KuberaNowLogo
Wednesday, 30/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Advertisement

ગુજરાતના સ્ટાર્ટઅપનો સ્પેસમાં ડંકો, ઘરઆંગણે બનેલો થર્મલ કેમેરા હવે કરશે પૃથ્વીની દેખરેખ

ગુજરાતના અમદાવાદ સ્થિત Satleo સ્ટાર્ટઅપે તૈયાર કરેલો સ્વદેશી થર્મલ ઇન્ફ્રારેડ કેમેરા 1 ઓક્ટોબરે અવકાશમાં લોન્ચ થશે. આ ટેક્નોલોજી કૃષિ, સંરક્ષણ, શહેરી વિકાસ અને આબોહવા પરિવર્તન જેવા ક્ષેત્રોમાં ગરમીના ડેટા દ્વારા ઉપયોગી માહિતી પૂરી પાડશે.

kuberanowPublished On : 30 Sept 2026
SPACE

ભારતના ઝડપથી વિકસતા સ્પેસટેક ક્ષેત્રમાં ગુજરાતે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. અમદાવાદના સ્ટાર્ટઅપ Satleo દ્વારા તૈયાર કરવામાં આવેલો સ્વદેશી થર્મલ ઇન્ફ્રારેડ અર્થ ઑબ્ઝર્વેશન પેલોડ (થર્મલ ઇન્ફ્રારેડ કેમેરા) 1 ઓક્ટોબરે અમેરિકાથી સ્પેસટેકના Falcon 9 રોકેટ દ્વારા અવકાશમાં મોકલવામાં આવશે. આ કેમેરાને TAPAS-1 નામ આપવામાં આવ્યું છે, જેને પૃથ્વીથી લગભગ 500 કિલોમીટરની ભ્રમણકક્ષામાં એક સેટેલાઇટ સાથે સ્થાપિત કરવામાં આવશે. તે પૃથ્વીના અલગ અલગ વિસ્તારોમાં ગરમી અને તાપમાનની વધઘટની હાઈ રિઝોલ્યુશન તસવીરો મેળવીને તેનું ડેટા પ્રોસેસિંગ કરશે. આ ડેટા શહેરી ગરમી વ્યવસ્થાપન, કૃષિ અને પાણીના સ્ટ્રેસ મોનિટરિંગ, ઔદ્યોગિક અને આપદા સમયના મોનિટરિંગ તેમજ જંગલોમાં આગની ઘટનાઓની ઓળખ માટે ઉપયોગી બનશે.


અમદાવાદના સ્ટાર્ટઅપે 12 મહિનામાં તૈયાર કરી ટેક્નોલોજી

Satleo સ્ટાર્ટઅપની શરૂઆત વર્ષ 2023માં શ્રવણસિંઘ ભાટી, ડૉ. રાનેન્દુ ઘોષ અને ઊર્મિલ બખાઈ દ્વારા અમદાવાદમાં કરવામાં આવી હતી. કંપનીના CEO શ્રવણસિંઘ પાસે ઉપગ્રહોને લગતી ટેક્નોલોજીમાં 16 વર્ષથી વધુનો અનુભવ છે. જ્યારે ડૉ. રાનેન્દુ ઘોષે ISROમાં 27 વર્ષ સુધી કૃષિ, હાઇડ્રોલોજી અને માટી વિજ્ઞાન સાથે જોડાયેલી સેટેલાઇટ પેલોડ ટેક્નોલોજી પર કામ કર્યું છે. ઊર્મિલ બખાઈ કંપનીમાં ચીફ સ્ટ્રેટેજી ઓફિસરની ભૂમિકામાં છે અને તેમને કોર્પોરેટ ક્ષેત્રમાં 22 વર્ષથી વધુનો અનુભવ છે.

TAPAS


કેવી રીતે કામ કરશે TAPAS-1?

3 કિલોગ્રામ વજન ધરાવતો TAPAS-1 સેટેલાઇટ પર પેલોડ તરીકે રહેશે. તેની ડિઝાઇન એવી રીતે કરવામાં આવી છે કે તે થર્મલ ઇન્ફ્રારેડ રેડિયેશનને કેપ્ચર કરશે. સરળ ભાષામાં કહીએ તો, પૃથ્વીની સપાટી પરથી નીકળતી ગરમીમાં થતા ફેરફારને આ કેમેરા તસવીરોના સ્વરૂપમાં રેકોર્ડ કરશે. આ ડેટાનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા વિશ્લેષણ કરી શકાય છે, જેનાથી વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગી માહિતી મેળવી શકાશે. Satleoના CEO શ્રવણસિંઘના જણાવ્યા અનુસાર, આ ટેક્નોલોજીથી જંગલોમાં લાગતી આગનું મોનિટરિંગ કરી શકાય છે. સાથે જ શહેરના અલગ અલગ વિસ્તારોમાં તાપમાનની સ્થિતિને પણ ટ્રેક કરી શકાય છે, જે હીટ સ્ટ્રેસ માટે આયોજન કરવામાં મદદરૂપ બની શકે છે.


