KuberaNowLogo
Wednesday, 18/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ChatGPT Plus મફત મળશે! જાણો ભારતમાં કોણ, ક્યારે કરી શકશે અરજી

OpenAI ભારતમાં પાત્ર સંશોધકોને એક વર્ષ માટે મફત ChatGPT Plus આપશે. દરેક મંજૂર ગ્રાન્ટમાં મુખ્ય સંશોધક અને બે સહયોગીઓને એકાઉન્ટ મળશે. ભારત અંગેની જાહેરાત મુજબ, અરજીઓ 30 નવેમ્બરથી શરૂ થશે.

Kuberanow DeskPublished On : 18 Nov 2026
ChatGPT Plus
ChatGPT Plus AI Image

ChatGPT Plus: સંશોધન માટે વૈજ્ઞાનિક લેખો વાંચવા, જટિલ ડેટા સમજવા અને કોડની ભૂલો શોધવામાં હવે ભારતીય સંશોધકોને AIનો સહારો સબ્સ્ક્રિપ્શન ફી વગર મળી શકશે. OpenAI તેના ‘ChatGPT for Academic Researchers’ કાર્યક્રમનો ભારતમાં વિસ્તાર કરી રહી છે. આ હેઠળ પસંદ થયેલા સંશોધકોને એક વર્ષ માટે ChatGPT Plusની મફત સુવિધા મળશે. જોકે, આ ઓફર તમામ વિદ્યાર્થીઓ કે સામાન્ય વપરાશકર્તાઓ માટે નથી; લાભ મેળવવા નિર્ધારિત પાત્રતા પૂરી કરવી પડશે.


કોણ અરજી કરી શકશે?

કાર્યક્રમ ભારતમાં પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓમાં કાર્યરત સંશોધન કરતા ફેકલ્ટી સભ્યો અને પોસ્ટડોક્ટરલ સંશોધકો માટે છે. અરજદાર વિજ્ઞાન, ગણિત અથવા એન્જિનિયરિંગ જેવા પાત્ર ક્ષેત્રમાં કાર્યરત હોવા જરૂરી છે. દરેક મંજૂર ગ્રાન્ટ હેઠળ મુખ્ય સંશોધક અને વધુમાં વધુ બે સહયોગી, એમ કુલ ત્રણ લોકોને ChatGPT Plus મળશે. સુવિધાનો સમયગાળો એક વર્ષનો રહેશે.


ભારત માટે અરજી ક્યારથી?

ભારત અંગે જાહેર કરાયેલી માહિતી મુજબ, 30 નવેમ્બર, 2026થી અરજીઓ શરૂ થશે. પાત્ર અરજીઓમાં વહેલા અરજી કરનારને પ્રાથમિકતા મળશે. તેથી સંસ્થાની ઓળખ અને સંશોધન સંબંધિત વિગતો તૈયાર રાખવી ઉપયોગી રહેશે. અરજીની તારીખમાં એક તફાવત ધ્યાનમાં લેવા જેવો છે: OpenAIની વૈશ્વિક જાહેરાતમાં આગામી રાઉન્ડ માટે 23 નવેમ્બર દર્શાવાયું છે, જ્યારે ભારત અંગેની માહિતીમાં 30 નવેમ્બર જણાવાયું છે. અરજદારે અરજી કરતાં પહેલાં સત્તાવાર પોર્ટલ પર ભારત માટેની તારીખ તપાસવી જોઈએ.


ChatGPT Plus


સંશોધનમાં કેવી મદદ મળશે?

ChatGPTનો ઉપયોગ માત્ર લેખન પૂરતો મર્યાદિત રહેશે નહીં. સંશોધકો વૈજ્ઞાનિક સાહિત્ય શોધવા, અગાઉના અભ્યાસનો સાર સમજવા અને સંશોધનના નવા પ્રશ્નો વિચારવા તેનો ઉપયોગ કરી શકશે. ડેટાનું વિશ્લેષણ, તેમાં રહેલી પેટર્ન ઓળખવી, સંશોધન માટે કોડ લખવો અને તેની ભૂલો સુધારવા જેવા કામમાં પણ મદદ મળી શકે છે. સંશોધનપત્ર અને ગ્રાન્ટ માટેની અરજીને વ્યવસ્થિત રીતે તૈયાર કરવામાં પણ તેનો ઉપયોગ થઈ શકશે. સહભાગીઓને તાલીમ પણ આપવામાં આવશે.


