Vibrant Gujarat 2027: ગલ્ફ દેશોમાં ગુજરાતનો ડંકો! ત્રણ દેશો સાથે વ્યૂહાત્મક ભાગીદારીને વેગ
ગુજરાત સરકારના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે કતાર, ઓમાન અને UAEની મુલાકાત દરમિયાન રોકાણ અને વ્યૂહાત્મક સહયોગ માટે મહત્વપૂર્ણ બેઠકો યોજી. ફાઇનાન્સ, એનર્જી, લોજિસ્ટિક્સ, મેન્યુફેક્ચરિંગ અને ટેકનોલોજી સહિતના ક્ષેત્રોમાં ગુજરાત માટે રોકાણની તકો પર ચર્ચા થઈ.

Vibrant Gujarat 2027: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 પહેલાં ગુજરાત સરકારે ગલ્ફ દેશોમાં રોકાણ અને વ્યૂહાત્મક સહયોગ વધારવા માટે મહત્વપૂર્ણ મિશન પૂર્ણ કર્યું છે. 25થી 31 ઓક્ટોબર, 2026 દરમિયાન કતાર, ઓમાન અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ની મુલાકાત દરમિયાન ગુજરાત સરકારના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે સોવરેન વેલ્થ ફંડ્સ, રોકાણ પ્રમોશન એજન્સીઓ, નાણાકીય સંસ્થાઓ અને ઉર્જા કંપનીઓ સહિત વિવિધ સંસ્થાઓ સાથે બેઠકો કરી. આ મિશનનો ઉદ્દેશ ગુજરાતમાં વૈશ્વિક રોકાણ, વેપાર, ઇનોવેશન, મેન્યુફેક્ચરિંગ અને નાણાકીય સેવાઓ માટેની તકો રજૂ કરવાનો હતો.

25થી વધુ વન-ટુ-વન બેઠકો યોજાઈ
પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સચિવ શ્રી લોચન સહેરાએ કર્યું હતું. તેમાં રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ, વિવિધ ક્ષેત્રોની એજન્સીઓ અને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સામેલ હતા. એક અઠવાડિયા સુધી ચાલેલી મુલાકાત દરમિયાન પ્રતિનિધિમંડળે ત્રણેય દેશોમાં 25થી વધુ વન-ટુ-વન બેઠકો, સેક્ટર આધારિત રાઉન્ડટેબલ સંવાદો, સાઇટ વિઝિટ અને ડાયસ્પોરા કાર્યક્રમો યોજ્યા. બિઝનેસ રાઉન્ડટેબલમાં 160થી વધુ સંસ્થાકીય પ્રતિનિધિઓ જોડાયા હતા, જ્યારે ગુજરાતી ડાયસ્પોરા અને બિઝનેસ સમુદાયના 500થી વધુ સભ્યોએ નેટવર્કિંગ અને રોકાણ સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.
ફાઇનાન્સ અને એનર્જી ક્ષેત્રે સહયોગ પર ભાર
મિશન દરમિયાન કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (QIA), કતાર ફાઇનાન્સિયલ સેન્ટર (QFC), કતાર એનર્જી, કતાર નેશનલ બેંક, કતાર ડેવલપમેન્ટ બેંક, ઓમાન ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (OIA), ઓમાન LNG, OQ, અસ્યાદ ગ્રુપ, પોર્ટ ઓફ દુકમ, પોર્ટ ઓફ સોહાર, લિમાડ હોલ્ડિંગ્સ, KEZAD ગ્રુપ, ADNOC, DMCC, EMAAR ગ્રુપ, NESTO, RAK Bank અને ટ્રાન્સવર્લ્ડ ગ્રુપ સહિતની સંસ્થાઓ સાથે ચર્ચા થઈ. QIA સાથેની ચર્ચામાં રિન્યુએબલ એનર્જી, ડેટા સેન્ટર્સ, હેલ્થકેર, બાયોટેકનોલોજી, એડવાન્સ મેન્યુફેક્ચરિંગ, વેન્ચર કેપિટલ અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં ગુજરાતમાં રોકાણની તકો પર ધ્યાન આપવામાં આવ્યું. GIFT City અંગેની ચર્ચામાં બેંકિંગ, ઇન્શ્યોરન્સ, ટ્રેઝરી, ફંડ મેનેજમેન્ટ અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (GCC) સ્થાપવાની તકો રજૂ કરવામાં આવી હતી. વિવિધ સંસ્થાઓએ ગુજરાતના પોલિસી ફ્રેમવર્ક, ટેલેન્ટ પૂલ અને બિઝનેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ લઈને પોતાની પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય કામગીરી વિસ્તારવામાં રસ દર્શાવ્યો.