કૃષિ અને શહેરી આયોજનમાં મળશે મદદ

ઊર્મિલ બખાઈના જણાવ્યા અનુસાર, આ ટેક્નોલોજી પૃથ્વીના થર્મોમીટર તરીકે કામ કરશે. તેના દ્વારા કૃષિ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ ડેટા મેળવી શકાય છે અને પાક માટેનું આયોજન વધુ આધુનિક અને સચોટ બનાવી શકાય છે. આ ઉપરાંત શહેરી આયોજનમાં પણ આ ટેક્નોલોજી ઉપયોગી બની શકે છે. આ ડેટા સેટેલાઇટ મારફતે ઉપલબ્ધ થવાથી મોટા પાયે વધારાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર નહીં પડે.

SPACE


2029 સુધીમાં વધુ 8 સેટેલાઇટ લોન્ચ કરવાની યોજના

Satleoના સ્થાપકોના જણાવ્યા અનુસાર કંપની પાસે આ ક્ષેત્રના અનુભવી 40થી વધુ લોકોની ટીમ છે. કંપનીએ અત્યાર સુધીમાં ₹60 કરોડનું ફંડિંગ મેળવ્યું છે. TAPAS-1 લોન્ચ થયા બાદ તેનો ડેટા વિવિધ કંપનીઓ સાથે શેર કરવામાં આવશે. આ પેલોડ સંપૂર્ણ રીતે ગુજરાતમાં કંપનીની લેબમાં વિકસિત કરવામાં આવ્યો છે અને તે ત્રણ વર્ષ સુધી ભ્રમણકક્ષામાં રહેશે. આ પહેલા કંપનીએ અમદાવાદ મહાનગરપાલિકા સાથે પાયલટ પ્રોજેક્ટ પર કામ કર્યું હતું, જેમાં અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં તાપમાનનું મેપિંગ કરવામાં આવ્યું હતું.

SPACE 2


કંપની પાસે $52 મિલિયનના લેટર ઓફ ઇન્ટેન્ટ

શ્રવણસિંઘના જણાવ્યા પ્રમાણે કંપની પાસે હાલમાં લગભગ $52 મિલિયનના લેટર ઓફ ઇન્ટેન્ટ આવ્યા છે. આમાંથી લગભગ 60 ટકા કંપનીઓ ભારત બહારની છે. કૃષિ અને અન્ય ક્ષેત્રની સંસ્થાઓ પણ કંપની સાથે સહયોગ કરી રહી છે.


ગુજરાતની સ્પેસટેક પોલિસીથી મળશે પ્રોત્સાહન

ગુજરાતમાં સ્પેસટેક ક્ષેત્રના વિકાસ માટે ગુજરાત સરકારે Gujarat SpaceTech Policy (2025-30) જાહેર કરી છે. સ્પેસટેક ક્ષેત્ર માટે વિશિષ્ટ પોલિસી જાહેર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. આ પોલિસી હેઠળ સ્ટાર્ટઅપ્સ અને ખાનગી રોકાણકારોને લૉન્ચ ખર્ચ માટે સહાય, IP પ્રોપર્ટી રાઇટ માટે સહયોગ અને ટેસ્ટિંગ સુવિધાઓ માટે સબસિડી જેવી જોગવાઈઓ કરવામાં આવી છે. Satleoની સફળતા ગુજરાતમાં ડીપ-ટેક ઇકોસિસ્ટમના વિકાસને દર્શાવે છે, જ્યાં કંપનીઓ હવે સોફ્ટવેરથી આગળ વધીને સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ અને અવકાશ જેવા ક્ષેત્રોમાં આધુનિક ટેક્નોલોજી વિકસાવી રહી છે.


આ પણ જુઓ

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Market

See more
  1. IPOમાં રોકાણકારોએ નહીં... આ લોકોએ કમાયા કરોડો! જાણો કોણ છે અસલી વિજેતા
  2. BSE Sensex દિવસની ટોચથી 600 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
  3. હોસ્પિટલ સેક્ટર જ ‘હોસ્પિટલાઇઝ’: સાત ટકા સુધીનો કડાકો કેમ?
  4. વ્યાજદરમાં વધારો થવાની ચિંતા હળવી થવાના પગલે આઇટી શેરોમાં ઉછાળો

Economy

See more
  1. મોદી સરકારે છ રવી પાક માટે MSP વધાર્યા, રૂ. 2.79 લાખ કરોડના પેકેજને મંજૂરી
  2. Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા
  3. Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
  4. ઔદ્યોગિક ક્ષેત્રે રેકોર્ડબ્રેક તેજી! IIP ગ્રોથમાં 8%, મેન્યુફેક્ચરિંગમાં 9%નો ઉછાળો
Advertisement

Personal Finance

See more
  1. Online Insurance લેતાં પહેલાં આ 6 Dark Patternsથી રહો સાવધાન !
  2. RBI New Rules: 1 ઓક્ટોબરથી બદલાશે Bulk Depositના નિયમો
  3. ખાલી પેનલ્ટી નહીં, આખું ખાતું બંધ થઈ શકે! RD ડિફોલ્ટના આ નિયમો જાણો
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM