KuberaNowLogo
Tuesday, 24/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

નેપાળમાં 'રામાયણ'એ રચ્યો ઇતિહાસ: પુષ્પા અને બાહુબલીને પાછળ છોડી બની સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ

બોલીવૂડ અભિનેતા રણબીર કપૂરની ફિલ્મ Ramayana: Part 1એ નેપાળના બોક્સ ઓફિસ પર નવો ઇતિહાસ રચ્યો છે. ફિલ્મે ત્રીજા સપ્તાહના અંત સુધીમાં 26.90 કરોડ નેપાળી રૂપિયા એટલે કે આશરે ₹16.81 કરોડ ભારતીય રૂપિયાની કમાણી કરી છે.

Kuberanow DeskPublished On : 24 Nov 2026
Ramayana Nepal Box Office Collection
Ramayana Nepal Box Office CollectionAI Image

Ramayana Nepal Box Office Collection: ભારતીય સિનેમાની બહુચર્ચિત ફિલ્મ Ramayana: Part 1એ વિદેશી બોક્સ ઓફિસ પર મોટી સફળતા મેળવી છે. દિગ્દર્શક નિતેશ તિવારીની આ ફિલ્મે નેપાળમાં અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવી અભિનીત ફિલ્મે અલ્લુ અર્જુરની સુપરહિટ પુષ્પા 2ને પાછળ છોડી છે. અહેવાલો અનુસાર, ફિલ્મે ત્રીજા સપ્તાહના અંત સુધીમાં નેપાળમાં 26.90 કરોડ નેપાળી રૂપિયાનું કલેક્શન નોંધાવ્યું છે.


નેપાળમાં Pushpa 2નો રેકોર્ડ તૂટ્યો

અહેવાલો અનુસાર, 'રામાયણ: પાર્ટ-1'એ તેના ત્રીજા સપ્તાહના અંતે નેપાળમાં 16.81 કરોડ રૂપિયા (26.90 કરોડ નેપાળી રૂપિયા) કલેક્શન કર્યું છે. અગાઉ, સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ 'પુષ્પા 2'ના નામે હતો, જેણે 26.46 કરોડ રૂપિયા નેપાળી રૂપિયાની કમાણી કરી હતી.

દક્ષિણ ભારતીય ફિલ્મો સામાન્ય રીતે નેપાળમાં પ્રભુત્વ ધરાવે છે. પુષ્પા પહેલા, બાહુબલી 2, KGF ચેપ્ટર 2, અને RRR જેવી ફિલ્મોએ પણ ત્યાં સારી કમાણી કરી છે. પરંતુ આ વખતે, એક પેન-ઇન્ડિયન બોલિવૂડ ફિલ્મે ત્યાં એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે. આવનારા દિવસોમાં આ કમાણીના આંકડા વધુ વધવાની ધારણા છે.


રામાયણનું બોક્સ ઓફિસ કલેક્શન ક્યાં સુધી પહોંચ્યું છે?

રામાયણે માત્ર નેપાળમાં જ ઇતિહાસ રચ્યો નથી, પરંતુ ભારત સહિત અન્ય દેશોમાં પણ જંગી નફો કરી રહ્યો છે. ફિલ્મે સ્થાનિક બોક્સ ઓફિસ પર 955.45 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેણે 19 દિવસમાં હિન્દીમાં 725 કરોડ રૂપિયા, કન્નડમાં 76.15 કરોડ રૂપિયા, તેલુગુમાં 56.90 કરોડ રૂપિયા, મલયાલમમાં 49.95 કરોડ રૂપિયા અને તમિલમાં 47.45 કરોડ રૂપિયાની કમાણી કરી છે. SACNILC અનુસાર, ફિલ્મની વિશ્વવ્યાપી કમાણી 1,709.65 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. જોકે, આ આંકડામાં 18 અને 19 દિવસના વિદેશી કલેક્શનનો સમાવેશ થતો નથી.

આ પણ વાંચો: ભારતીય કંપનીઓની કમાણીમાં તેજી! અડધાથી વધુ કંપનીઓનો નફો 20%થી વધુ વધ્યો

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

India Manufacturing Sector

ભારતની માત્ર 1.9% ફેક્ટરીઓમાં જ R&D યુનિટ: કર્મચારીઓની તાલીમમાં પણ દેશ પાછળ, સર્વેમાં ઘટસ્ફોટ

Turtlemint GST Investigation

ઇન્શ્યોરન્સ કંપની Turtlemintની ઓફિસમાં GST વિભાગની તપાસ, સર્ચ અને જપ્તીની કાર્યવાહીથી શેર ચર્ચામાં

How to Block Lost or Stolen SBI ATM Card Online & Offline

SBI ATM કાર્ડ ખોવાઈ ગયું કે ચોરાઈ ગયું? ગભરાયા વગર ઘરે બેઠા આ 4 સરળ રીતે તરત જ કરો બ્લોક

GSK Pharma Blenrep Launch

GSK ફાર્મા કંપની ભારતમાં લોન્ચ કરી બ્લડ કેન્સર દવા, શેર પર રોકાણકારોની નજર

Why House Prices Rise Despite 5.31 Lakh Unsold Homes

ઘર ખરીદનારાઓને ઝટકો: દેશમાં 5.31 લાખ મકાનો ખાલી હોવા છતાં ભાવ ઘટવાની આશા નહિવત, જાણો શું છે કારણ

Union Budget 2027-28

બજેટ 2027-28માં AI માટે ખાસ ફંડ અને ટેક્સમાં રાહતની માગ, NASSCOMએ સરકારને આપ્યા મોટા સૂચનો

BANK HOLIDAYS

27થી 29 નવેમ્બર સુધી બેંકો રહેશે બંધ? જાણો કયા રાજ્યમાં સતત 3 દિવસ રજા

Startup MSME Advisory Group

નાના ઉદ્યોગો અને સ્ટાર્ટઅપને મોટી રાહત: હવે સીધી સરકાર સમક્ષ રજૂ કરી શકાશે પોતાની સમસ્યાઓ