KuberaNowLogo
Monday, 31/08/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

દક્ષિણ સિનેમાની અભિનેત્રી જાણો કેમ છે ચર્ચામાં? પિતા પૂર્વ ભારતીય ટેસ્ટ ક્રિકેટર

પ્રશાંત નીલના નિર્દેશનમાં બની રહેલી મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘મહાકાલી’ના ટીઝરે રિલીઝ થતાં જ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે.

KuberaNow
desk@kuberanow24 Aug 2026
InstagramFacebookXLinkedIn
Mahakali Film
Mahakali FilmAI Generated Image

ભારતીય સિનેમામાં પોતાના દમદાર સ્ક્રીન પ્રેઝન્સ અને સશક્ત અભિનયથી આગવી ઓળખ બનાવનાર અભિનેત્રી શ્રિયા રેડ્ડી હાલમાં ફિલ્મ ‘મહાકાલી’ને કારણે ચર્ચામાં છે. પ્રશાંત નીલના નિર્દેશનમાં બની રહેલી આ બહુપ્રતિક્ષિત પૌરાણિક થ્રિલર ફિલ્મના ટીઝરે રિલીઝ થતાં જ દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. ફિલ્મમાં અક્ષય ખન્ના અસુરગુરુ શુક્રાચાર્ય’ની શક્તિશાળી ભૂમિકામાં જોવા મળી રહ્યા છે, જ્યારે શ્રિયા રેડ્ડી મહાકાલીના રૌદ્ર સ્વરૂપમાં નજરે પડે છે.


Mahakali Film



ટીઝરમાં અક્ષય ખન્નાનું પાત્ર અસુરોના અસ્તિત્વ અને ચૌદ લોક પરના અધિકારની વાત કરતું જોવા મળે છે. તેમનો લુક અને અભિનય પ્રભાવશાળી છે. જોકે, ટીઝરના અંતિમ ભાગમાં શ્રિયા રેડ્ડીનું મહાકાલી સ્વરૂપ સામે આવતાં જ સમગ્ર માહોલ બદલાઈ જાય છે. ખાસ કરીને 2 મિનિટ 42 સેકન્ડે જોવા મળતા દૃશ્યમાં તેમની આંખોમાં એકસાથે મમતા અને ભયાનક ક્રોધ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર દર્શકો તેમના અભિનય અને સ્ક્રીન પ્રેઝન્સની પ્રશંસા કરી રહ્યા છે.


શ્રિયા માટે મોટા સ્ટાર્સની સામે પોતાની છાપ છોડવી નવી વાત નથી. પ્રશાંત નીલની જ ‘સાલાર: પાર્ટ 1 – સીઝફાયર’માં તેમણે રાધા રામ મન્નારનું પાત્ર ભજવ્યું હતું. ₹600 કરોડથી વધુની કમાણી કરનારી આ ફિલ્મમાં પ્રભાસ જેવા સુપરસ્ટારની સામે પણ શ્રિયાનું પાત્ર અસરકારક રહ્યું હતું. તેમના અભિનયની સરખામણી ‘બાહુબલી’ની શિવગામી દેવી સાથે પણ કરવામાં આવી હતી.


Mahakali Film



અભિનેત્રી શ્રિયા રેડ્ડી જાણીતા પૂર્વ ભારતીય ટેસ્ટ ક્રિકેટર ભરત રેડ્ડીની દીકરી છે. 28 નવેમ્બર 1982ના રોજ જન્મેલી શ્રિયાએ ચેન્નાઈની એથિરાજ કોલેજમાંથી અભ્યાસ કર્યો હતો. ફિલ્મોમાં પ્રવેશતા પહેલાં તેમણે VJ અને RJ તરીકે પણ કામ કર્યું હતું. બાદમાં ટેલિવિઝનમાં તેમને બ્રેક મળ્યો હતો. અભિનેત્રીએ 2002માં ‘સમુરાઈ’થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ ‘વેયિલ’ અને ‘કાંચીવરણ’ જેવી ફિલ્મોમાં સશક્ત અભિનય કર્યો. હવે ‘મહાકાલી’માં તેમનું રૌદ્ર સ્વરૂપ ફરી એકવાર સાબિત કરી રહ્યું છે કે શ્રિયા રેડ્ડી મોટા પડદા પર કોઈપણ મજબૂત પાત્રને પોતાની આગવી છાપ આપી શકે છે. હવે દર્શકો સિનેમાઘરોમાં અક્ષય ખન્નાના ‘શુક્રાચાર્ય’ અને શ્રિયા રેડ્ડીની મોસ્ટ એવેટેડ ‘મહાકાલી’ વચ્ચેનો આ મહાસંગ્રામ જોવા માટે આતુર છે.

 

Share Link
InstagramFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. MSCI ઇન્ડિયા ઇન્ડેક્સ રિબેલેન્સિંગઃ સેબીની CASની આકરી કસોટી
  2. ઓગસ્ટમાં વૈશ્વિક બજારમાં અસ્થિરતા વચ્ચે નિફ્ટી મેટલ્સે સાત ટકાનો વધારો નોંધાવ્યો
  3. રોકાણકારો માટે: સપ્ટેમ્બર મહિનામાં શેરબજાર કેટલા દિવસ બંધ રહેશે
  4. યુએસ ફેડ રિઝર્વના સંકેતોના પગલે ગોલ્ડ-સિલ્વર ETFમાં ત્રણથી ચાર ટકાનો કડાકો

Economy

See more
  1. GDP વૃદ્ધિ 7.8% થતાં PM મોદીએ કહ્યું ‘નિરાશાવાદીઓ ખોટા પડ્યા, ભારત આગળ વધ્યું’
  2. યુદ્ધ અને વૈશ્વિક દબાણ વચ્ચે પણ ભારતની GDP વૃદ્ધિ 7.8%, અપેક્ષા કરતાં વધુ મજબૂત અર્થવ્યવસ્થા
  3. ચિપ ઉત્પાદનને વેગ આપવા સરકારની ₹1.27 લાખ કરોડની Semicon 2.0ના નિયમો જાહેર
  4. સરકારના પગલાં છતાં ખાંડના ભાવ ત્યાંના ત્યાં, દેશમાં સરેરાશ ભાવ ₹64.24 પ્રતિ કિલો
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SBIના આ ખાતામાં હવે 4 ટ્રાન્ઝેક્શન જ ફ્રી, પછી ચૂકવવો પડશે ચાર્જ
  2. એક્ટિવ મોમેન્ટમ ફંડ્સઃ અસ્થિરતા વચ્ચેના સૌથી સફળ ફંડ્સ
  3. Aadharcardમાં 2 વખત જ નામ બદલી શકાય ? ત્રીજી વખત બદલવા માટે શું કરવું ?
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM