KuberaNowLogo
Saturday, 21/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ભારતનું ઉદાહરણ આપી ટ્રમ્પે ફેડરલ રિઝર્વને ઘેર્યું, અમેરિકામાં વ્યાજદર ઘટાડવાની કરી માગ

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના આર્થિક વિકાસનું ઉદાહરણ આપીને અમેરિકાની કેન્દ્રીય બેન્ક ફેડરલ રિઝર્વની વ્યાજદર નીતિ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે દાવો કર્યો કે, જો અમેરિકામાં વ્યાજદર ઘટાડવામાં આવે તો દેશનો GDP વૃદ્ધિદર 15 ટકાથી 20 ટકા સુધી પહોંચી શકે છે.

Kuberanow DeskPublished On : 21 Nov 2026
Donald Trump US Economy
US EconomyAI Image

Donald Trump US Economy: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના આર્થિક વિકાસની પ્રશંસા કરતાં પોતાની જ કેન્દ્રીય બેન્ક ફેડરલ રિઝર્વ (Fed) સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે દાવો કર્યો છે કે, ભારત લગભગ 7 ટકાના દરે વિકાસ કરી રહ્યું છે અને ત્યાં વ્યાજદર પ્રમાણમાં ઓછા છે. જો અમેરિકામાં પણ વ્યાજદર ઘટાડવામાં આવે તો દેશનો આર્થિક વૃદ્ધિદર 15 ટકાથી 20 ટકા સુધી પહોંચી શકે છે.


ભારતનું ઉદાહરણ આપીને ફેડને ઘેર્યું

વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફેડરલ રિઝર્વની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, 'અમેરિકાના આર્થિક આંકડા સારા હોવા છતાં ફેડ વ્યાજદર ઊંચા રાખે છે. અર્થતંત્રમાં વ્યાજદર ઓછા હોવા જોઈએ, જેથી કંપનીઓને સસ્તી લોન મળે અને રોકાણ વધે.' બીજી તરફ તેમણે ભારતના લગભગ 7 ટકા GDP વૃદ્ધિદરનો ઉલ્લેખ કરીને અમેરિકાની આર્થિક વૃદ્ધિ પણ વધુ ઝડપી બની શકે તેવો દાવો કર્યો હતો.


અમેરિકાનો GDP 20% વધી શકે?

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના જણાવ્યાનુસાર, અમેરિકાની અર્થવ્યવસ્થા 4 ટકાના બદલે 14 ટકા, 15 ટકા અથવા 20 ટકા સુધી વધી શકે છે. ઓછા વ્યાજદરથી ઉદ્યોગોને સસ્તું ધિરાણ મળશે અને સરકારને દેવું ઝડપથી ચૂકવવામાં મદદ મળશે. જોકે, ટ્રમ્પે પોતાના 20 ટકા વૃદ્ધિના દાવાને સમર્થન આપોત કોઈ અલગ આર્થિક અભ્યાસ અથવા ગણતરી રજૂ કરી નથી.


ફેડરલ રિઝર્વ વ્યાજદર કેમ નથી ઘટાડતું?

અમેરિકામાં મોંઘવારી હજુ ફેડરલ રિઝર્વના 2 ટકાના લક્ષ્યાંકથી ઉપર છે. સપ્ટેમ્બરમાં PCE આધારિત વાર્ષિક મોંઘવારી 3.6 ટકા અને કોર PCE મોંઘવારી 3.1 ટકા નોંધાઈ હતી. ફેડે સપ્ટેમ્બર 2026માં વ્યાજદર 0.25 ટકા પોઇન્ટ વધારીને 3.75 ટકાથી 4 ટકા કર્યો હતો. ત્યારબાદ 27-28 ઓક્ટોબરની બેઠકમાં વ્યાજદર યથાવત્ રાખવામાં આવ્યો હતો. બે નીતિ નિર્માતાઓએ વધુ 0.25 ટકા પોઇન્ટનો વધારો કરવાની તરફેણ કરી હતી.


ભારતમાં પણ મોંઘવારીનું દબાણ

ભારતમાં પણ મોંધવારીની સમસ્યા વધી રહી છે. ઓક્ટોબરમાં છૂટક મોંઘવારી આરબીઆઈની 6 ટકાની ઉપલી મર્યાદા પાર કરી ગઈ હતી. આરબીઆઈએ ઓક્ટોબરમાં રેપો રેટ 0.25 ટકા પોઇન્ટ વધારીને 5.5 ટકા કર્યો હતો. અર્થશાસ્ત્રીઓ ડિસેમ્બર 2026 અને ફેબ્રુઆરી 2027ની બેઠકોમાં વધુ વ્યાજદર વધારાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. આમ, ભારત અને અમેરિકા બંને દેશોની કેન્દ્રીય બેન્કો સામે આર્થિક વિકાસને ટેકો આપવાની સાથે મોંઘવારી નિયંત્રણમાં રાખવાનો પડકાર છે.

આ પણ વાંચો: વૈશ્વિક સ્તરે એનર્જી સ્ટોરેજ કંપનીઓને મળતા ભંડોળમાં 49%નો ઉછાળો, રોકાણ $16.7 અબજ પર પહોંચ્યું


Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Anil Agarwal on Privatisation

ભારતની અર્થવ્યવસ્થા મજબૂત કરવા અનિલ અગ્રવાલનો પ્લાન, ખાનગીકરણથી લઈને સ્ટાર્ટઅપ્સ સુધી આપ્યાં સૂચનો

Adani Energy Solutions Order

અદાણી ગ્રૂપને મળ્યો 25 વર્ષનો મેગા ઓર્ડર, હવે આ રાજ્યમાં આપશે 1,750 MW વીજળી

GSTN

E-Way Billમાં મેટ્રોની એન્ટ્રી! માલ પરિવહન માટે GSTNએ ઉમેર્યો પાંચમો વિકલ્પ

India Wedding Season 2026

Wedding Season 2026: દેશમાં 25 દિવસમાં 52 લાખ લગ્ન ! ₹7.5 લાખ કરોડના કારોબારનો અંદાજ

Rupee Strengthening Against Dollar

Rupee vs Dollar: એક જ દિવસમાં 62 પૈસા મજબૂત થયો રૂપિયો, 2017 પછી સૌથી મોટી માસિક તેજીના એંધાણ

India Core Sector Growth October 2026

ભારતના કોર સેક્ટરે પકડી રફ્તાર! ઓક્ટોબરમાં 10.9% વૃદ્ધિ, જાણો કયા ક્ષેત્રે બાજી મારી

India Forex Reserves Drop

India Forex Reserves: ભારતના ફોરેક્સ રિઝર્વમાં મોટો કડાકો, એક જ અઠવાડિયામાં $14.2 અબજ ઘટીને $705.34 અબજ થયું

Union Budget 2027: FM Sitharaman Holds Pre-Budget Meet

કેન્દ્રીય બજેટ 2027-28: નાણામંત્રી નિર્મલા સીતારમણે અર્થશાસ્ત્રીઓ સાથે યોજી પ્રથમ પ્રી-બજેટ બેઠક, જાણો મહત્વના મુદ્દા