સંશોધનનો ડેટા કેવી રીતે વપરાશે?

OpenAIના જણાવ્યા મુજબ, કાર્યક્રમ હેઠળ શેર કરાયેલો ડેટા ડિફોલ્ટ રીતે તેના મોડલને તાલીમ આપવા વપરાતો નથી. તેમ છતાં અપ્રકાશિત તારણો કે ગોપનીય માહિતી અપલોડ કરતાં પહેલાં સંશોધકે કાર્યક્રમની શરતો અને પોતાની સંસ્થાના નિયમો સમજવા જરૂરી છે.


વિશ્વભરમાં 50,000 નવી ગ્રાન્ટ અપાશે

OpenAI વૈશ્વિક સ્તરે 50,000 નવી ગ્રાન્ટ આપશે. આ સંખ્યા માત્ર ભારત માટેની નથી. અગાઉની લોટરી પદ્ધતિને બદલે હવે પાત્રતાના માપદંડ પૂરા કરનારને અરજીના ક્રમ પ્રમાણે તક મળશે. કંપનીનો સમગ્ર કાર્યક્રમ દ્વારા વિશ્વભરમાં બે લાખ સંશોધકો સુધી પહોંચવાનો હેતુ છે. જુલાઈમાં શરૂ થયેલા પાયલટમાં 33 દેશોના 20,000 સંશોધકો જોડાયા હતા. AI સંશોધનનાં કામમાં મદદરૂપ બની શકે છે, પરંતુ તારણોની ચકાસણી અને વૈજ્ઞાનિક નિર્ણયની જવાબદારી સંશોધકની જ રહેશે.


આ પણ વાંચો: Personal Loan or Credit Card: અચાનક પૈસાની જરૂર પડે તો લોન લેવી કે ક્રેડિટ કાર્ડ વાપરવું


આ પણ જુઓ:

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

8th Pay Commission, Level 6 to 8 Salary Hike

8મું પગાર પંચ: 2.25 ફિટમેન્ટ ફેક્ટરનો અર્થ પગાર બમણો થવો નથી, જાણો 6થી 8 લેવલના કર્મચારીઓનો પગાર કેટલો વધશે?

Instagram Launches Content Protection Tool to Stop Reels Copying

રીલ્સ ચોરી કરનારાઓની ખેર નથી! ઇન્સ્ટાગ્રામે લોન્ચ કર્યું ખાસ કન્ટેન્ટ પ્રોટેક્શન ટૂલ, જાણો કેવી રીતે કરશે કામ

Ayushman Card and Checklist Rejected

આયુષ્માન કાર્ડ બનાવતા પહેલા સાવધાન! આ 5 ભૂલો કરશો તો અરજી થઈ જશે રિજેક્ટ

Panchayat Season 5

Panchayat Season 5: 3 ડિસેમ્બરથી ફુલેરામાં ફરી જામશે ‘પંચાયત’, OTTની સફળ ફ્રેન્ચાઇઝી

khan market

જ્યાં પગ મૂકવાની જગ્યાનું ભાડું પણ લાખોમાં! દિલ્હીનું ખાન માર્કેટ ફરી બન્યું દેશનું સૌથી મોંઘું બજાર

 Mukesh Ambani vs Starlink

Starlink vs Jio: મસ્કને ટક્કર આપવા અંબાણીનો મેગાપ્લાન, 1,600 સેટેલાઇટથી ઇન્ટરનેટ આપવાની તૈયારી

Music Economy

Music Economy: ભારતમાં સંગીતથી ₹17,400 કરોડનું આર્થિક મૂલ્ય સર્જાયું, છતાં સર્જકોની કમાણી કેમ મુશ્કેલીમાં

Train Cancelled

ટ્રેનમાં મુસાફરીનું આયોજન કરો છો? તો સ્ટેશન પર જતા પહેલાં આટલું જાણો