KuberaNowLogo
Saturday, 28/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

મુંબઈમાં દૂધના ભાવ વધ્યા, 1 સપ્ટેમ્બરથી ₹93ના બદલે ₹102 પ્રતિ લિટર ચૂકવવા પડશે

મુંબઈમાં loose milkનો ભાવ 1 સપ્ટેમ્બર 2026થી ₹93થી વધીને ₹102 પ્રતિ લિટર થશે. આ વધારો packaged milk પર લાગુ નથી.

desk@kuberanowPublished On : 29 Aug 2026
milk price
મોંઘવારી વચ્ચે દૂધનો ઝટકો, મુંબઈમાં પ્રતિ લિટર ભાવ ₹102AI GENERATED IMAGE

મુંબઈમાં 1 સપ્ટેમ્બર 2026થી loose milk ખરીદતા ગ્રાહકોને વધુ કિંમત ચૂકવવી પડશે. દૂધ ઉત્પાદકોએ ₹9 પ્રતિ લિટરનો વધારો જાહેર કર્યો છે, જેના કારણે હાલનો ₹93નો ભાવ વધીને ₹102 પ્રતિ લિટર થશે. આ વધારો packaged milk માટે નથી અને મુખ્યત્વે તબેલા તથા dairy મારફતે વેચાતા ખુલ્લા દૂધને લાગુ પડશે.


28 ફેબ્રુઆરી સુધી રહેશે નવા ભાવ

ઉત્પાદકોના જણાવ્યા મુજબ સુધારેલા દર 1 સપ્ટેમ્બરથી અમલમાં આવશે અને 28 ફેબ્રુઆરી 2027 સુધી લાગુ રહેશે. તહેવારોની સીઝન પહેલાં થતો આ વધારો loose milk પર આધારિત પરિવારોના માસિક ખર્ચમાં વધારો કરી શકે છે.


પશુઆહારના ખર્ચમાં 25% સુધી વધારો

દૂધ ઉત્પાદકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક મહિનામાં dairy farms ચલાવવાનો ખર્ચ નોંધપાત્ર રીતે વધ્યો છે. અનાજ સહિતના કેટલાક પશુઆહારના ભાવમાં 25% સુધી વધારો થયો હોવાનું જણાવાયું છે. સાથે ચારો અને ખલીના ઊંચા ભાવથી milk production cost પણ વધી છે.


Packaged Milkના ભાવમાં વધારો નથી

આ ભાવવધારો તમામ પ્રકારના દૂધ માટે લાગુ નથી. Organised dairy companies દ્વારા વેચાતા packaged milkના ભાવ આ નિર્ણયથી સીધા બદલાશે નહીં. એટલે packet milk ખરીદતા ગ્રાહકો માટે હાલ ₹9નો આ વધારો લાગુ પડતો નથી.


પરિવારના બજેટ પર કેટલી અસર?

જો કોઈ પરિવાર દરરોજ 1 લિટર તબેલા દૂધ ખરીદે તો ₹9ના વધારાથી મહિને આશરે ₹270નો વધારાનો ખર્ચ થઈ શકે છે. દૈનિક વપરાશ વધુ હોય તેવા પરિવારો તેમજ loose milkનો ઉપયોગ કરતી નાની food businesses અને dairy-based outletsના ખર્ચ પર વધુ અસર પડી શકે છે.


અમારી WhatsApp ચેનલમાં જોડાવવા અહીં આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16


આ પણ વાંચો: CNGના ભાવમાં ફરી ઉછાળો, દિલ્હીમાં પ્રતિ કિલો ₹3.89નો વધારો

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Beverage Market India

ભારતમાં એનર્જી અને પ્રોટીન ડ્રિંક્સનો ક્રેઝ!, ₹2.56 લાખ કરોડ સુધી પહોંચી શકે બજાર

Nestle India EPFO Notice

મેગી બનાવતી નેસ્લે ઇન્ડિયાની મુશ્કેલી વધી, EPFOએ ફટકાર્યો લાખો રૂપિયાનો દંડ

Top Gold Suppliers to India & Today's Global Gold Rates

Gold Import in India: ભારત કયા દેશો પાસેથી ખરીદે છે સૌથી વધુ સોનું? જાણો ટોપ-6 દેશોની યાદી

Tata Sons Bombay High Court

ટાટા ગ્રુપના વિવાદમાં બોમ્બે હાઈકોર્ટનો નિર્ણય, ટાટા સન્સની બોર્ડ બેઠકને લીલી ઝંડી

TRAI Recharge Rules

સસ્તા રિચાર્જ પ્લાનને લઈને Jio-Airtel અને TRAI વચ્ચે વિવાદ, ગ્રાહકોને સૌથી પહેલાં બતાવવા પડશે આ ખાસ પ્લાન

YouTube vs Instagram vs Facebook, 1 Million Views Earnings

YouTube, Instagram કે Facebook: 1 મિલિયન વ્યૂઝ પર કયું પ્લેટફોર્મ આપે છે સૌથી વધુ કમાણી? જાણો સંપૂર્ણ ગણિત

BMC Municipal Bond

મુંબઈના વિકાસમાં સામાન્ય લોકો પણ કરી શકશે રોકાણ!, પહેલીવાર બોન્ડ લાવવાની તૈયારી, જાણો કેવી રીતે થશે કમાણી

India Forex Reserves

સતત બીજા સપ્તાહે ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો, RBIના આંકડાએ વધારી ચિંતા