KuberaNowLogo
Monday, 31/08/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ગ્રાહકને ફક્ત ખરીદી જ નહીં યાદગાર અનુભવ આપતો ફેશન ડિઝાઇનરનો નવો દિલ્હી સ્ટોર

નાણાકીય વર્ષ 2026માં સવ્યસાચી મુખર્જી બ્રાન્ડે ₹650 કરોડની આવક નોંધાવી હતી, જેમાં માત્ર જ્વેલરી બિઝનેસમાંથી જ ₹200 કરોડની આવક થઈ હતી.

KuberaNow
desk@kuberanow22 Aug 2026
InstagramFacebookXLinkedIn
Sabyasachi Store
Sabyasachi's Retail StoreAI Generated Image

Luxury Fashion Marketમાં હવે માત્ર પ્રોડક્ટ વેચવા ઉપરાંત ગ્રાહકને એક સંપૂર્ણ અને યાદગાર અનુભવ અપાવવાનો ટ્રેન્ડ વાયુવેગે આગળ વધી રહ્યો છે. આ બદલાતા રિટેલ મોડલ (Retail Model)નું ઉદાહરણ ફેશન ડિઝાઇનર સવ્યસાચીનું દિલ્હીના મેહરૌલીમાં શરૂ થયેલું નવું ફ્લેગશિપ સ્ટોર છે. મેહરૌલીમાં ધ સિટાડેલ, વન સ્ટાઈલ માઈલ (The Citadel, One Style Mile) ખાતે આવેલ સ્ટોર 26,000 ચોરસ ફૂટ ક્ષેત્રમાં ફેલાયેલું છે. નવા સ્ટોરમાં પરંપરાગત ફેશન, જ્વેલરી, એસેસરીઝ, આર્ટ અને હસ્તકલાને એક જ સ્થળે રજૂ કરવામાં આવ્યા છે.


Savyasachi's Retail Store


સવ્યસાચી મુખર્જીએ લગભગ બે દાયકા બાદ સ્થાપિત કરેલી લક્ઝરી રિટેલનું વિસ્તરણ કર્યુ છે. ભારતમાં તેમના સ્ટોર કલકત્તા, મુંબઈ, નવી દિલ્હી, હૈદરાબાદ, બેંગ્લોર અને વિદેશમાં ન્યૂયોર્ક, દુબઈમાં આવેલા છે. અગાઉ ભારતમાં ફેશન રિટેલનો અનુભવ અગાઉ નાના બુટિક અને મલ્ટી-બ્રાન્ડ સ્ટોર સુધી વધુ સીમિત હતો. હવે તેનાથી અલગ સ્ટેન્ડઅલોન સ્ટોરનો અભિગમ અપનાવ્યો. એટલે કે જેમાં કપડાંની સાથે બ્રાન્ડની ડિઝાઇન, હસ્તકલા સહિતનો ગ્રાહકને અનુભવ થશે.

 

ઓનલાઈન શોપિંગના યુગમાં ફિઝિકલ સ્ટોર કેમ મહત્વનો?

ડિજિટલ શોપિંગ અને ઈ-કોમર્સના વધતા પ્રભાવ વચ્ચે લક્ઝરી બ્રાન્ડ્સ માટે ફિઝિકલ સ્ટોરની ભૂમિકા બદલાઈ રહી છે. સ્ટોરને રૂમ, કોરિડોર અને નાના સ્પેસના સ્વરૂપમાં ડિઝાઇન કરવામાં આવ્યો છે. ફેશન સાથે આર્ટ, ડિઝાઇન અને ક્રાફ્ટને સતત જોડવામાં આવ્યા છે. આ પ્રકારનાં રિટેલ પ્રીમિયમ બ્રાન્ડને ગ્રાહક સાથે લાંબા સમય સુધી સંબંધ જળવાઈ રહે તે માટે મહત્વનું સાધન બની રહે છે. સ્ટોરના ઇન્ટિરિયરમાં જૂના જમાનાનાં રેલવે કોચ, સ્ટીમશિપ, કાશ્મીરની હાઉસબોટ અને ખાનગી કેબિન જેવા સંદર્ભોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે બ્રાન્ડની સ્ટોરીટેલિંગ સ્ટ્રેટેજીનો એક ભાગ છે.

 

Savyasachi's Retail Store


સવ્યસાચી મુખર્જીની આવક

નાણાકીય વર્ષ 2026માં સવ્યસાચી મુખર્જી બ્રાન્ડે ₹650 કરોડની આવક નોંધાવી હતી, જેમાં માત્ર જ્વેલરી બિઝનેસમાંથી જ ₹200 કરોડની આવક થઈ હતી. હવે બ્રાન્ડ રેડી-ટુ-વેર ફેશન ક્ષેત્રે પણ વિસ્તરણ કરી રહ્યું છે અને વૈશ્વિક સ્તરની બ્રાન્ડ્સ સાથે કોલેબોરેશન કરવાની દિશામાં કામ કરી રહ્યું છે.  ₹500 કરોડનું ફેશન સામ્રાજ્ય ઊભું કરનાર આ બ્રાન્ડનું લક્ષ્ય 2030 સુધીમાં આશરે ₹17,000 કરોડનું મૂલ્યાંકન હાંસલ કરવાનું છે. જેમાં આદિત્ય બિરલા ફેશન અને રિટેલ લિમિટેડએ વર્ષ 2021માં ₹398 કરોડમાં બ્રાન્ડમાં 51% હિસ્સો ખરીદ્યો હતો.

Share Link
InstagramFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. MSCI ઇન્ડિયા ઇન્ડેક્સ રિબેલેન્સિંગઃ સેબીની CASની આકરી કસોટી
  2. ઓગસ્ટમાં વૈશ્વિક બજારમાં અસ્થિરતા વચ્ચે નિફ્ટી મેટલ્સે સાત ટકાનો વધારો નોંધાવ્યો
  3. રોકાણકારો માટે: સપ્ટેમ્બર મહિનામાં શેરબજાર કેટલા દિવસ બંધ રહેશે
  4. યુએસ ફેડ રિઝર્વના સંકેતોના પગલે ગોલ્ડ-સિલ્વર ETFમાં ત્રણથી ચાર ટકાનો કડાકો

Economy

See more
  1. GDP વૃદ્ધિ 7.8% થતાં PM મોદીએ કહ્યું ‘નિરાશાવાદીઓ ખોટા પડ્યા, ભારત આગળ વધ્યું’
  2. યુદ્ધ અને વૈશ્વિક દબાણ વચ્ચે પણ ભારતની GDP વૃદ્ધિ 7.8%, અપેક્ષા કરતાં વધુ મજબૂત અર્થવ્યવસ્થા
  3. ચિપ ઉત્પાદનને વેગ આપવા સરકારની ₹1.27 લાખ કરોડની Semicon 2.0ના નિયમો જાહેર
  4. સરકારના પગલાં છતાં ખાંડના ભાવ ત્યાંના ત્યાં, દેશમાં સરેરાશ ભાવ ₹64.24 પ્રતિ કિલો
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SBIના આ ખાતામાં હવે 4 ટ્રાન્ઝેક્શન જ ફ્રી, પછી ચૂકવવો પડશે ચાર્જ
  2. એક્ટિવ મોમેન્ટમ ફંડ્સઃ અસ્થિરતા વચ્ચેના સૌથી સફળ ફંડ્સ
  3. Aadharcardમાં 2 વખત જ નામ બદલી શકાય ? ત્રીજી વખત બદલવા માટે શું કરવું ?
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM