KuberaNowLogo
Wednesday, 07/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Advertisement

હાઈકોર્ટના ચુકાદા પર હવે વિલંબ નહીં: ગુજરાત સરકારે નક્કી કરી ટાઈમ-બાઉન્ડ SOP

ગુજરાત સરકારે હાઈકોર્ટના ચુકાદાઓના સમયસર અમલ માટે તમામ વહીવટી વિભાગો માટે સ્પષ્ટ SOP નક્કી કરી છે.ચુકાદો સ્વીકારવો, અપીલ કરવી કે સમયવધારો માંગવો અને ત્રણેય પ્રક્રિયા હવે નિયત સમયમર્યાદા મુજબ કરવાની રહેશે.

desk@kuberanowPublished On : 7 Oct 2026
court
Gujarat Govt AI Generated Image

ગુજરાત સરકારે હાઈકોર્ટના ચુકાદાઓના અમલમાં થતા વહીવટી વિલંબને ઘટાડવા માટે મહત્વનું પગલું લીધું છે. રાજ્યના તમામ વહીવટી વિભાગો માટે નવી Standard Operating Procedure (SOP) નક્કી કરવામાં આવી છે. હવે હાઈકોર્ટનો ચુકાદો મળ્યા બાદ તેને સ્વીકારવો, તેની સામે અપીલ કરવી અથવા જરૂરી હોય તો કોર્ટ પાસેથી સમયવધારો માંગવો. આ તમામ પ્રક્રિયા નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવાની રહેશે.


હાઈકોર્ટના ચુકાદા બાદ નિર્ણય લેવાની પ્રક્રિયા સ્પષ્ટ

નવી SOP મુજબ જો સંબંધિત વહીવટી વિભાગ હાઈકોર્ટના ચુકાદાને સ્વીકારે છે, તો નાણાં વિભાગ દ્વારા નક્કી કરાયેલી પ્રક્રિયા અનુસાર જરૂરી કાર્યવાહી કરવી પડશે. જો વિભાગને ચુકાદા સામે અપીલ કરવી યોગ્ય લાગે, તો વિભાગીય અભિપ્રાય સાથે કાયદા વિભાગની સલાહ લેવાની રહેશે અને નિયત સમયમર્યાદામાં લિટિગેશનની પ્રક્રિયા શરૂ કરવી પડશે. સાથે જ કાયદા વિભાગ દ્વારા 29 જૂન 2024ના રોજ જાહેર કરાયેલા નિર્દેશોનું પાલન કરવાની જવાબદારી પણ સંબંધિત વિભાગની રહેશે.


અપીલની દરખાસ્તમાં દસ્તાવેજો અપલોડ કરવા પડશે

અપીલ માટેની દરખાસ્ત તૈયાર કરતી વખતે ઈ-ફાઈલમાં નોંધાયેલી નોંધ સાથે સંબંધિત દસ્તાવેજોને ઈ-સરકાર પ્રણાલીમાં અપલોડ કરવા અનિવાર્ય બનાવવામાં આવ્યા છે. સંદર્ભિત દસ્તાવેજો અને માહિતીની સ્પષ્ટ હાઈપરલિંક આપવાની રહેશે. ઉપરાંત, સક્ષમ અધિકારીની સહીવાળી ચેકલિસ્ટમાં વિલંબના કારણો સહિત જરૂરી વિગતો નોંધવાની રહેશે. આ પ્રક્રિયાથી અપીલની દરખાસ્તમાં દસ્તાવેજોની સંપૂર્ણતા અને પ્રક્રિયાની સ્પષ્ટતા જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.


