માઉન્ટ આબુમાં ફ્રી પર્વતારોહણ તાલીમ, રહેવા-જમવાથી લઈને મુસાફરી ભાડા સુધીની સુવિધા
ગુજરાત સરકારની સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, માઉન્ટ આબુ દ્વારા બાળકો અને યુવાનો માટે વિવિધ પર્વતારોહણ કોર્સ યોજાશે. પસંદ થયેલા તાલીમાર્થીઓને રહેઠાણ, ભોજન અને નિયમાનુસાર મુસાફરી ભાડું નિઃશુલ્ક મળશે.

સાહસ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે માઉન્ટ આબુ ખાતે વિવિધ નિઃશુલ્ક તાલીમ કોર્સ યોજવામાં આવશે. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા દ્વારા Adventure, Advanced Rock Climbing, Coaching Rock Climbing અને Artificial Courseનું આયોજન કરવામાં આવ્યું છે.
કયા કોર્સ માટે ક્યારે અરજી?
Adventure Course
- ઉંમર: 8થી 13 વર્ષ
- તાલીમ: 17થી 23 નવેમ્બર 2026
- અરજીની છેલ્લી તારીખ: 12 ઓક્ટોબર 2026
Advanced Rock Climbing Course
- ઉંમર: 15થી 45 વર્ષ
- લાયકાત: Basic Rock Climbing Courseમાં ‘A’ અથવા ‘B’ Grade
- તાલીમ: 27 નવેમ્બરથી 11 ડિસેમ્બર 2026
- અરજીની છેલ્લી તારીખ: 12 ઓક્ટોબર 2026
Coaching Rock Climbing Course
- લાયકાત: ધોરણ 10 પાસ અને Advanced Course ઉત્તીર્ણ
- તાલીમ: 12 ડિસેમ્બર 2026થી 10 જાન્યુઆરી 2027
- અરજીની છેલ્લી તારીખ: 30 ઓક્ટોબર 2026
Artificial Course
- ઉંમર: 18થી 45 વર્ષ
- લાયકાત: ધોરણ 10 પાસ
- તાલીમ: 4થી 13 ફેબ્રુઆરી 2027
- અરજીની છેલ્લી તારીખ: 30 ડિસેમ્બર 2026
શું સુવિધા મળશે?
પસંદ થયેલા તમામ તાલીમાર્થીઓ માટે રહેવા, જમવા અને તાલીમની વ્યવસ્થા નિઃશુલ્ક રહેશે. આ ઉપરાંત નિયત સ્થળ સુધી આવવા-જવા માટે સામાન્ય ST Bus અથવા Railway Second Classનું ભાડું પણ નિયમ મુજબ મળવાપાત્ર રહેશે.
અરજી કેવી રીતે કરવી?
ગુજરાતના વતની ઉમેદવારોએ સંસ્થાના Facebook પેજ facebook.com/svimadmin પરથી અરજી ફોર્મ મેળવવાનું રહેશે. અરજી સાથે આધારકાર્ડ અથવા રહેઠાણનો પુરાવો, medical fitness certificate, જન્મ તારીખનો દાખલો, વાલીનું સંમતિપત્ર અને લાગુ પડતા હોય તો અગાઉના તાલીમ પ્રમાણપત્રોની નકલ જોડવાની રહેશે.
ભરેલું ફોર્મ નીચેના સરનામે સમયમર્યાદામાં મોકલવાનું રહેશે:
આચાર્ય, સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, ગૌમુખ રોડ, માઉન્ટ આબુ, પીન-307501
પસંદગીની જાણ કેવી રીતે થશે?
પસંદ થયેલા ઉમેદવારોને Email અથવા Telephone દ્વારા જાણ કરવામાં આવશે. વધુ માહિતી માટે કચેરી સમય દરમિયાન 6377890298 નંબર પર સંપર્ક કરી શકાય છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવવા અહીં આપેલી લિંક પર ક્લિક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
આ પણ વાંચો: મુંબઈમાં દૂધના ભાવ વધ્યા, 1 સપ્ટેમ્બરથી ₹93ના બદલે ₹102 પ્રતિ લિટર ચૂકવવા પડશે

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more- ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા ઉદ્યોગોમાં નવા રોકાણની શક્યતા વધી: BoB રિપોર્ટ
- મંદીમાં પણ મોંઘી ઘડિયાળ અને જ્વેલરીની માંગ કેમ રહે છે? જાણો Luxury Marketનું ગણિત
- કેપિટલ ગૂડ્સ સેક્ટરની કામગીરી પહેલા અર્ધવાર્ષિક સમયગાળામાં નબળી, બીજા ભાગમાં રિકવરીની આશા
- ભારતીય બેન્કોની ધિરાણવૃદ્ધિ મજબૂતઃ પ્રથમ ક્વાર્ટરમાં 20 ટકાની વૃદ્ધિ

Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
