Music Economy: ભારતમાં સંગીતથી ₹17,400 કરોડનું આર્થિક મૂલ્ય સર્જાયું, છતાં સર્જકોની કમાણી કેમ મુશ્કેલીમાં
ભારતની મ્યુઝિક ક્રિએટર ઇકોનોમીએ 2025માં અંદાજે ₹17,400 કરોડનું કુલ આર્થિક મૂલ્ય ઊભું કર્યું, જે 2023 કરતાં 45% વધુ છે. ડિજિટલ માધ્યમો અને સ્વતંત્ર સંગીતનો હિસ્સો વધ્યો છે, પરંતુ સર્જકો માટે સ્થિર કમાણી મેળવવી હજુ પડકાર છે.

Music Economy: મોબાઇલમાં વાગતું દરેક ગીત માત્ર મનોરંજન નથી; તેની પાછળ ગાયક, સંગીતકાર અને ગીતકારથી લઈને ડિજિટલ પ્લેટફોર્મ સુધીનું મોટું અર્થતંત્ર છે. EYના અહેવાલ મુજબ, ભારતની મ્યુઝિક ક્રિએટર ઇકોનોમીએ 2025માં અંદાજે ₹17,400 કરોડનું કુલ આર્થિક મૂલ્ય સર્જ્યું હતું. પરંતુ સંગીત વધુ લોકો સુધી પહોંચે છે એટલી સરળતાથી તેની કમાણી સર્જકો સુધી પહોંચતી નથી એટલે કે સર્જકોને કમાણી કરવામાં પરસેવે નહાવાની નોબત આવી જાય છે. ગીત-સંગીતને શ્રોતાઓ મળી રહ્યા છે, નવી તકો પણ ઊભી થઈ રહી છે, છતાં સર્જકો માટે આ તકોને સ્થિર આવકમાં ફેરવવી મુશ્કેલ બની રહી છે.
બે વર્ષમાં 45% વૃદ્ધિ
ઇન્ડિયન પરફોર્મિંગ રાઇટ સોસાયટી એટલે કે IPRSના સહયોગથી તૈયાર થયેલા EY (Ernst & Young)ના અહેવાલ મુજબ, સંગીત સર્જન સાથે જોડાયેલા અર્થતંત્રનું કુલ આર્થિક મૂલ્ય 2023ની સરખામણીએ 45% વધ્યું છે. તેમાં ડિજિટલ માધ્યમો પર સંગીત સાંભળવાથી સર્જાતા મૂલ્યનો હિસ્સો 52% રહ્યો હતો. સાઉન્ડ રેકોર્ડિંગ અને પબ્લિશિંગની આવક 2025માં અત્યાર સુધીની સૌથી ઊંચી ₹5,433 કરોડની સપાટીએ પહોંચી હતી. મ્યુઝિક પબ્લિશિંગ અને પરફોર્મન્સની આવક 2023ના ₹628 કરોડથી વધીને ₹1,125 કરોડ થઈ હતી.
રોજગારી અને નવા ગીતોમાં વધારો
સંગીત ક્ષેત્રના સંગઠિત વિભાગમાં રોજગારી 2023 કરતાં 50% વધી હતી. આ વિભાગમાં કામ કરતા લોકોની સંખ્યા 60,000થી 70,000 વચ્ચે પહોંચી હતી. વર્ષ દરમિયાન રજૂ થતા નવા મૌલિક ગીતોની સંખ્યા પણ વધીને 22,000થી 27,000 વચ્ચે થઈ હતી. સંગીતના કુલ સ્ટ્રીમ્સ લગભગ છ લાખ કરોડ સુધી પહોંચ્યા હતા. ડિજિટલ માધ્યમો પર સંગીત સાંભળવામાં સ્વતંત્ર સંગીતનો હિસ્સો 43% થયો હતો, જે 2023માં 35%થી ઓછો હતો.

યુવાનોની દિનચર્યાનો ભાગ બન્યું સંગીત
JioSaavnની ભાગીદારીમાં કરાયેલા સર્વે મુજબ, Gen Zના 88% ઉત્તરદાતાઓ રોજ ઓછામાં ઓછો એક કલાક સંગીત સાંભળે છે. તેમાં 85% મુસાફરી દરમિયાન, 76% આરામ કરતી વખતે અને 56% કામ કરતી વખતે સંગીત સાંભળે છે.
તકો વધી, પણ કમાણી મેળવવી મુશ્કેલ
સર્વેમાં 75% સર્જકોએ તકો વધી હોવાનું જણાવ્યું હતું. જોકે, 76%એ આ તકોનો લાભ મેળવવો મુશ્કેલ બન્યો હોવાનું કહ્યું હતું. આવકની અનિશ્ચિતતા, ગીતોના હકોનું જટિલ સંચાલન, વધતો પ્રચારખર્ચ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંબંધિત જોખમો મુખ્ય પડકાર છે. EY ઇન્ડિયાના જણાવ્યા મુજબ, સંગીત ક્ષેત્રની લાંબા ગાળાની સફળતા સર્જાયેલા મૂલ્યનો લાભ સર્જકો સુધી કેટલી અસરકારક રીતે પહોંચે છે તેના પર નિર્ભર રહેશે.
આ પણ વાંચો: MS Dhoni Net Worth: મેદાન બહાર પણ ધોનીની કમાણીની સિક્સર! ₹1,000 કરોડથી વધુ સંપત્તિ
આ પણ જુઓ:
Also Read

8મું પગાર પંચ: 2.25 ફિટમેન્ટ ફેક્ટરનો અર્થ પગાર બમણો થવો નથી, જાણો 6થી 8 લેવલના કર્મચારીઓનો પગાર કેટલો વધશે?

રીલ્સ ચોરી કરનારાઓની ખેર નથી! ઇન્સ્ટાગ્રામે લોન્ચ કર્યું ખાસ કન્ટેન્ટ પ્રોટેક્શન ટૂલ, જાણો કેવી રીતે કરશે કામ

આયુષ્માન કાર્ડ બનાવતા પહેલા સાવધાન! આ 5 ભૂલો કરશો તો અરજી થઈ જશે રિજેક્ટ

Panchayat Season 5: 3 ડિસેમ્બરથી ફુલેરામાં ફરી જામશે ‘પંચાયત’, OTTની સફળ ફ્રેન્ચાઇઝી

જ્યાં પગ મૂકવાની જગ્યાનું ભાડું પણ લાખોમાં! દિલ્હીનું ખાન માર્કેટ ફરી બન્યું દેશનું સૌથી મોંઘું બજાર

ChatGPT Plus મફત મળશે! જાણો ભારતમાં કોણ, ક્યારે કરી શકશે અરજી

Starlink vs Jio: મસ્કને ટક્કર આપવા અંબાણીનો મેગાપ્લાન, 1,600 સેટેલાઇટથી ઇન્ટરનેટ આપવાની તૈયારી





