એરલાઇન્સની મનમાની પર બ્રેક! સરકારે જાહેર કર્યા ફ્લાઇટ ભાડાંના નવા નિયમો
કેન્દ્ર સરકારે ભારતીય વાયુયાન નિયમ, 2026 હેઠળ ફ્લાઇટ ટિકિટના ભાડાને લઈને નવા નિયમો જાહેર કર્યા છે. અસાધારણ પરિસ્થિતિમાં જાહેર હિતને ધ્યાનમાં રાખીને સરકાર એરલાઇન્સને ભાડા અંગે લેખિત નિર્દેશ આપી શકશે.

હવાઈ મુસાફરો માટે મહત્વના સમાચાર છે. કેન્દ્ર સરકારે ભારતીય વાયુયાન નિયમ, 2026 હેઠળ ફ્લાઇટ ટિકિટના ભાડામાં પારદર્શિતા વધારવા અને અસાધારણ પરિસ્થિતિમાં સરકારને હસ્તક્ષેપની સત્તા આપવા નવા નિયમો લાગુ કર્યા છે. કાચા તેલ અને ATFના ભાવમાં વધારાને કારણે હવાઈ મુસાફરી મોંઘી થવાની ચિંતા વચ્ચે આ નિયમો આવ્યા છે.
અસાધારણ સ્થિતિમાં સરકાર ભાડામાં હસ્તક્ષેપ કરી શકશે
નવા નિયમોના નિયમ 192 મુજબ, જો સરકારને લાગે કે કોઈ અસાધારણ પરિસ્થિતિ ઊભી થઈ છે અને જાહેર હિતમાં હવાઈ ભાડા અંગે હસ્તક્ષેપ જરૂરી છે, તો કેન્દ્ર સરકાર એરલાઇન્સને ભાડા અંગે લેખિત નિર્દેશ આપી શકે છે. જોકે, આવા નિર્દેશ પરિસ્થિતિને અનુરૂપ હોવા જોઈએ અને તે માત્ર નક્કી કરેલી સમયમર્યાદા સુધી જ લાગુ રહેશે.
એરલાઇન્સે ભાડું કેવી રીતે નક્કી કર્યું તે જણાવવું પડશે
નિયમિત હવાઈ સેવા આપતી એરલાઇન્સે ઓપરેશનના ખર્ચ સહિતના જરૂરી પરિબળોને ધ્યાનમાં રાખીને ટિકિટનું ભાડું નક્કી કરવું પડશે. સાથે જ ભાડાની સંપૂર્ણ માહિતી નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)ને આપવી પડશે. એરલાઇન્સે પોતાની વેબસાઇટ અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર પણ ટિકિટના ભાડાની માહિતી દર્શાવવી પડશે. DGCA આ ભાડાની દેખરેખ રાખશે.
ટિકિટ બુક કરતી વખતે તમામ ચાર્જની માહિતી મળશે
નવા નિયમો હેઠળ ટિકિટ બુક કરતી વખતે એરલાઇન્સે કુલ કિંમત સાથે દરેક ચાર્જની વિગતો અલગથી દર્શાવવી પડશે. આમાં બેઝ ફેર, ટેક્સ, ફી, કેન્સલેશન ચાર્જ, રિફંડની શરતો અને અન્ય લાગુ પડતા ચાર્જનો સમાવેશ થશે. સરકારને ચૂકવવામાં આવતા ટેક્સ અને એરલાઇન્સ દ્વારા લેવામાં આવતી સર્વિસ ફી પણ અલગથી દર્શાવવી પડશે.
1994થી એરલાઇન્સ પોતે નક્કી કરે છે ભાડું
ભારતમાં હવાઈ ભાડું નક્કી કરવાની સરકારી વ્યવસ્થા 1994માં ડિરેગ્યુલેટ કરવામાં આવી હતી. ત્યારથી એરલાઇન્સ બજારની માંગ અને અન્ય પરિબળોના આધારે ટિકિટના ભાવ નક્કી કરે છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય અનુસાર, ભાડું નક્કી કરતી વખતે માંગ, ઓપરેશનનો ખર્ચ અને ટિકિટ બુક કરવાના સમય જેવા પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે. એરલાઇન્સ અલગ-અલગ કિંમતની ફેર કેટેગરી પણ રાખે છે.
જૂના નિયમો કરતાં શું બદલાયું?
અગાઉના Aircraft Rules, 1937ના નિયમ 135(4) હેઠળ પણ DGCAને ચોક્કસ પરિસ્થિતિમાં હવાઈ ભાડા અંગે નિર્દેશ આપવાની સત્તા હતી. તેમાં ખૂબ વધારે અથવા નુકસાન પહોંચાડતી કિંમતો અને કેટલીક કંપનીઓના બજાર પર પ્રભુત્વ જેવી સ્થિતિનો સમાવેશ થતો હતો.m નવા નિયમ 192માં આ આધારનો અલગથી ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જોકે, અસાધારણ પરિસ્થિતિમાં જાહેર હિતને ધ્યાનમાં રાખીને સરકારને એરલાઇન્સને ભાડા અંગે નિર્દેશ આપવાની સત્તા આપવામાં આવી છે.
આ પણ વાંચો : હવે બસમાં બેઠાં-બેઠાં માણો આકાશનો નજારો! સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લક્ઝરી Vista Dome સેવા શરૂ
આ પણ જુઓ:
Also Read

Diwali Bonus Scam: ₹8,000નું દિવાળી બોનસ મળશે? લિંક ખોલતાં પહેલાં ચેતી જજો

Reliance Foundationનું ‘અનંત આશ્રય’: કરજતમાં 5,000 લોકોને મળશે આજીવન ઘર અને સંભાળ

B28 Bullet Train: ભારતમાં બની રહી છે 557 મુસાફરો બેસે તેવી બુલેટ ટ્રેન, જાણો ઝડપ અને ખાસ સુવિધાઓ

Shahrukh Khanની ₹10,000 કરોડની દુનિયા: મન્નતથી KKR સુધી કેવી રીતે ઊભું કર્યું સામ્રાજ્ય

Auto Sales: ઓક્ટોબરમાં જ વેપારીઓને દિવાળી! પહેલીવાર એક મહિનામાં 5 લાખથી વધુ કારનું ધૂમ વેચાણ

UPIનો ઐતિહાસિક રેકોર્ડ! રોજ ₹1 લાખ કરોડથી વધુનાં પેમેન્ટ, ઓક્ટોબરમાં તૂટ્યા જૂના વિક્રમો

Nita Ambani Birthday: 63 વર્ષના થયા નીતા અંબાણી, શિક્ષણથી સ્પોર્ટ્સ અને કલ્ચર સુધી બનાવી અલગ ઓળખ





