KuberaNowLogo
Saturday, 21/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ભારતની અર્થવ્યવસ્થા મજબૂત કરવા અનિલ અગ્રવાલનો પ્લાન, ખાનગીકરણથી લઈને સ્ટાર્ટઅપ્સ સુધી આપ્યાં સૂચનો

વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલે ભારતના આર્થિક વિકાસ અને રોજગારી વધારવા માટે સરકાર અને ખાનગી ક્ષેત્રને સાથે મળીને કામ કરવાની અપીલ કરી છે. તેમણે સરકારી કંપનીઓના વ્યાપક ખાનગીકરણની દરખાસ્ત રજૂ કરતાં બે મહત્વપૂર્ણ શરતો સૂચવી છે.

Kuberanow DeskPublished On : 21 Nov 2026
Anil Agarwal on Privatisation
Anil Agarwal AI Image

Anil Agarwal on Privatisation: ભારતને આર્થિક રીતે વધુ મજબૂત બનાવવા અને કરોડો યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવા વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલે મહત્વપૂર્ણ સૂચનો રજૂ કર્યા છે. સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં તેમણે ફિક્કી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્યોગજગત સમક્ષ રજૂ કરેલા વિચારોનો ઉલ્લેખ કર્યો હતો. અગ્રવાલના મતે દેશના ઝડપી વિકાસ માટે સરકાર અને ખાનગી ક્ષેત્ર વચ્ચે વધુ મજબૂત ભાગીદારી જરૂરી છે.


સરકારી કંપનીઓનું ખાનગીકરણ, પણ બે શરતો સાથે

વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલે કુદરતી સંસાધનો, ઊર્જા, ઉત્પાદન અને ભારે ઉદ્યોગો સહિતનાં ક્ષેત્રોમાં સરકારી માલિકીની કંપનીઓનું વધુ વ્યાપક ખાનગીકરણ કરવાની દરખાસ્ત રજૂ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, 'ખાનગી ક્ષેત્રના મેનેજમેન્ટથી ઉત્પાદકતામાં વધારો થઈ શકે છે, રોજગારીની નવી તકો ઊભી થઈ શકે છે અને એમએસએમઈના વિકાસને પ્રોત્સાહન મળી શકે છે. ખાનગીકરણ સાથે બે શરતો જોડાયેલી હોવી જોઈએ. પ્રથમ, કોઈ કર્મચારીને નોકરીમાંથી છૂટો કરવામાં ન આવે અને બીજી, રોજગારીમાં ત્રણ ગણો વધારો કરવામાં આવે.' આ ઉપરાંત તેમણે કંપનીઓના હસ્તાંતરણના વિકલ્પ તરીકે જાહેર જનતાને કંપનીઓના શેરનું વિતરણ કરવાની વાત પણ કરી છે. ખાનગીકરણથી મળતી રકમનો ઉપયોગ સરકારનું દેવું ઘટાડવા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવા માટે થઈ શકે છે.


વડાપ્રધાન મોદીના વિશ્વાસ અને ભરોસાના અભિગમ પર ભાર મૂકતાં અગ્રવાલે લાંબી અને જટિલ મંજૂરી પ્રક્રિયાના સ્થાને સ્વ-પ્રમાણન અને સરળ નિયમો લાગુ કરવાની અપીલ કરી છે. સરકારે સ્પષ્ટ નિયમો બનાવવા જોઈએ અને ઓડિટ દ્વારા તેનું પાલન થાય તેની ખાતરી કરવી જોઈએ. આના પરિણામે ઉદ્યોગો અને નવા વ્યવસાયો ઝડપથી શરૂ કરી શકાશે અને તેમનો વ્યાપ પણ ઝડપથી વધારી શકાશે.


ખનિજ સંશોધનથી સ્ટાર્ટઅપ્સને નવી તક

અનિલ અગ્રવાલે ખનિજો, ધાતુઓ અને હાઇડ્રોકાર્બન ક્ષેત્રોમાં સંશોધનને યુવા ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપ્સ માટે એક મોટી તક ગણાવી છે. તેમણે એવી વ્યવસ્થા ઊભી કરવાની હિમાયત કરી છે, જેના હેઠળ સંશોધન ક્ષેત્રે કામ કરતા સ્ટાર્ટઅપ્સ પોતાની શોધો ઓએનજીસી અને હિન્દુસ્તાન ઝિંક જેવી સ્થાપિત કંપનીઓને વેચી શકે. આ કંપનીઓ પાસે મોટા પાયે ખાણકામ અને પ્રક્રિયા સંબંધિત રોકાણ કરવાની ક્ષમતા છે. તેમના મતે, આ વ્યવસ્થાથી સેંકડો સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન મળી શકે છે, યુવાનો માટે ઉદ્યોગસાહસિક બનવાની તકો ઊભી થઈ શકે છે અને દેશની સ્થાનિક સંસાધન વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી શકાય છે.


રોજગારી માટે રાષ્ટ્રીય જનઆંદોલનની અપીલ

ઉદ્યોગજગત, સરકાર અને નાગરિકોને ખાનગીકરણ, સેલ્ફ-સર્ટિફિકેશન અને સંશોધનને કેન્દ્રમાં રાખીને એક રાષ્ટ્રીય જનઆંદોલન ઊભું કરવા માટે સાથે આવવાની અપીલ કરી છે. ખાદ્ય ક્ષેત્રે આત્મનિર્ભરતા હાંસલ કરવામાં 'જય જવાન, જય કિસાન' આંદોલનને મળેલી સફળતાનો ઉલ્લેખ કરતાં તેમણે રોજગારી ઊભી કરવા, લોકોની આવક વધારવા અને ભારતીય રૂપિયાને મજબૂત બનાવવા માટે આવા જ સામૂહિક પ્રયાસની હિમાયત કરી છે.

આ પણ વાંચો: Taiwan bans short sales : જંગી કડાકા પછી રોકાણકારોનો વિશ્વાસ જાળવવા લીધું મોટું પગલું

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Donald Trump US Economy

ભારતનું ઉદાહરણ આપી ટ્રમ્પે ફેડરલ રિઝર્વને ઘેર્યું, અમેરિકામાં વ્યાજદર ઘટાડવાની કરી માગ

Adani Energy Solutions Order

અદાણી ગ્રૂપને મળ્યો 25 વર્ષનો મેગા ઓર્ડર, હવે આ રાજ્યમાં આપશે 1,750 MW વીજળી

GSTN

E-Way Billમાં મેટ્રોની એન્ટ્રી! માલ પરિવહન માટે GSTNએ ઉમેર્યો પાંચમો વિકલ્પ

India Wedding Season 2026

Wedding Season 2026: દેશમાં 25 દિવસમાં 52 લાખ લગ્ન ! ₹7.5 લાખ કરોડના કારોબારનો અંદાજ

Rupee Strengthening Against Dollar

Rupee vs Dollar: એક જ દિવસમાં 62 પૈસા મજબૂત થયો રૂપિયો, 2017 પછી સૌથી મોટી માસિક તેજીના એંધાણ

India Core Sector Growth October 2026

ભારતના કોર સેક્ટરે પકડી રફ્તાર! ઓક્ટોબરમાં 10.9% વૃદ્ધિ, જાણો કયા ક્ષેત્રે બાજી મારી

India Forex Reserves Drop

India Forex Reserves: ભારતના ફોરેક્સ રિઝર્વમાં મોટો કડાકો, એક જ અઠવાડિયામાં $14.2 અબજ ઘટીને $705.34 અબજ થયું

Union Budget 2027: FM Sitharaman Holds Pre-Budget Meet

કેન્દ્રીય બજેટ 2027-28: નાણામંત્રી નિર્મલા સીતારમણે અર્થશાસ્ત્રીઓ સાથે યોજી પ્રથમ પ્રી-બજેટ બેઠક, જાણો મહત્વના મુદ્દા