KuberaNowLogo
Wednesday, 07/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Advertisement

Opening Bell: માર્કેટ ખુલતાં જ સેન્સેક્સ 400થી વધુ પોઈન્ટ તૂટ્યો

વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. અમેરિકાના મુખ્ય સૂચકાંકોમાં તેજી જોવા મળી છે, જ્યારે એશિયન બજારો રેકોર્ડ સ્તરની નજીક સ્થિર રહ્યા છે.

desk@kuberanowPublished On : 7 Oct 2026
Indian Stock Market
Indian Stock MarketAI Image

સતત બે સત્રની રિકવરી બાદ બુધવારે ભારતીય શેરબજાર સામાન્ય ઘટાડા સાથે ખૂલ્યું છે. સેન્સેક્સ 102.43 પોઈન્ટ ઘટી 72,965.38 પર 0.14% ઘટાડા સાથે ખુલ્યો છે. નિફ્ટી50 85.65 પોઈન્ટ ઘટી 22,690.45 પર 0.38% ઘટાડા સાથે ખુલ્યો છે.


વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. અમેરિકાના મુખ્ય સૂચકાંકોમાં તેજી જોવા મળી છે, જ્યારે એશિયન બજારો રેકોર્ડ સ્તરની નજીક સ્થિર રહ્યા છે. બીજી તરફ, બ્રેન્ટ ક્રૂડનો ભાવ બેરલદીઠ 101 ડોલરને પાર પહોંચ્યો છે અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી સતત આઠમા સત્રમાં પણ ચાલુ રહી છે. વહેલી સવારના કારોબારમાં GIFT Nifty આશરે 22,743.50 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જેમાં લગભગ 30 પોઇન્ટનો ઘટાડો હતો. આ સંકેત ભારતીય બજારમાં સપાટથી સામાન્ય નકારાત્મક શરૂઆતની શક્યતા દર્શાવે છે.


6 ઑક્ટોબરે ભારતીય શેરબજારમાં સતત બીજા સત્રમાં સુધારો જોવા મળ્યો હતો. વિવિધ ક્ષેત્રોના શેરોમાં ખરીદી અને સકારાત્મક વૈશ્વિક સંકેતોને કારણે નિફ્ટીએ 22,700ની સપાટી ફરી હાંસલ કરી હતી, જ્યારે સેન્સેક્સમાં 600 પોઇન્ટથી વધુનો વધારો નોંધાયો હતો. કારોબારના અંતે સેન્સેક્સ 685.34 પોઇન્ટ અથવા 0.95 ટકા વધીને 73,067.81 પર બંધ થયો હતો. નિફ્ટી 220.35 પોઇન્ટ અથવા 0.98 ટકાના વધારા સાથે 22,776.10 પર પહોંચ્યો હતો. મોટી કંપનીઓની સાથે મધ્યમ અને નાની કંપનીઓના શેરોમાં પણ ખરીદી જોવા મળી હતી. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સમાં આશરે 1 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં 1.5 ટકાનો વધારો થયો હતો.


આ પણ વાંચો: રિઝર્વ બેન્ક બુધવારે વ્યાજદરમાં વધારો મુલતવી રાખી શકે


આ પણ જુઓ:

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Kubera Commodity

Market

See more
  1. શેરબજારના હાલ બેહાલ! 25 વર્ષમાં પહેલીવાર સતત 8 અઠવાડિયા સુધી ઘટ્યું બજાર, ₹20 લાખ કરોડ સ્વાહા
  2. Multibagger Stocks: "7 દિન મે પૈસા ડબલ" IPO બાદ આ કંપનીનો શેર રોકેટ બનીને ભાગ્યો
  3. NSEની મોટી યોજના, કોર્પોરેટ બોન્ડ ઈન્ડેક્સ વાયદાને સેબીની મંજૂરી, હવે RBI પર નજર
  4. Auto Stocksમાં વેચવાલી: Bajaj Autoનો શેરમાં કડાકો, સપ્ટેમ્બરના વેચાણ આંકડાએ કેમ વધારી ચિંતા

Economy

See more
  1. ભારતનો GDP Growth 7.3% રહેવાનો અંદાજ: નાણા મંત્રાલય
  2. મોદી સરકારે છ રવી પાક માટે MSP વધાર્યા, રૂ. 2.79 લાખ કરોડના પેકેજને મંજૂરી
  3. Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
  4. Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા
GDB India

Personal Finance

See more
  1. Online Insurance લેતાં પહેલાં આ 6 Dark Patternsથી રહો સાવધાન !
  2. RBI New Rules: 1 ઓક્ટોબરથી બદલાશે Bulk Depositના નિયમો
  3. ખાલી પેનલ્ટી નહીં, આખું ખાતું બંધ થઈ શકે! RD ડિફોલ્ટના આ નિયમો જાણો
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના