ભારતમાં એનર્જી અને પ્રોટીન ડ્રિંક્સનો ક્રેઝ!, ₹2.56 લાખ કરોડ સુધી પહોંચી શકે બજાર
ભારતમાં લોકોની પીણાંની પસંદગી ઝડપથી બદલાઈ રહી છે. હવે કોલ્ડ ડ્રિંક્સ અને જ્યૂસની સાથે એનર્જી, પ્રોટીન અને હાઇડ્રેશન ડ્રિંક્સની માંગ વધી રહી છે. ડોલાટ કેપિટલના અંદાજ પ્રમાણે, નોન-આલ્કોહોલિક રેડી-ટુ-ડ્રિંક બજાર નાણાકીય વર્ષ 2030 સુધીમાં ₹2.56 લાખ કરોડ સુધી પહોંચી શકે છે.

Beverage Market India: ભારતમાં હવે લોકો માત્ર તરસ છિપાવવા માટે કોલ્ડ ડ્રિંક્સ કે જ્યૂસ નથી ખરીદતા. ફિટનેસ, પ્રોટીન અને શરીરમાં પાણીનું પ્રમાણ જાળવવા માટેનાં પીણાં પણ લોકપ્રિય બની રહ્યાં છે. ગ્રાહકોની આ બદલાતી પસંદગીથી પીણાં બનાવતી કંપનીઓ માટે નવી તક ઊભી થઈ છે. ડોલાટ કેપિટલના રિપોર્ટ અનુસાર, ભારતનું નોન-આલ્કોહોલિક રેડી-ટુ-ડ્રિંક (RTD) બજાર નાણાકીય વર્ષ 2030 સુધીમાં 2.56 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. આ બજારમાં વાર્ષિક આશરે 13 ટાક વૃદ્ધિનો અંદાજ છે.
એનર્જી ડ્રિંક્સનો કારોબાર ત્રણ ગણાથી વધુ થશે?
ડોલાટ કેપિટલના રિપોર્ટ અનુસાર, યુવાનોમાં એનર્જી ડ્રિંક્સની વધતી લોકપ્રિયતા આ બજારને વેગ આપી રહી છે. નાણાકીય વર્ષ 2026માં એનર્જી ડ્રિંક્સનું બજાર લગભગ 9,300 કરોડ રૂપિયા હતું. વર્ષ 2030 સુધીમાં તે વધીને 29,000 કરોડ રૂપિયા થવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ 2026થી 2031 વચ્ચે આ કેટેગરીમાં વાર્ષિક સરેરાશ 25.6 ટકા વૃદ્ધિ થઈ શકે છે. આથી કંપનીઓ અલગ-અલગ કિંમતમાં નવા ઉત્પાદનો રજૂ કરી રહી છે.
હાઇડ્રેશન ડ્રિંક્સની માંગમાં મોટો ઉછાળો
હવે ગ્રાહકો માત્ર પેકેજ્ડ પાણીના બદલે ઇલેક્ટ્રોલાઇટ્સ ધરાવતાં પીણાં પણ પસંદ કરી રહ્યા છે. આ પીણાંમાં સોડિયમ અને પોટેશિયમ જેવા મિનરલ્સ હોઈ શકે છે. રિપોર્ટ પ્રમાણે, એડવાન્સ્ડ હાઇડ્રેશન ડ્રિંક્સનું બજાર વર્ષ 2026માં 4,200 કરોડ રૂપિયા હતું, જે 2030 સુધીમાં 15,800 કરોડ રૂપિયા થઈ શકે છે. આ કેટેગરી માટે 2026થી 2031 દરમિયાન વાર્ષિક સરેરાશ 30.2 ટકા વૃદ્ધિનો અંદાજ છે. બીજી તરફ હિન્દુસ્તાન યુનિલિવર અને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ જેવી કંપનીઓ પણ આ બજારમાં પ્રવેશી ચૂકી છે.
પ્રોટીન ડ્રિંક્સ હવે સામાન્ય ગ્રાહકો સુધી પહોંચશે
અગાઉ પ્રોટીનનો ઉપયોગ મુખ્યત્વે જિમ જતા લોકો પાઉડર અથવા સપ્લિમેન્ટ તરીકે કરતા હતા. હવે કંપનીઓ તૈયાર પ્રોટીન ડ્રિંક્સ રજૂ કરી રહી છે, જેને સામાન્ય ગ્રાહકો પણ ખરીદી શકે. આથી પ્રોટીન આધારિત ઉત્પાદનોનું બજાર માત્ર ફિટનેસ ક્ષેત્ર પૂરતું મર્યાદિત નહીં રહે. ગ્રાહકો હવે ઓછી ખાંડ અથવા ખાંડ વગરનાં પીણાંમાં પણ રસ દાખવી રહ્યા છે. આ માંગને ધ્યાનમાં રાખીને કંપનીઓ નવા ફ્લેવર અને ઝીરો શુગર વિકલ્પો રજૂ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં પીણાંનું બજાર પરંપરાગત કોલ્ડ ડ્રિંક્સથી આગળ વધી રહ્યું છે. એનર્જી, પ્રોટીન અને હાઇડ્રેશન ઉત્પાદનો કંપનીઓ માટે નવી વૃદ્ધિની તક બની શકે છે. જોકે, બજારના આ આંકડા અંદાજ છે અને વાસ્તવિક વૃદ્ધિ ગ્રાહકોની માંગ પર આધારિત રહેશે.
આ પણ વાંચો: સસ્તા રિચાર્જ પ્લાનને લઈને Jio-Airtel અને TRAI વચ્ચે વિવાદ, ગ્રાહકોને સૌથી પહેલાં બતાવવા પડશે આ ખાસ પ્લાન
Also Read

મેગી બનાવતી નેસ્લે ઇન્ડિયાની મુશ્કેલી વધી, EPFOએ ફટકાર્યો લાખો રૂપિયાનો દંડ

Gold Import in India: ભારત કયા દેશો પાસેથી ખરીદે છે સૌથી વધુ સોનું? જાણો ટોપ-6 દેશોની યાદી

ટાટા ગ્રુપના વિવાદમાં બોમ્બે હાઈકોર્ટનો નિર્ણય, ટાટા સન્સની બોર્ડ બેઠકને લીલી ઝંડી

સસ્તા રિચાર્જ પ્લાનને લઈને Jio-Airtel અને TRAI વચ્ચે વિવાદ, ગ્રાહકોને સૌથી પહેલાં બતાવવા પડશે આ ખાસ પ્લાન

YouTube, Instagram કે Facebook: 1 મિલિયન વ્યૂઝ પર કયું પ્લેટફોર્મ આપે છે સૌથી વધુ કમાણી? જાણો સંપૂર્ણ ગણિત

મુંબઈના વિકાસમાં સામાન્ય લોકો પણ કરી શકશે રોકાણ!, પહેલીવાર બોન્ડ લાવવાની તૈયારી, જાણો કેવી રીતે થશે કમાણી

સતત બીજા સપ્તાહે ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો, RBIના આંકડાએ વધારી ચિંતા