એનર્જી અને લોજિસ્ટિક્સમાં નવી ભાગીદારીની તકો
મિશન દરમિયાન એનર્જી સહયોગ પણ મહત્વનો મુદ્દો રહ્યો. કતાર એનર્જી, ADNOC, OQ, ઓમાન LNG અને ઓમાન ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી સાથે ઉર્જા સુરક્ષા, LNG, વ્યૂહાત્મક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ભવિષ્યના ઉર્જા ઉકેલો અંગે ચર્ચા થઈ. હાઇડ્રોજન, એનર્જી સ્ટોરેજ અને રિગેસિફિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની તકો પર પણ વિચારણા કરવામાં આવી. ADNOCની રોકાણ શાખા XRGએ ભારતમાં વ્યૂહાત્મક ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણોનું મૂલ્યાંકન કરવામાં રસ દર્શાવ્યો. ઓમાનમાં અસ્યાદ ગ્રુપ, પોર્ટ ઓફ દુકમ અને પોર્ટ ઓફ સોહાર સાથેની ચર્ચામાં ગુજરાત અને ઓમાન વચ્ચે વેપાર કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા વધારવા માટે સંભવિત ‘ગુજરાત-ઓમાન ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ કોરિડોર’ અંગે વિચારણા કરવામાં આવી. UAEમાં KEZAD ગ્રુપ, ટ્રાન્સવર્લ્ડ ગ્રુપ અને NESTO સાથે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ, ફૂડ પ્રોસેસિંગ, વેરહાઉસિંગ, કોલ્ડ-ચેઇન, રિટેલ અને સપ્લાય-ચેઇન વિકાસ અંગે ચર્ચા થઈ.
શહેરી વિકાસ અને સ્કિલિંગમાં પણ સહયોગની તકો
EMAAR ગ્રુપ સાથેની બેઠકમાં ગુજરાતમાં ઇન્ટિગ્રેટેડ ટાઉનશીપ્સ, કોમર્શિયલ રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી અને શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની તકો અંગે ચર્ચા થઈ. ઓમાનની સંસ્થાઓ સાથે શૈક્ષણિક અને સ્કિલિંગ સહયોગની શક્યતાઓ પણ ચકાસવામાં આવી. તેમાં ગુજરાતની કૌશલ્યા યુનિવર્સિટી સાથે જોડાયેલી ભાગીદારી ઉપરાંત શૈક્ષણિક આદાન-પ્રદાન, ઓનલાઇન લર્નિંગ, ફેકલ્ટી સહયોગ અને વર્કફોર્સ ડેવલપમેન્ટની પહેલ અંગે ચર્ચા કરવામાં આવી.
ગુજરાતી ડાયસ્પોરાએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો
ત્રણેય દેશોમાં વસતા ગુજરાતી સમુદાયની ભાગીદારી પણ મિશનની મહત્વપૂર્ણ વિશેષતા રહી. ગુજરાતી મૂળના 500થી વધુ ઉદ્યોગસાહસિકો, વ્યાવસાયિકો અને બિઝનેસ અગ્રણીઓએ પ્રતિનિધિમંડળ સાથે સંવાદ કર્યો હતો. ડાયસ્પોરા સભ્યોએ ગુજરાતમાં રોકાણની તકો અને આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027માં ભાગ લેવા અંગે ઉત્સાહ દર્શાવ્યો હતો. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 11મી આવૃત્તિ 10થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાવાની છે. ગુજરાત સરકારના જણાવ્યા અનુસાર, ગલ્ફ દેશોમાં થયેલા આ મિશનથી રાજ્યની આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવામાં અને લાંબા ગાળાના રોકાણ તથા સંસ્થાકીય સહયોગ માટેનો આધાર તૈયાર કરવામાં મદદ મળી છે.
આ પણ વાંચો: GSRTCનો ઐતિહાસિક રેકોર્ડ: એક જ દિવસમાં 1.46 લાખ સીટ બુક, ₹3.55 કરોડની આવક
આ પણ જુઓ :
Also Read

GSRTCનો ઐતિહાસિક રેકોર્ડ: એક જ દિવસમાં 1.46 લાખ સીટ બુક, ₹3.55 કરોડની આવક

કોપર બિઝનેસમાં અદાણીની ગ્લોબલ એન્ટ્રી, ચિલીની દિગ્ગજ કંપની સાથે હાથ મિલાવ્યા

Amul Milk Price Hike: આજથી અમૂલ દૂધ મોંઘું, જાણો ગોલ્ડ અને તાજાના નવા ભાવ

કેન્દ્રીય મંત્રી અમિત શાહે અમદાવાદમાં કર્યું ઇસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ

ચારુસેટ બનશે ઇનોવેશનનું નવું કેન્દ્ર! રિજનલ ઇનોવેશન સેન્ટર સ્થાપવા ₹15 લાખની ગ્રાન્ટ મંજૂર

નવા વર્ષના વધામણાં માટે ફૂલોની ખરીદીમાં ઉછાળો! ગલગોટા અને ગુલાબની માંગ વધી

VGGS 2027 માટે ગુજરાતનું ગ્લોબલ મિશન તેજ! બે દેશોમાં મેગા રોડ-શો





