KuberaNowLogo
Saturday, 21/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Taiwan bans short sales : જંગી કડાકા પછી રોકાણકારોનો વિશ્વાસ જાળવવા લીધું મોટું પગલું

બજારમાં અસ્થિરતા ઘટાડવા સરકારનો પ્રયાસ, વૈશ્વિક ટેક શેરોમાં વેચવાલીની અસર, ત્રણ દાયકામાં સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો

Kuberanow DeskPublished On : 21 Nov 2026
Taiwan Stock Ban.png
AI Generated Image

વૈશ્વિક શૅરબજારમાં જંગી વેચવાલી વચ્ચે તાઈવાને તેના શૅરબજારને સંભાળવા માટે મોટું પગલું ભર્યું છે. તાઈવાનના નાણાકીય નિયામક ફાઈનાન્સિયલ સુપરવાઈઝરી કમીશન (FSC)એ સ્થાનિક શૅરોમાં શોર્ટ સેલિંગ પર નવા પ્રતિબંધો લગાવવાનો નિર્ણય કર્યો છે. તેનો આશય બજારમાં વધતી અસ્થિરતા ઘટાડવા અને રોકાણકારોનો વિશ્વાસ જાળવવાનો છે.


નવા નિયમો હેઠળ રોકાણકાર કોઈ શૅરને પાછલા કારોબારી દિવસના બંધ ભાવથી ઓછી કિંમતે શોર્ટ સેલ નહીં કરીશકે. આ નવા પ્રતિબંધ 23 નવેમ્બર 2026થી લાગુ થશે. સતત તિવ્ર ઉતાર-ચઢવા અને શૅરોમાં વેચવાલીનું દબાણ વધ્યા પછી નિયામકે આ પગલું ઉઠાવ્યું છે.


AI સેક્ટરમાં ચિંતાથી તાઈવાનના બજાર પર અસર

તાઈવાનના શૅરબજારમાં તાજેતરના કડાકાનું મોટું કારણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સેક્ટર અંગે વધતી ચિંતાઓ છે. અમેરિકન ટેક્નોલોજી શૅરોમાં ભારે વેચવાલીની અસર એશિયાના બજારો પર પણ પડી છે. તાઈવાન દુનિયાના અગ્રણી સેમીકન્ડક્ટર અને એડવાન્સડ ચિપ ઉત્પાદકોનું કેન્દ્ર છે. એવામાં AI કારોબારની ભવિષ્યની સંભાવનાઓ, કંપનીઓના વેલ્યુએશન અને જંગી રોકાણથી થનારી કમાણી અંગે સવાલ ઊઠવાથી તાઈવાનનું બજાર પણ જબરજસ્ત દબાણમાં આવી ગયું છે. તાઈવાનનો મુખ્ય શૅર સૂચકાંક Taiex શુક્રવારે 6 ટકાથી વધુ તૂટ્યો હતો. આ ઘટાડા સાથે બજારમાં છેલ્લા ત્રણ દાયકા કરતાં વધુ સમયનો સૌથી ખરાબ સાપ્તાહિક ઘટાડો નોંધાયો હતો.


અગાઉ પણ નિયમો આકરા કરાયા હતા

તાઈવાનના નિયામકે બજારને સ્થિર કરવા માટે અગાઉ પણ શોર્ટ સેલિંગ પર અનેક પ્રતિબંધો મૂક્યા હતા. 19 નવેમ્બરે જાહેર કરાયેલા નિયમો હેઠળ જે શૅરોમાં એક કારોબારી દિવસમાં 3.5 ટકા અથવા તેનાથી વધુનો ઘટાડો નોંધાય તો તેમાં આગામી કારોબારી દિવસે પાછલા દિવસના બંધ ભાવથી નીચે શોર્ટ સેલિંગની મંજૂરી નહીં મળે. આ સિવાય ઉધાર લેવાયેલા શૅરો મારફત ઈન્ટ્રા-ડે શોર્ટ સેલિંગની દૈનિક મર્યાદાને છેલ્લા 30 કારોબારી દિવસના સરેરાશ ટ્રેડિંગ વોલ્યુમના 3 ટકાથી ઘટાડીને 1 ટકા કરી દેવાયું હતું. હવે નિયામકે નવા પ્રતિબંધો માટે મારફત બજારમાં ઘટાડા દરમિયાન શોર્ટ સેલિંગના દબાણને વધુ મર્યાદિત કરવાનો પ્રયત્ન કર્યો છે.


શૅર ઉધાર આપવા પર પણ આકરી અપીલ

નિયામકે નાણાકીય સંસ્થાઓ અને અન્ય શૅર ધિરાણકર્તાઓને અસ્થાયીરૂપે શૅર ઉધાર આપવાની પ્રક્રિયા રોકવા માટે અપીલ કરી છે. જે શૅરોને પહેલાથી જ ઉધાર અપાઈ ચૂક્યા છે, તેને સમય કરતાં પહેલા પાછા લેવા અથવા તેની મુદત પૂરી થવા પર ફરીથી ઉધાર ન આપવાનું પણ સૂચન કરાયું છે. આ સાથે નવા કોલ વોરન્ટ આપવાની અરજીઓ પર પણ અસ્થાયી પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાયો છે.


15 અબજ ડોલરનું સ્ટેબિલાઈઝેશન ફંડ પણ સક્રિય

બજારમાં ઘટાડો રોકવા માટે તાઈવાન સરકાર પહેલાથી જ અંદાજે 15 અબજ ડોલરનું સ્ટોક સ્ટેબિલાઈઝેશન ફંડ સક્રિય કરી ચૂકી છે. નાણાં મંત્રાલય મુજબ આ ફંડ બજારમાં સ્થિરતા જાળવી રાખવા અને જરૂર પડવા પર શૅરોની ખરીદી મારફત સમર્થન આપવા માટે કામ કરી રહ્યું છે. સરકારનું કહેવું છે કે આંતરરાષ્ટ્રરીય બજારમાં અનિશ્ચિતતા છતાં તાઈવાનનો આર્થિક પાયો મજબૂત છે અને લિસ્ટેડ કંપનીઓની કમાણીમાં વૃદ્ધિ ચાલુ છે.


પ્રતિબંધોથી બજારમાં તેજીની ખાતરી નહીં

નિષ્ણાતો મુજબ શોર્ટ સેલિંગ પર પ્રતિબંધથી શૅરો પર તાત્કાલિક વેચવાલીનું દબાણ થોડું ઓછું થઈ શકે છે, પરંતુ તેનાથી બજારમાં તેજી પાછી ફરવાની કોઈ ગેરેન્ટી નથી. બજારની દિશા ઘણી હદ સુધી AI સેક્ટરમાં રોકાણની સંભાવનાઓ, વૈશ્વિક ટેક કંપનીઓની કમાણી, અમેરિકન વ્યાજ દરો અને વિદેશી રોકાણકારોના વલણ પર નિર્ભર કરશે. તાઈવાનની વર્તમાન કાર્યવાહી એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકન બજારમાં AI કંપનીઓના શૅરોમાં જંગી કડાકો બોલાયો છે અને તેના કારણે દુનિયાભરમાં રોકાણકારોની ચિંતા વધી ગઈ છે. હવે રોકાણકારોની નજર 23 નવેમ્બરે તાઈવાનનું બજાર ખુલવા અને નવા પ્રતિબંધોની અસર પર રહેશે.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

India ETF

દેશમાં માર્ચ પછી ઇક્વિટી ETF ઇનફ્લો સૌથી ઊંચા સ્તરે

FII Buying.png

FIIsએ તોડ્યા જૂના રેકોર્ડ, 20 દિવસમાં ₹1.16 લાખ કરોડની ખરીદીથી ધમાકેદાર વાપસી

Railway Stock

એક પછી એક 4 મોટા ઓર્ડર! ₹417 કરોડની ડીલ બાદ સોમવારે આ શેર પર રહેશે બજારની નજર

US Market down

US Marketsમાં AIનો ફફડાટ! Nasdaq 100માં 5.6%, Nvidiaમાં 14% કડાકો; S&P 500 કરેક્શનમાં

Anthropic Stock Drops 9% After Record $81.3B Nasdaq IPO

રેકોર્ડબ્રેક $81.3 બિલિયન IPO બાદ એન્થ્રોપિકનો શેર 9% તૂટ્યો, વોલ સ્ટ્રીટ પર AI શેરોમાં હાહાકાર

Reliance Promoters Buy 4.26 Lakh Shares

રિલાયન્સ પર પ્રમોટર્સનો ભરોસો: ખુલ્લા બજારમાંથી 4.26 લાખ શેર ખરીદ્યા, જાણો નવો ટાર્ગેટ ભાવ

Sensex Rejig 2026

સેન્સેક્સના 30 શેરમાં મોટો ફેરફાર, Trent બહાર, આ કંપનીને મળશે સ્થાન

FPIs Invest Record Rs 1.15 Lakh Crore in Indian Market

શેરબજારમાં તેજીના એંધાણ: FPI એ એક જ મહિનામાં ઠાલવ્યા ₹1.15 લાખ કરોડ, આ સેક્ટરમાં સૌથી વધુ ખરીદી