
દિવાળી પહેલાં રેલવેની મોટી ભેટ: આ રૂટ પર દોડશે સ્પેશિયલ ટ્રેનો
દશેરા, દિવાળી અને છઠ દરમિયાન મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને ઉત્તર રેલવેએ અનેક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે. દિલ્હી-વારાણસી, અયોધ્યા, વૈષ્ણોદેવી, પટણા અને ચંડીગઢ સહિતના રૂટ પર વધારાની ટ્રેનો દોડશે.

દશેરા, દિવાળી અને છઠ જેવા તહેવારો પહેલાં રેલવે મુસાફરો માટે રાહતના સમાચાર છે. તહેવારો દરમિયાન વધતી મુસાફરોની ભીડ અને કન્ફર્મ ટિકિટની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને ઉત્તર રેલવેએ અનેક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેનો દિલ્હી, વારાણસી, અયોધ્યા, વૈષ્ણોદેવી, પટણા, ચંડીગઢ અને ફિરોઝપુર કેન્ટ સહિતના મહત્વના રૂટ પર દોડશે.
દિલ્હી-વારાણસી રૂટ પર 25-25 ફેરા
ઉત્તર રેલવેના શેડ્યૂલ મુજબ વારાણસી-દિલ્હી જંકશન અને દિલ્હી જંકશન-વારાણસી વચ્ચે ચાલનારી સ્પેશિયલ ટ્રેનોના 25-25 ફેરા નક્કી કરવામાં આવ્યા છે. વારાણસીથી દિલ્હી જંકશન જતી ટ્રેન 2 ઓક્ટોબરથી 27 નવેમ્બર સુધી અને દિલ્હીથી વારાણસી જતી ટ્રેન 3 ઓક્ટોબરથી 28 નવેમ્બર સુધી અલગ-અલગ નિર્ધારિત દિવસોએ દોડશે.
અયોધ્યા અને વૈષ્ણોદેવી માટે પણ ખાસ ટ્રેનો
અયોધ્યા જતા મુસાફરો માટે અયોધ્યા કેન્ટ-આનંદ વિહાર ટર્મિનલ અને આનંદ વિહાર ટર્મિનલ-અયોધ્યા કેન્ટ વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડશે. બંને તરફથી 18-18 ફેરે નક્કી કરવામાં આવ્યા છે. અયોધ્યા કેન્ટથી આનંદ વિહાર ટર્મિનલની ટ્રેન 1 ઓક્ટોબરથી 29 નવેમ્બર સુધી જ્યારે આનંદ વિહારથી અયોધ્યા કેન્ટની ટ્રેન 2 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી નિર્ધારિત દિવસોએ દોડશે. માતા વૈષ્ણોદેવી જતા મુસાફરો માટે વારાણસી-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા અને કટરા-વારાણસી વચ્ચે પણ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે. આ ઉપરાંત નવી દિલ્હી-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા અને કટરા-નવી દિલ્હી વચ્ચે 8થી 12 ઓક્ટોબર દરમિયાન દૈનિક સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન રહેશે.
પટણા માટે ચંડીગઢ અને ફિરોઝપુરથી વધારાની ટ્રેનો
બિહાર જતા મુસાફરો માટે ચંડીગઢ-પટણા અને પટણા-ચંડીગઢ વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડશે. ચંડીગઢ-પટણા ટ્રેન 1 ઓક્ટોબરથી 26 નવેમ્બર સુધી દર ગુરુવારે અને પટણા-ચંડીગઢ ટ્રેન 2 ઓક્ટોબરથી 27 નવેમ્બર સુધી દર શુક્રવારે ચાલશે. આ ઉપરાંત ફિરોઝપુર કેન્ટ-પટણા અને પટણા-ફિરોઝપુર કેન્ટ વચ્ચે પણ સ્પેશિયલ ટ્રેનો દોડશે. બંને રૂટ પર 8-8 ફેરે નક્કી કરવામાં આવ્યા છે.
મુસાફરો માટે જરૂરી સૂચના
રેલવે દ્વારા મુસાફરોને મુસાફરી પહેલાં ટ્રેનનો અપડેટેડ સમય, રૂટ અને સ્ટોપેજ ચેક કરવાની સલાહ આપવામાં આવી છે. ટ્રેન સંબંધિત માહિતી માટે રેલવેની સત્તાવાર પૂછપરછ સેવા અથવા રેલ મદદ હેલ્પલાઇન 139નો ઉપયોગ કરી શકાય છે.

આ પણ વાંચો : ગુજરાતીઓની રિટાયરમેન્ટ પ્લાનિંગ બદલાઈ: હવે PPF નહીં, NPS બન્યું નંબર-1 ચોઇસ
આ પણ જુઓ :

Market
See more- શેરબજારના હાલ બેહાલ! 25 વર્ષમાં પહેલીવાર સતત 8 અઠવાડિયા સુધી ઘટ્યું બજાર, ₹20 લાખ કરોડ સ્વાહા
- Multibagger Stocks: "7 દિન મે પૈસા ડબલ" IPO બાદ આ કંપનીનો શેર રોકેટ બનીને ભાગ્યો
- NSEની મોટી યોજના, કોર્પોરેટ બોન્ડ ઈન્ડેક્સ વાયદાને સેબીની મંજૂરી, હવે RBI પર નજર
- Auto Stocksમાં વેચવાલી: Bajaj Autoનો શેરમાં કડાકો, સપ્ટેમ્બરના વેચાણ આંકડાએ કેમ વધારી ચિંતા
Economy
See more- ભારતનો GDP Growth 7.3% રહેવાનો અંદાજ: નાણા મંત્રાલય
- મોદી સરકારે છ રવી પાક માટે MSP વધાર્યા, રૂ. 2.79 લાખ કરોડના પેકેજને મંજૂરી
- Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
- Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા

Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