સમયમર્યાદા ચૂકી તો જવાબદારી નક્કી થશે

સરકારે સ્પષ્ટ કર્યું છે કે સમયમર્યાદાના અંતિમ તબક્કામાં કાયદા વિભાગ સમક્ષ દરખાસ્ત મોકલવાથી થતા બિનજરૂરી વિલંબને અટકાવવાની જવાબદારી સંબંધિત વિભાગની રહેશે. જો કોઈ કિસ્સામાં નિયત સમયમર્યાદાના ઉલ્લંઘન માટે કોઈ અધિકારી જવાબદાર જણાશે, તો લાગુ નિયમો અનુસાર જરૂરી કાર્યવાહી કરવાની જવાબદારી વિભાગના વડાની રહેશે.


સમયસર અમલ શક્ય ન હોય તો કોર્ટ પાસેથી સમયવધારો

કેટલાક કિસ્સાઓમાં વ્યવહારુ કારણોસર હાઈકોર્ટના આદેશનો નિર્ધારિત સમયગાળામાં અમલ કરવો શક્ય ન હોય શકે છે. રેકોર્ડ ઉપલબ્ધ ન હોવો, સેવા સંબંધિત જરૂરી માહિતીનો અભાવ અથવા ચુકાદા અનુસાર નિર્ણય લેવાની પ્રક્રિયા પડતર હોવા જેવી સ્થિતિમાં વિભાગ સમયવધારો માંગી શકે છે. આ માટે સંબંધિત વિભાગે હાઈકોર્ટમાં Miscellaneous Civil Application for Time Extension દાખલ કરવાની રહેશે. મહત્વનું એ છે કે આ અરજી મૂળ ચુકાદામાં હાઈકોર્ટ દ્વારા નિર્ધારિત સમયમર્યાદાની અંદર જ દાખલ કરવાની રહેશે.


ત્રણેય વિકલ્પો માટે ટાઇમ-બાઉન્ડ સિસ્ટમ

નવી SOP હેઠળ હાઈકોર્ટના ચુકાદા બાદ અમલ, અપીલ અથવા સમયવધારો ત્રણેય પરિસ્થિતિ માટે વહીવટી પ્રક્રિયા સ્પષ્ટ કરવામાં આવી છે. તેનો હેતુ ન્યાયિક આદેશોના અમલમાં બિનજરૂરી વિલંબ ઘટાડવાનો અને સમયમર્યાદા અંગે જવાબદારી વધુ સ્પષ્ટ કરવાનો છે.


આ પણ વાંચો : માત્ર રોકાણ નહીં, પરિવારની આર્થિક સુરક્ષા; પોલિસી લેતા પહેલાં આ બાબતો સમજો

આ પણ જુઓ :

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Kubera Commodity

Market

See more
  1. Asian Markets: મોંઘા ક્રૂડે બગાડી બાજી! $101 ક્રૂડ અને બોન્ડ યીલ્ડથી રોકાઈ તેજી
  2. Opening Bell: માર્કેટ ખુલતાં જ સેન્સેક્સ 400થી વધુ પોઈન્ટ તૂટ્યો
  3. Global Cues : GIFT Niftyથી Wall Street સુધી ક્યાં જોવા મળી રહી છે તેજી
  4. Vans Electroengineerings Listing: 90% પ્રીમિયમ બાદ શેરમાં 5%ની અપર સર્કિટ
crypto GDB India

Economy

See more
  1. ભારતનો GDP Growth 7.3% રહેવાનો અંદાજ: નાણા મંત્રાલય
  2. મોદી સરકારે છ રવી પાક માટે MSP વધાર્યા, રૂ. 2.79 લાખ કરોડના પેકેજને મંજૂરી
  3. Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
  4. Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા

Personal Finance

See more
  1. Online Insurance લેતાં પહેલાં આ 6 Dark Patternsથી રહો સાવધાન !
  2. RBI New Rules: 1 ઓક્ટોબરથી બદલાશે Bulk Depositના નિયમો
  3. ખાલી પેનલ્ટી નહીં, આખું ખાતું બંધ થઈ શકે! RD ડિફોલ્ટના આ નિયમો જાણો
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના