SBI ATM કાર્ડ ખોવાઈ ગયું કે ચોરાઈ ગયું? ગભરાયા વગર ઘરે બેઠા આ 4 સરળ રીતે તરત જ કરો બ્લોક
જો તમારું સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) નું ATM કે ડેબિટ કાર્ડ ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય, તો ખાતાની સુરક્ષા માટે તેને તાત્કાલિક બ્લોક કરવું અત્યંત જરૂરી છે. ગ્રાહકો ઘરે બેઠા YONO એપ, SMS અને ટોલ-ફ્રી કસ્ટમર કેર નંબર દ્વારા અથવા નજીકની બેંક શાખાની મુલાકાત લઈને ગણતરીની મિનિટોમાં કાર્ડ બ્લોક કરાવી શકે છે.

SBI ATM Card Block: જો તમારું સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) નું ATM અથવા ડેબિટ કાર્ડ ક્યાંક પડી ગયું હોય કે ચોરાઈ ગયું હોય, તો ગભરાવાને બદલે સૌથી પહેલા તેને બંધ કરાવવું જરૂરી છે. કાર્ડ બ્લોક કરવામાં થયેલો થોડો પણ વિલંબ તમારા બેંક ખાતાના દુરુપયોગનું જોખમ વધારી શકે છે અને તમને આર્થિક નુકસાન પહોંચાડી શકે છે. ગ્રાહકોની સુવિધા માટે SBI દ્વારા મોબાઇલ એપ, SMS, કસ્ટમર કેર અને બેંક શાખા એમ ચાર સરળ વિકલ્પો આપવામાં આવ્યા છે, જેનાથી તમે તરત જ કાર્ડ બ્લોક કરી શકો છો.
1. YONO SBI એપ દ્વારા ઓનલાઇન પ્રક્રિયા
જો તમે સ્માર્ટફોનમાં YONO SBI એપ્લિકેશન વાપરો છો, તો ઘરે બેઠા કાર્ડ બંધ કરવું સૌથી સરળ છે. આ માટે સૌપ્રથમ YONO એપમાં લોગ ઇન કરો. ત્યારબાદ 'કાર્ડ મેનેજમેન્ટ' અથવા 'સર્વિસ રિક્વેસ્ટ' વિભાગમાં જઈને 'બ્લોક ATM/ડેબિટ કાર્ડ'નો વિકલ્પ પસંદ કરો. અહીં તમારું બેંક એકાઉન્ટ અને જે કાર્ડ ખોવાયું હોય તેનો નંબર પસંદ કરીને પ્રક્રિયા પૂર્ણ કરો.
2. માત્ર એક SMS મોકલીને કાર્ડ બંધ કરો
ઇન્ટરનેટ વગર પણ તમે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી માત્ર એક મેસેજ મોકલીને કાર્ડ બ્લોક કરી શકો છો. તમારા ફોનના મેસેજ બોક્સમાં જઈને અંગ્રેજીમાં "BLOCK XXXX" ટાઇપ કરો (અહીં XXXX ની જગ્યાએ તમારા ડેબિટ કાર્ડના છેલ્લા ચાર અંક લખવાના રહેશે). આ મેસેજ 567676 નંબર પર મોકલી દો, જેનાથી તમારું કાર્ડ તરત બ્લોક થઈ જશે.
3. ટોલ-ફ્રી કસ્ટમર કેર પર કૉલ કરીને
SBI ગ્રાહકોની મદદ માટે ખાસ ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબરો જાહેર કર્યા છે. તમે 1800 1234, 1800 2100 અથવા 1800 11 22 11 નંબર પર કૉલ કરી શકો છો. કૉલ લાગ્યા બાદ તમારી પસંદગીની ભાષા પસંદ કરો. ત્યારબાદ IVR સૂચના મુજબ કાર્ડ બ્લોકિંગના વિકલ્પ માટે 0 દબાવો અને ATM કાર્ડ બ્લોક કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 1 દબાવો.
4. નજીકની બેંક શાખાની મુલાકાત લઈને
જો તમારી પાસે મોબાઇલ એપ કે ઇન્ટરનેટ બેંકિંગની સુવિધા ઉપલબ્ધ ન હોય, તો તમે સીધા નજીકની SBI શાખામાં જઈ શકો છો. ત્યાં બેંક અધિકારીને મળીને અથવા લેખિત અરજી આપીને તમારું ડેબિટ કાર્ડ બ્લોક કરાવવાની વિનંતી કરી શકો છો.
કાર્ડ બ્લોક કર્યા પછી આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
કાર્ડ બ્લોક કરવાની વિનંતી કર્યા બાદ બેંક તરફથી તે બંધ થઈ ગયું હોવાની ખાતરી અવશ્ય કરી લો. જો કાર્ડ ચોરાઈ ગયું હોય અને તેના દ્વારા કોઈ અનધિકૃત કે શંકાસ્પદ વ્યવહાર થયો હોવાનું જણાય, તો તરત જ બેંકમાં ફરિયાદ નોંધાવો. આ ઉપરાંત, જરૂર જણાય તો સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર પણ સંપર્ક કરીને મદદ મેળવી શકાય છે. જૂનું કાર્ડ બ્લોક થયા બાદ તમે બેંકમાં નવા ડેબિટ કાર્ડ માટે અરજી કરી શકો છો.
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

GSK ફાર્મા કંપની ભારતમાં લોન્ચ કરી બ્લડ કેન્સર દવા, શેર પર રોકાણકારોની નજર

ઘર ખરીદનારાઓને ઝટકો: દેશમાં 5.31 લાખ મકાનો ખાલી હોવા છતાં ભાવ ઘટવાની આશા નહિવત, જાણો શું છે કારણ

બજેટ 2027-28માં AI માટે ખાસ ફંડ અને ટેક્સમાં રાહતની માગ, NASSCOMએ સરકારને આપ્યા મોટા સૂચનો

27થી 29 નવેમ્બર સુધી બેંકો રહેશે બંધ? જાણો કયા રાજ્યમાં સતત 3 દિવસ રજા

નાના ઉદ્યોગો અને સ્ટાર્ટઅપને મોટી રાહત: હવે સીધી સરકાર સમક્ષ રજૂ કરી શકાશે પોતાની સમસ્યાઓ

બ્રિટિશ પ્રીમિયમ કારના માલિક બનવું છે, તો થઈ જાવ તૈયાર

સોનાના ભાવમાં ઘટાડા બાદ RBIની ચેતવણી: ગોલ્ડ લોન આપતી કંપનીઓ માટે જોખમ વધ્યું!





