
રિઝર્વ બેન્ક બુધવારે વ્યાજદરમાં વધારો મુલતવી રાખી શકે
મોટાભાગના અર્થશાસ્ત્રીઓની 0.25 બેસિસ પોઇન્ટની વૃદ્ધિની આશાથી બીઓબીના ચીફ ઇકોનોમિસ્ટનો વિપરીત મત

મુંબઈઃ રિઝર્વ બેન્ક ઓક્ટોબરની પોલિસી મીટિંગમાં રેપો રેટમાં વધારો મુલતવી રાખી શકે છે, આવું માને છે બેન્ક ઓફ બરોડાના ચીફ ઇકોનોમિસ્ટ મદન સબનવીસ. આમ તેમણે મોટાભાગના અર્થશાસ્ત્રીઓ 0.25 બેસિસ પોઇન્ટની વૃદ્ધિની આશા રાખી રહ્યા છે તેનાથી વિપરીત મત આપ્યો છે.
તેમણે આની પાછળના કારણ આપતા જણાવ્યું હતું કે રિઝર્વ બેન્ક ફુગાવા, ખરીફ પાકના આંકડા અને સિસ્ટમમાં વધુ પડતી તરલતાની અસરનો અભ્યાસ કરશે અને તેના પછી તે વ્યાજદરમાં વધારા અંગે નિર્ણય લઈ શકે છે. તેથી આ બધા મોરચે સ્થિતિ ડિસેમ્બર સુધીમાં સ્પષ્ટ થશે. તેથી રિઝર્વ બેન્ક હાલમાં વ્યાજદર ન વધારીને ડિસેમ્બરથી તેમાં વધારો કરવાનો પ્રારંભ કરી શકે છે. આ બધા મોરચે સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી રિઝર્વ બેન્ક રેટમાં વૃદ્ધિ કરવાનો નિર્ણય ન પણ લે.
તેમણે જણાવ્યું હતું કે ઓગસ્ટ પછી આર્થિક સ્થિતિમાં ખાસ ફેરફાર થયો નથી. હવે એમપીસી આગામી મહિનાઓમાં ફુગાવાના આંકડા ઊંચે જાય તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. હાલમાં ફુગાવો 4.8 ટકા છે અને સબનવીસ માને છે કે આગામી મહિનાઓમાં ફુગાવો છ ટકાએ પહોંચી જશે તેમ લાગે છે.
તેમણે જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં રિઝર્વ બેન્ક પાસે ખરીફ પાકથી લઈને ફુગાવો કેટલો હશે તેના અંગે સ્પષ્ટ ચિત્ર હશે. આ ઉપરાંત તહેવારોની સીઝન શરૂ થતી હોવાથી પણ સેન્ટ્રલ બેન્ક વ્યાજદરમાં વધારો મુલતવી રાખી શકે. ઊંચો ઋણ ખર્ચ મકાન ખરીદવાથી લઈને ઓટોમોબાઇલ ખરીદવા સુદ્ધાના નિર્ણયોને પ્રભાવિત કરી શકે છે.
સબનવીસે ઉમેર્યુ હતું કે હું દરમાં વધારાનો વિરોધી નથી. હું તો માનું છું કે તે જરૂરી જ છે, પરંતુ તે ક્યારે કરવાનો છે તે જ નક્કી કરવાનું છે. બીજું એક પરિબળ બેન્કિંગ સિસ્ટમમાં તરલતાનું છે, જેને 12 લાખ કરોડથી ઘટાડીને પાંચથી છ લાખ કરોડ કરવામાં આવી છે. એફસીએનઆર થાપણોએ બેન્કોને 6.5થી 6.75 ટકાએ ફંડ પૂરુ પાડ્યું છે. તેથી સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ અને બલ્ક ડિપોઝિટ માર્કેટ્સથી ફંડ મેળવવાની જરૂરિયાત ઘટી ગઈ છે.
તેમનું માનવું છે કે વ્યાજદરમાં વધારો કરવામાં આવે તો ડિસેમ્બર, ફેબ્રુઆરી અને એપ્રિલમાં 0.25-0.25 બેસિસ પોઇન્ટ એમ કુલ 0.75 બેસિસ પોઇન્ટનો વધારો કરી શકે છે. ફુગાવો પાંચ ટકાની આસપાસ જળવાય તો વર્તમાન સંજોગો મુજબ વ્યાજદર વધારો એક ટકા સુધી થઈ શકે છે.
આ પણ જુઓઃ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Market
See more- શેરબજારના હાલ બેહાલ! 25 વર્ષમાં પહેલીવાર સતત 8 અઠવાડિયા સુધી ઘટ્યું બજાર, ₹20 લાખ કરોડ સ્વાહા
- Multibagger Stocks: "7 દિન મે પૈસા ડબલ" IPO બાદ આ કંપનીનો શેર રોકેટ બનીને ભાગ્યો
- NSEની મોટી યોજના, કોર્પોરેટ બોન્ડ ઈન્ડેક્સ વાયદાને સેબીની મંજૂરી, હવે RBI પર નજર
- Auto Stocksમાં વેચવાલી: Bajaj Autoનો શેરમાં કડાકો, સપ્ટેમ્બરના વેચાણ આંકડાએ કેમ વધારી ચિંતા
Economy
See more- ભારતનો GDP Growth 7.3% રહેવાનો અંદાજ: નાણા મંત્રાલય
- મોદી સરકારે છ રવી પાક માટે MSP વધાર્યા, રૂ. 2.79 લાખ કરોડના પેકેજને મંજૂરી
- Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
- Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા


