Diwali Bonus Scam: ₹8,000નું દિવાળી બોનસ મળશે? લિંક ખોલતાં પહેલાં ચેતી જજો
વડાપ્રધાનના નામે ₹8,000નો દિવાળી બોનસ આપવાનો વોટ્સએપ મેસેજ ખોટો હોવાનું PIB ફેક્ટ ચેકે જણાવ્યું છે. ઠગો નકલી વેબસાઇટ દ્વારા વ્યક્તિગત અને બેન્કની વિગતો મેળવવાનો પ્રયાસ કરી શકે છે. શંકાસ્પદ લિંક ખોલવા કે OTP આપવા સામે ચેતવણી આપવામાં આવી છે.

Diwali Bonus Scam: દિવાળીના બોનસ તરીકે સરકાર તરફથી ₹8,000 મળશે એવો વોટ્સએપ મેસેજ આવ્યો છે? તો પૈસા મેળવવાની ઉતાવળમાં તેની લિંક ખોલશો નહીં. વડાપ્રધાનના નામે ફરતો આ મેસેજ ખોટો છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોના ફેક્ટ ચેક યુનિટે સ્પષ્ટ કર્યું છે કે સરકાર આવો ₹8,000નો દિવાળી બોનસ આપી રહી નથી. આ મેસેજ લોકોની માહિતી મેળવવા અને નાણાકીય છેતરપિંડી કરવા માટે ફેલાવવામાં આવી રહ્યો છે.
કેવી રીતે ફસાવે છે ઠગો?
ઠગો વોટ્સએપ પર મેસેજ મોકલીને દાવો કરે છે કે વડાપ્રધાન તરફથી દિવાળી નિમિત્તે રોકડ સહાય આપવામાં આવી રહી છે. આ લાભ મેળવવા માટે મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરવાનું કહેવામાં આવે છે. લિંક ખોલતાં વ્યક્તિ નકલી વેબસાઇટ પર પહોંચી શકે છે. ત્યાં વ્યક્તિગત માહિતી અથવા બેન્કની વિગતો માગવામાં આવે છે. સરકારી લાભ મળવાની આશામાં માહિતી આપનાર વ્યક્તિ છેતરપિંડીનો ભોગ બની શકે છે. તેલંગાણા સાયબર સિક્યુરિટી બ્યૂરોએ પણ આ મેસેજ અંગે ચેતવણી આપી છે. ઠગો પ્રોસેસિંગ ફીના નામે પૈસા માગી શકે છે, UPI વ્યવહાર મંજૂર કરાવી શકે છે અથવા નુકસાનકારક એપ ઇન્સ્ટોલ કરાવી શકે છે.
સરકારે લોકોને શું કહ્યું?
સરકારે ચેકે શંકાસ્પદ લિંક ખોલવા અને અજાણ્યા લોકોને OTP આપવા સામે ચેતવણી આપી છે. આ પ્રકારની છેતરપિંડીને ‘ફિશિંગ’ કહેવામાં આવે છે, જેમાં ખોટી ઓળખ કે લાલચનો ઉપયોગ કરીને વ્યક્તિની ગુપ્ત માહિતી મેળવવામાં આવે છે. માત્ર મેસેજમાં સરકાર કે વડાપ્રધાનનું નામ હોય એટલે તેને સાચો માની લેવો નહીં. સરકારી યોજનાનો દાવો સત્તાવાર સરકારી વેબસાઇટ પરથી ચકાસવો જરૂરી છે.
આવો મેસેજ મળે તો શું કરવું?
મેસેજની લિંક ખોલશો નહીં અને તેને બીજા લોકોને ફોરવર્ડ પણ કરશો નહીં. OTP, UPI PIN અને બેન્કિંગ પાસવર્ડ જેવી માહિતી કોઈને આપશો નહીં. કથિત સરકારી લાભ મેળવવા માટે ફી ભરશો નહીં. અજાણી લિંક પરથી એપ ડાઉનલોડ કરવાનું પણ ટાળો. બોનસ મેળવવાની ઉતાવળ કરતાં પહેલાં દાવાની સત્યતા તપાસો. જો છેતરપિંડીમાં નાણાં ગુમાવ્યાં હોય તો તરત પોતાની બેન્કને જાણ કરો. સાથે 1930 પર ફોન કરીને ફરિયાદ કરો અને નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર ફરિયાદ નોંધાવો. નાણાકીય સાયબર છેતરપિંડીની તાત્કાલિક જાણ માટે આ વ્યવસ્થા ઉપલબ્ધ છે.
આ પણ વાંચો: Shahrukh Khanની ₹10,000 કરોડની દુનિયા: મન્નતથી KKR સુધી કેવી રીતે ઊભું કર્યું સામ્રાજ્ય
આ પણ જુઓ:
Also Read

એરલાઇન્સની મનમાની પર બ્રેક! સરકારે જાહેર કર્યા ફ્લાઇટ ભાડાંના નવા નિયમો

Reliance Foundationનું ‘અનંત આશ્રય’: કરજતમાં 5,000 લોકોને મળશે આજીવન ઘર અને સંભાળ

B28 Bullet Train: ભારતમાં બની રહી છે 557 મુસાફરો બેસે તેવી બુલેટ ટ્રેન, જાણો ઝડપ અને ખાસ સુવિધાઓ

Shahrukh Khanની ₹10,000 કરોડની દુનિયા: મન્નતથી KKR સુધી કેવી રીતે ઊભું કર્યું સામ્રાજ્ય

Auto Sales: ઓક્ટોબરમાં જ વેપારીઓને દિવાળી! પહેલીવાર એક મહિનામાં 5 લાખથી વધુ કારનું ધૂમ વેચાણ

UPIનો ઐતિહાસિક રેકોર્ડ! રોજ ₹1 લાખ કરોડથી વધુનાં પેમેન્ટ, ઓક્ટોબરમાં તૂટ્યા જૂના વિક્રમો

Nita Ambani Birthday: 63 વર્ષના થયા નીતા અંબાણી, શિક્ષણથી સ્પોર્ટ્સ અને કલ્ચર સુધી બનાવી અલગ ઓળખ





