KuberaNowLogo
Monday, 31/08/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ભારતની ઇલેક્ટ્રોનિકસ નિકાસે છેલ્લા 12 વર્ષમાં માર્યો હનુમાન કૂદકો

ભારતે છેલ્લા 12 વર્ષમાં ઇલેક્ટ્રોનિક્સની નિકાસમાં હનુમાન કુદકો માર્યો છે. ભારતની ઇલેટ્રોનિક્સની નિકાસ 2014-15ના 38 હજાર કરોડથી વધીને 4.24 લાખ કરોડ થઈ

KuberaNow
desk@kuberanow17 Aug 2026
InstagramFacebookXLinkedIn
Electronic Industry
ભારતની ઇલેક્ટ્રોનિક્સની નિકાસ છેલ્લા 12 વર્ષમાં 11 ગણી વધી છે

નવી દિલ્હીઃ ભારતની ઇલેક્ટ્રોનિક્સ નિકાસ નાણાકીય વર્ષ 2025-26ના અંતે 11 ગણી વધીને 4.24 લાખ કરોડ થઈ છે, જે 2014-15ના અંતે ફક્ત 38,000 કરોડ રૂપિયા હતી. ભારતની આ નિકાસનું મુખ્ય પ્રેરક બળ બન્યું હોય તો તે મોબાઇલ ઉત્પાદન બન્યું છે. તેની સાથે સરકારની નીતિઓ અને સ્થાનિક સપ્લાયરોના થયેલા વિસ્તરણે પણ મહત્વની ભૂમિકા ભજવી છે.


ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં મહિલા કર્મચારીઓની સંખ્યા વધીને 30 ટકા થઈ ગઈ છે. સરકારના આંકડા બતાવે છે કે ઇલેક્ટ્રોનિક્સ ગૂડ્સ ભારતની ત્રીજી સૌથી મોટી નિકાસ કેટેગરીમાં આવે છે. નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન નિકાસનું મૂલ્ય 47.96 અબજ ડોલર હતું. મોબાઇલ ફોનની નિકાસ નોંધપાત્ર વધીને 2.59 લાખ કરોડ થઈ છે અને તેના લીધે 12 લાખ નવા રોજગારનું સર્જન થયું છે. મોબાઇલ મેન્યુફેક્ચરિંગમાં 70 ટકા હિસ્સો મહિલા કર્મચારીઓનો છે.


સરકારની નીતિગત પહેલે પણ નિકાસવૃદ્ધિમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમા પ્રોડકશન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ, ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સ્કીમ (ECMS), ધ ઇન્ડિયા સેમીકંડક્ટર મિશન (ISM), મોડીફાઇડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર્સ (EMC. 20) જેવી યોજનાઓના કારણે ઇલેક્ટ્રોનિક્સ સેગમેન્ટને સરકારી સમર્થન મળ્યું છે.


સરકારના આંકડા દર્શાવે છે કે ઇલેક્ટ્રોનિક પ્રોડકશન 2025-26માં વધીને 6.27 લાખ કરોડ થયું હતું, જે 2014-15માં ફક્ત 18,000 કરોડ હતું. ભારત 2014-15માં મોબાઇલ ફોનની નિકાસમાં વિશ્વમાં 153માં સ્થાને હતુ, તેના બદલે 2025-26ના અંતે તે ટોચ પર છે. મોબાઇલ ફોનની નિકાસ 2014-15ના 1,500 કરોડથી 165 ગણી વધીને 2.59 લાખ કરોડ રૂપિયા થઈ છે. આ બતાવે છે કે ભારત સ્માર્ટફોન એસેમ્બલીનું હબ બની રહ્યું છે, વૈશ્વિક ઉત્પાદકો પ્રવેશ્યા છે, સપ્લાયર નેટવર્ક મજબૂત છે અને નિકાસના બેઝ તરીકે વધુને વધુ ઉત્પાદકો ભારત પર પસંદગી ઉતારી રહ્યા છે.


આ બાબત તેનો પુરાવો છે કે ભારત ઇલેક્ટ્રોનિક સપ્લાય ચેઇનના મહત્વના હિસ્સા તરીકે ઉભરી આવ્યું છે. સરકાર ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને સમાવિષ્ટ ઔદ્યોગિક વિકાસનું ઉદાહરણ માને છે. મહિલાઓ મોબાઇલ ફોનના ઉત્પાદનમાં અને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરને વિસ્તારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. મહિલાઓ એસેમ્બલી, ક્વોલિટી કંટ્રોલ, ટેસ્ટિંગ અને સંલગ્ન ઉત્પાદન ભૂમિકામાં મહત્વની કામગીરી બજાવી રહી છે. છેલ્લા દાયકામાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ 25 લાખ નવી જોબનું સર્જન કર્યુ હોવાનું મંત્રાલય જણાવે છે. આના લીધે ભારતની ડિજિટલ ઇકોનોમી વેગ મળ્યો છે અને ડિજિટલ ઇકોનોમી ભારતના જીડીપીમાં 14 ટકા પ્રદાન કરે છે.


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
InstagramFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. MSCI ઇન્ડિયા ઇન્ડેક્સ રિબેલેન્સિંગઃ સેબીની CASની આકરી કસોટી
  2. ઓગસ્ટમાં વૈશ્વિક બજારમાં અસ્થિરતા વચ્ચે નિફ્ટી મેટલ્સે સાત ટકાનો વધારો નોંધાવ્યો
  3. રોકાણકારો માટે: સપ્ટેમ્બર મહિનામાં શેરબજાર કેટલા દિવસ બંધ રહેશે
  4. યુએસ ફેડ રિઝર્વના સંકેતોના પગલે ગોલ્ડ-સિલ્વર ETFમાં ત્રણથી ચાર ટકાનો કડાકો

Economy

See more
  1. GDP વૃદ્ધિ 7.8% થતાં PM મોદીએ કહ્યું ‘નિરાશાવાદીઓ ખોટા પડ્યા, ભારત આગળ વધ્યું’
  2. યુદ્ધ અને વૈશ્વિક દબાણ વચ્ચે પણ ભારતની GDP વૃદ્ધિ 7.8%, અપેક્ષા કરતાં વધુ મજબૂત અર્થવ્યવસ્થા
  3. ચિપ ઉત્પાદનને વેગ આપવા સરકારની ₹1.27 લાખ કરોડની Semicon 2.0ના નિયમો જાહેર
  4. સરકારના પગલાં છતાં ખાંડના ભાવ ત્યાંના ત્યાં, દેશમાં સરેરાશ ભાવ ₹64.24 પ્રતિ કિલો
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SBIના આ ખાતામાં હવે 4 ટ્રાન્ઝેક્શન જ ફ્રી, પછી ચૂકવવો પડશે ચાર્જ
  2. એક્ટિવ મોમેન્ટમ ફંડ્સઃ અસ્થિરતા વચ્ચેના સૌથી સફળ ફંડ્સ
  3. Aadharcardમાં 2 વખત જ નામ બદલી શકાય ? ત્રીજી વખત બદલવા માટે શું કરવું ?
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM