવેરનો સમાવેશ થાય છે.
ટુ-વ્હીલર બજારમાં મોટી તક
ભારતમાં કુલ 37થી 40 કરોડ ટુ-વ્હીલરો રસ્તા પર દોડી રહ્યા છે. SIAM મુજબ ભારતે 2025-26માં 2.17 કરોડ ટુ-વ્હીલરનું વેચાણ કર્યુ હતુ, જે અગાઉના વર્ષની તુલનાએ 10.7 ટકાનો વધારો છે. દેશે ગયા વર્ષે 51.8 લાખ ટુ-વ્હીલરની નિકાસ કરી હતી. આમ ભારત એક્સ્પોર્ટ હબ પણ બની રહ્યું છે.
ભારતીય રસ્તાઓ માટે ટેકનોલોજી
GVFLના મેનેજિંગ ડિરેક્ટર મિહિર જોશીએ જણાવ્યું હતું કે કંપની એજઆઈ, પર્સેપ્શન અને મોબિલિટી સેફ્ટીના નેજા હેઠળ વિવિધ ટેકનોલોજી પ્લેટફોર્મ બિલ્ડઅપ કરી રહી છે. સોફ્ટવેર અને હાર્ડવેર બંને પ્રોડક્ટ્સનું ધ્યેય ભારતીય રસ્તાઓ પરની સમસ્યાનો ઉકેલ લાવવાનું છે. આના લીધે મોબિલિટી ટેકનોલોજી ઇકોસિસ્ટમમાં રસપ્રદ તક સર્જાઈ છે.
પહેલાં પણ મળ્યું ફંડિંગ
Edgeverseને આર્ટપાર્ક પાસેથી ₹1.85 કરોડનું સીડ ફંડિંગ મળ્યું છે. કંપની નાસકોમ મોબિલિટી ઇનોવેશન ચેલેન્જ 2025ના વિજેતાઓમાં એક હતી. કંપનીના સહસ્થાપક અને સીઇઓ અરિંદમ ઘોષે જણાવ્યું હતું કે GVFLના ટેકાના લીધે અમે પ્રોડક્ટ ડેવલપમેન્ટની ગતિ વધુ ઝડપી કરી શકીશું અને વ્યાપક કોમર્સિયલ ડિપ્લોયમેન્ટ તરફ આગળ વધી શકીશું.
આગામી 6થી 12 મહિનાની યોજના
કંપની આગામી છથી 12 મહિનામાં એક લાખ કિલોમીટરને આવરી લેતા રોડ ડેટાસેટ બિલ્ડ કરવાનું, ટુએમપી કેમેરા અને 77 ગીગાહર્ટ્ઝ રાડાર મોડ્યુલનું વિકસાવવાનું આયોજન ધરાવે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more- GDP વૃદ્ધિ 7.8% થતાં PM મોદીએ કહ્યું ‘નિરાશાવાદીઓ ખોટા પડ્યા, ભારત આગળ વધ્યું’
- યુદ્ધ અને વૈશ્વિક દબાણ વચ્ચે પણ ભારતની GDP વૃદ્ધિ 7.8%, અપેક્ષા કરતાં વધુ મજબૂત અર્થવ્યવસ્થા
- ચિપ ઉત્પાદનને વેગ આપવા સરકારની ₹1.27 લાખ કરોડની Semicon 2.0ના નિયમો જાહેર
- સરકારના પગલાં છતાં ખાંડના ભાવ ત્યાંના ત્યાં, દેશમાં સરેરાશ ભાવ ₹64.24 પ્રતિ કિલો

Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
