KuberaNowLogo
Saturday, 05/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

OTTથી થિયેટર સુધી ‘મિર્ઝાપુર’નો દબદબો: પહેલા જ દિવસે ₹24.75 કરોડની કમાણી

ગુરમીત સિંહના દિગ્દર્શનમાં બનેલી ‘મિર્ઝાપુર ધ મૂવી’ 4 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ . વેબ સિરીઝ પર આધારિત આ ફિલ્મે પહેલા દિવસે અંદાજે ₹24.75 કરોડની કમાણી કરીને 2026ની ત્રીજી સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની.

KuberaNow
desk@kuberanow5 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Mirzapur: The Movie
Mirzapur: The MovieAI Generated Image

લોકપ્રિય વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’ પર આધારિત ફિલ્મને લઈને દર્શકોમાં શરૂઆતથી જ ઉત્સુકતા હતી. સૌથી મોટો પ્રશ્ન એ હતો કે જે સ્ટોરી દર્શકો OTT પર જોઈ ચૂક્યા છે, તેને મોટા પડદા પર જોવા માટે થિયેટર સુધી જશે કે નહીં. જોકે, ફિલ્મની પહેલા દિવસની કમાણીએ આ પ્રશ્નનો જવાબ આપ્યો છે.

 

પહેલા દિવસે દર્શકોનો મજબૂત પ્રતિસાદ


ફિલ્મ રિલીઝ થતાં પહેલાં જ એડવાન્સ બુકિંગમાં જ સારો પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મ રિલીઝ થયા બાદ ડાયલોગ્સ, કલાકારોના અભિનય અને ફિલ્મના અંતની સોશિયલ મીડિયા પર ભારે પ્રશંસા થઈ રહી છે. જોકે ત્રણ કલાકથી વધુનો સમયગાળો ઘણા દર્શકોને લાંબો લાગ્યો છે. અગાઉ ધુરંધર સિરીઝે 3 થી 4 કલાકનાં સમયગાળામાં ફિલ્મ રિલીઝ કરી હતી. Sacnilkના પ્રારંભિક અંદાજ પ્રમાણે ફિલ્મે પહેલા દિવસે કુલ ₹24.75 કરોડનો વેપાર કર્યો છે. તેમાં હિન્દી આવૃત્તિની કમાણી ₹24.60 કરોડ અને તેલુગુ આવૃત્તિની કમાણી ₹15 લાખ રહી છે.

 

Mirzapur: The Movie



A-રેટેડ ફિલ્મોમાં ચોથું સ્થાન


‘મિર્ઝાપુર ધ મૂવી’નું દિગ્દર્શન ગુરમીત સિંહે કર્યું છે અને તેની સ્ક્રીપ્ટ પુનિત કૃષ્ણાએ લખી છે. એક્સેલ એન્ટરટેઇનમેન્ટ હેઠળ રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરે ફિલ્મનું નિર્માણ કર્યું છે. ₹24.75 કરોડની ઓપનિંગ સાથે ‘મિર્ઝાપુર ધ મૂવી’ વર્ષ 2026ની ત્રીજી સૌથી મોટી ઓપનર બની છે. A-રેટેડ ફિલ્મોમાં પ્રથમ દિવસની કમાણીના આધારે ફિલ્મ ચોથા સ્થાને પહોંચી છે. ફિલ્મે ‘સત્યમેવ જયતે’, ‘કબીર સિંહ’, ‘કોકટેલ 2’ અને ‘બાગી 4’ જેવી ફિલ્મોની ઓપનિંગને પછાડી દીધી છે.

 

સૌથી મોટી A-રેટેડ ઓપનિંગ મેળવનારી ફિલ્મો


ધુરંધર 2 – ₹145 કરોડ

એનિમલ – ₹63.80 કરોડ

ધુરંધર – ₹28.60 કરોડ

મિર્ઝાપુર ધ મૂવી – ₹24.75 કરોડ

સત્યમેવ જયતે – ₹20.52 કરોડ

કબીર સિંહ – ₹20.21 કરોડ

કોકટેલ 2 – ₹14.10 કરોડ

બાગી 4 – ₹13.20 કરોડ

ગ્રાન્ડ મસ્તી – ₹12.50 કરોડ

વીરે દી વેડિંગ – ₹10.70 કરોડ


આ પણ વાંચો: ભારત-EUના નાણાકીય સંબંધો મજબૂત થશે: SEBI અને ESMA વચ્ચે થયા મહત્ત્વપૂર્ણ કરાર



અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. ભારત-EUના નાણાકીય સંબંધો મજબૂત થશે: SEBI અને ESMA વચ્ચે થયા મહત્ત્વપૂર્ણ કરાર
  2. આખરે NSE IPO માટે SEBIની મંજૂરી, હવે લિસ્ટિંગની તારીખ પર સૌની નજર
  3. NSEના શેરનું સેલ્ફ લિસ્ટિંગ નહીં થઈ શકે, BSEનો શેર 4.5 ટકા વધ્યો
  4. FCNRમાં જંગી રકમ મળતા RBL બેંકનાં શેરમાં ચમકારો

Economy

See more
  1. ગ્રાહકો સાથે અન્યાય નહીં ચાલે: RBIએ CIBIL સહિત ક્રેડિટ બ્યુરો અને NBFCsને ફટકાર્યો ₹45.32 લાખનો દંડ
  2. ભારતના Service Sectorમાં સુધારો, PMI 54.1 પર પહોંચ્યો
  3. GIFT IFSC બન્યું ગ્લોબલ બેંકિંગ હબ, FCNR(B) વિતરણ $52.82 બિલિયન સુધી પહોંચ્યું
  4. ભારત-રશિયા વેપારમાં સ્થાનિક ચલણનો દબદબો, 96% ચુકવણી રૂપિયા અને રુબલમાં
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. વિદેશમાં નિકાસ કરો છો? Marine Insuranceથી મેળવો આર્થિક સુરક્ષા
  2. UPIમાં આવી શકે છે મોટો ફેરફાર, હવે AI Agent તમારી તરફથી પેમેન્ટ કરી શકશે
  3. સતત પાંચમાં દિવસે ઘટ્યા સોનાના ભાવ, MCX Goldમાં ₹10,700થી વધુનો ઘટાડો
  4. કરદાતાઓએ બનાવ્યો રેકોર્ડ, 31 ઓગસ્ટ સુધી 7.8 કરોડથી વધુ ITR ફાઈલ

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM