શૈત્રુંજય પર્વત પર યાત્રાળુઓની સુરક્ષા માટે ડ્રોન અને વોચ ટાવરથી સિંહોની અવર-જવર પર નજર
પાલીતાણાના શૈત્રુંજય પર્વત પર સિંહોની હાજરીને ધ્યાનમાં રાખીને વન વિભાગ યાત્રાળુઓની સુરક્ષા માટે ડ્રોન નિરીક્ષણ, વોચ ટાવર અને સતત ટ્રેકિંગની વ્યવસ્થા કરશે. વિસ્તારને સાયલેન્ટ ઝોન જાહેર કરવાની પણ વિચારણા છે.

પાલીતાણાના પવિત્ર શૈત્રુંજય પર્વત પર છેલ્લા કેટલાક સમયથી જોવા મળતી એશિયાઇ સિંહોની અવર-જવરને ધ્યાનમાં રાખીને હજારો યાત્રાળુઓની સુરક્ષા માટે વન વિભાગ વિશેષ વ્યવસ્થા કરશે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ડ્રોન દ્વારા સતત નિરીક્ષણ, 4 વોચ ટાવર, ટ્રેકિંગ-સ્કેનિંગ અને સુરક્ષા માટે વધારાનું માનવબળ ગોઠવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ડ્રોનથી રાત-દિવસ નિરીક્ષણ
વન વિભાગ શૈત્રુંજય પર્વત વિસ્તારમાં ડ્રોન ટેકનોલોજીની મદદથી દિવસ-રાત સિંહોની હિલચાલ પર નજર રાખશે. સાથે 4 પ્રી-ફેબ્રિકેટેડ વોચ ટાવર અને 4 સેન્ટર-કમ-કેબિન ઊભા કરવાની યોજના છે. સિંહોની હિલચાલનું સતત ટ્રેકિંગ અને સ્કેનિંગ પણ કરવામાં આવશે, જેથી યાત્રાળુઓને સમયસર સતર્ક કરી શકાય.
સ્થાનિક યુવાનોને સુરક્ષા કામગીરીમાં જોડાશે
સિંહોના ટ્રેકિંગ અને યાત્રાળુઓની સુરક્ષા માટે સ્થાનિક યુવાનોની હંગામી ધોરણે ભરતી કરવાની યોજના છે. યાત્રા માર્ગને વધુ સુગમ બનાવવા પર્યાવરણને ધ્યાનમાં રાખીને તેના સમારકામ માટે પણ સૂચના આપવામાં આવી છે. વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે જાહેર કરવાની શક્યતા અંગે પણ વિચારણા કરવામાં આવશે.
સૂર્યાસ્ત પહેલાં યાત્રા પૂર્ણ કરવાની સલાહ
વન વિભાગે છેલ્લા એક વર્ષ દરમિયાન આ વિસ્તારમાં સિંહોની હાજરી અને તેમની હિલચાલનું અવલોકન અને વિશ્લેષણ કર્યું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓને સૂર્યોદય પછી યાત્રા શરૂ કરવા અને સૂર્યાસ્ત પહેલાં યાત્રા પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી છે. સાથે વન્યજીવોને કોઈ પ્રકારની કનડગત ન પહોંચે તે માટે યાત્રા દરમિયાન શાંતિ અને શિસ્ત જાળવવા પર ભાર મૂકાયો છે.
જૈન આગેવાનો સાથે સુરક્ષા વ્યવસ્થા પર ચર્ચા
ગાંધીનગરમાં શ્રી આણંદજી કલ્યાણજી પેઢીના જૈન આગેવાનો અને વન વિભાગના અધિકારીઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં યાત્રાળુઓની સુરક્ષા, વન્યજીવ સંરક્ષણ, ટ્રેકિંગ, ડ્રોન ટેકનોલોજી અને જરૂરી માળખાકીય સુવિધાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more- GDP વૃદ્ધિ 7.8% થતાં PM મોદીએ કહ્યું ‘નિરાશાવાદીઓ ખોટા પડ્યા, ભારત આગળ વધ્યું’
- યુદ્ધ અને વૈશ્વિક દબાણ વચ્ચે પણ ભારતની GDP વૃદ્ધિ 7.8%, અપેક્ષા કરતાં વધુ મજબૂત અર્થવ્યવસ્થા
- ચિપ ઉત્પાદનને વેગ આપવા સરકારની ₹1.27 લાખ કરોડની Semicon 2.0ના નિયમો જાહેર
- સરકારના પગલાં છતાં ખાંડના ભાવ ત્યાંના ત્યાં, દેશમાં સરેરાશ ભાવ ₹64.24 પ્રતિ કિલો

Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
