KuberaNowLogo
Monday, 31/08/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ભારતનું ટેસ્ટ પ્રીપેરેશન માર્કેટ 2030 સુધીમાં 23થી 26 અબજ ડોલરનું થઈ શકે

ભારતના ટેસ્ટ પ્રીપેરેશન માર્કેટમાં વિકાસની નોંધપાત્ર સંભાવના છે. તે આગામી પાંચ વર્ષમાં 12થી 13 ટકાના ચક્રવૃદ્ધિ દરે વૃદ્ધિ પામી શકે છે

KuberaNow
desk@kuberanow18 Aug 2026
InstagramFacebookXLinkedIn
Test Preparation Market
ટેસ્ટ પ્રીપેરેશન માર્કેટમાં કામ કરતી ફર્મ્સનું ભાવિ ઉજ્જવળ

નવી દિલ્હીઃ ભારતનું ટેસ્ટ પ્રીપેરેશન માર્કેટ 2030 સુધીમાં 23થી 26 અબજ ડોલરનું થઈ શકે છે, એમ માર્કેટ રિસર્ચ ફર્મ રેડસીર સ્ટ્રેટેજી કન્સલ્ટન્ટ્સે ગુરુવારે જણાવ્યું હતું. આ સેગમેન્ટમાં લીડરની સફળતાનો આધાર ઓપરેટિંગ મોડેલ પર હશે, ફક્ત સ્કેલ, ફેકલ્ટી કે રિસર્ચ પર જ નહીં. ભારતનું ટેસ્ટ પ્રીપેરેશન માર્કેટ 2025-26માં 14.8 અબજ ડોલર જેટલું હતું. હવે તે 12થી 13 ટકાના ચક્રવૃદ્ધિ દરે વૃદ્ધિ પામીને 23થી 26 અબજ ડોલર સુધી પહોંચી શકે છે, એમ અહેવાલમાં જણાવાયું હતું.


આ રિસર્ચ રિપોર્ટનું તારણ છે કે અંડર ગ્રેજ્યુએટ એન્ટ્રન્સ ટેસ્ટ સેગમેન્ટ તે ટેસ્ટ પ્રીપેરેશન ઉદ્યોગમાં હાઈએસ્ટ ઇન્ટેન્ટ, હાઇએસ્ટ ઇન્વેસ્ટમેન્ટ સેગમેન્ટ છે. JEE અને NEETની તૈયારી કરવા માંગનારાઓ આ ઉદ્યોગનો મોટો હિસ્સો છે. આ બંનેની પરીક્ષા જ યુજી એન્ટ્રન્સ પ્રીપેરેશન માર્કેટનો લગભગ 70 ટકા હિસ્સો ધરાવે છે. તેના લીધે ઘણી વખત કુટુંબો વર્ષોના વર્ષો તેની તૈયારી પાછળ વીતાવે છે અને તેમની કૌટુંબિક આવકનો મોટો ખર્ચો તેની પાછળ કરે છે, એમ અહેવાલમાં જણાવાયું હતું.


રેડસીરના સર્વેનું તારણ હતું કે આટલી મોટી પરીક્ષામાંથી પાસ થનારામાંથી માંડ એક ટકા આઇઆઇટીમાં પ્રવેશી શકે છે અને માંડ ત્રણ ટકા પ્રીફર્ડ ગવર્નમેન્ટ મેડિકલ સીટ મેળવી શકે છે, આ સંજોગોમાં પ્રવેશ વાંછુકો કોઈપણ સંસ્થાની સફળતાનો રેકોર્ડ જુએ તે સ્વાભાવિક છે. તેથી ટેસ્ટ પ્રીપેરેશન ફર્મ પસંદ કરવા માંગનારાઓમાં 57 ટકા ઓફલાઇન પ્રવેશ ઇચ્છુકો ગુણવત્તાને પ્રાધાન્ય આપતા મહદ અંશે ટોચના ત્રણેક સંસ્થાઓ પર જ પસંદગી ઉતારે છે, જ્યારે બાકીના 43 ટકા જે તે સંસ્થાના ભૂતકાળના પરિણામો પર વધુ મદ્દાર બાંધે છે.


તેમા પણ 1000થી નીચેની રેન્કવાળામાં 59 ટકા ફેકલ્ટી ક્વોલિટી અને 51 ટકા જૂના પરિણામો પર આધાર રાખે છે. આ પ્રકારની બાબતોમાં લોકેશન, ભાવ અને વિઝિબિલિટી ફીચરને ઓછું પ્રાધાન્ય અપાય છે. અહેવાલ મુજબ યુનિફાઇડ એકેડેમિક મોડેલ કમ્બાઇનિંગ પેડાગોગી, ઇવેલ્યુએશન અને દરમિયાનગીરી તથા ટેકનોલોજી મોટાપાયા પર સાતત્યસભર પરિણામ આપવામાં મદદ કરે છે.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
InstagramFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. MSCI ઇન્ડિયા ઇન્ડેક્સ રિબેલેન્સિંગઃ સેબીની CASની આકરી કસોટી
  2. ઓગસ્ટમાં વૈશ્વિક બજારમાં અસ્થિરતા વચ્ચે નિફ્ટી મેટલ્સે સાત ટકાનો વધારો નોંધાવ્યો
  3. રોકાણકારો માટે: સપ્ટેમ્બર મહિનામાં શેરબજાર કેટલા દિવસ બંધ રહેશે
  4. યુએસ ફેડ રિઝર્વના સંકેતોના પગલે ગોલ્ડ-સિલ્વર ETFમાં ત્રણથી ચાર ટકાનો કડાકો

Economy

See more
  1. GDP વૃદ્ધિ 7.8% થતાં PM મોદીએ કહ્યું ‘નિરાશાવાદીઓ ખોટા પડ્યા, ભારત આગળ વધ્યું’
  2. યુદ્ધ અને વૈશ્વિક દબાણ વચ્ચે પણ ભારતની GDP વૃદ્ધિ 7.8%, અપેક્ષા કરતાં વધુ મજબૂત અર્થવ્યવસ્થા
  3. ચિપ ઉત્પાદનને વેગ આપવા સરકારની ₹1.27 લાખ કરોડની Semicon 2.0ના નિયમો જાહેર
  4. સરકારના પગલાં છતાં ખાંડના ભાવ ત્યાંના ત્યાં, દેશમાં સરેરાશ ભાવ ₹64.24 પ્રતિ કિલો
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SBIના આ ખાતામાં હવે 4 ટ્રાન્ઝેક્શન જ ફ્રી, પછી ચૂકવવો પડશે ચાર્જ
  2. એક્ટિવ મોમેન્ટમ ફંડ્સઃ અસ્થિરતા વચ્ચેના સૌથી સફળ ફંડ્સ
  3. Aadharcardમાં 2 વખત જ નામ બદલી શકાય ? ત્રીજી વખત બદલવા માટે શું કરવું ?
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM