Iran War Effect: ભારત-ચીનની રશિયન ઓઈલની ખરીદી રેકોર્ડ સ્તરે, ભારત દરરોજ મંગાવે છે લગભગ 20 લાખ બેરલ
ઈરાન યુદ્ધને કારણે મધ્ય પૂર્વમાંથી તેલનો પુરવઠો ખોરવાતાં ભારત અને ચીને રશિયન ઓઈલની ખરીદીમાં મોટો વધારો કર્યો છે. નવેમ્બરના મધ્ય સુધી બંને દેશોમાં સમુદ્રી માર્ગે રશિયન ઓઈલનો સરેરાશ પુરવઠો દૈનિક 34 લાખ બેરલ રહ્યો છે, જે ગયા વર્ષની સરખામણીએ દૈનિક 5.30 લાખ બેરલ વધુ છે. ભારતે પણ 2026માં રશિયન તેલની રેકોર્ડ ખરીદી તરફ આગળ વધતાં નવેમ્બરની શરૂઆત સુધી દૈનિક સરેરાશ 19.9 લાખ બેરલ આયાત કરી છે.

અમેરિકા અને ઈરાન યુદ્ધને લઈને લાંબા સમયથી વૈશ્વિક તેલ પુરવઠો ખોરવાયેલો છે. આ બદલાયેલી સ્થિતિને કારણે ભારત અને ચીન રશિયન ઓઈલના સૌથી મોટા ખરીદદારો તરીકે વધુ મજબૂત બન્યા છે. ટેન્કર આંકડા અને ઉદ્યોગ સાથે જોડાયેલા સૂત્રો અનુસાર, 2026માં બંને દેશોની રશિયન ઓઈલ આયાત રેકોર્ડ સ્તરે પહોંચવાની દિશામાં છે. નવેમ્બરના મધ્ય સુધી ભારત અને ચીનમાં સમુદ્રી માર્ગે પહોંચેલું રશિયન ઓઈલ દૈનિક સરેરાશ 34 લાખ બેરલ રહ્યું છે. આ પ્રમાણ ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ દૈનિક આશરે 5.30 લાખ બેરલ વધુ છે.
રશિયાના કુલ નિકાસમાં પણ વધારો
રશિયાના આર્થિક વિકાસ મંત્રાલયના અંદાજ મુજબ 2026માં દેશની ઓઈલ નિકાસ 6% વધીને 24.47 કરોડ ટન રહી શકે છે. આ દૈનિક આશરે 49 લાખ બેરલ જેટલી થાય છે. ઈરાન યુદ્ધ શરૂ થયા બાદ બ્રેન્ટ ક્રૂ઼ડ ઓઈલના ભાવમાં લગભગ એક તૃતીયાંશનો વધારો થયો છે. બીજી તરફ યુક્રેનના ડ્રોન હુમલાથી રશિયાની લગભગ અડધી રિફાઇનિંગ ક્ષમતા પ્રભાવિત થતાં વધુ ક્રૂડ ઓઈલ નિકાસ માટે ઉપલબ્ધ થયું છે. અમેરિકા દ્વારા રશિયન ઓઈલ પરના કેટલાક પ્રતિબંધોમાં તાત્કાલિક છૂટ આપવામાં આવતા ભારત અને ચીન માટે જહાજો અને સપ્લાયરોની ઉપલબ્ધતા પણ વધી હતી. સૂત્રોના અંદાજ મુજબ ભારત અને ચીને મળીને રશિયાની કુલ ક્રૂડ ઓઈલ નિકાસનો 80%થી વધુ હિસ્સો ખરીદ્યો છે.
ભારતની ખરીદી દરરોજ 20 લાખ બેરલ નજીક
ભારત સમુદ્રી માર્ગે રશિયન ક્રૂડ ઓઈલનો સૌથી મોટો ખરીદદાર રહ્યો છે. નવેમ્બરની શરૂઆત સુધી ભારતની સરેરાશ ખરીદી દૈનિક 19.9 લાખ બેરલ રહી, જે એક વર્ષ અગાઉની સરખામણીએ દૈનિક 2.50 લાખ બેરલ વધુ છે. જાન્યુઆરીથી ઓક્ટોબર દરમિયાન ભારતની રશિયન ઓઈલ આયાત આશરે 10% વધીને દૈનિક 18.7 લાખ બેરલ રહી હતી. આ સમયગાળામાં ભારતની કૂલ ક્રૂડ ઓઈલ આયાતમાં રશિયાનો હિસ્સો લગભગ 38% રહ્યો હતો. ભારતીય રિફાઇનરીઓ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ સમગ્ર 2026 દરમિયાન ભારતની રશિયન ઓઈલ આયાત સરેરાશ દૈનિક 19 લાખ બેરલ રહી શકે છે.
આ પણ વાંચો: Gold Import: સોનાની આયાતના બિલમાં 40% ઘટાડો, લગ્નસરામાં સસ્તા ભાવથી રાહતનો CTIનો દાવો
ચીનની આયાતમાં 17%નો ઉછાળો
ચીનમાં જાન્યુઆરીથી ઓક્ટોબર દરમિયાન રશિયન ઓઈલની આયાત 17% વધીને દૈનિક 23.4 લાખ બેરલ રહી હતી. તેની કિંમત લગભગ 59.6 અબજ ડોલર રહી હતી. રશિયન ઓઈલ ચીનની કુલ ઓઈલ ઈમ્પોર્ટમાં આશરે એક ચોથાઈ હિસ્સો ધરાવે છે.
2027માં ખરીદી ઘટી શકે
વેપારીઓ અને વિશ્લેષકોનું માનવું છે કે 2027માં સ્થિતિ બદલાઈ શકે છે. મધ્ય પૂર્વમાંથી તેલ પુરવઠો સામાન્ય થાય અને ગલ્ફ દેશો ફરી બજારમાં પોતાનો હિસ્સો વધારશે તો ભારત અને ચીનની રશિયન ઓઈલ ખરીદી ઘટી શકે છે. ભારતીય રિફાઇનરી સૂત્રોના જણાવ્યા મુજબ મધ્ય પૂર્વનો પુરવઠો સામાન્ય થાય તો 2027માં ભારતની રશિયન ઓઈલ આયાત ઈરાન યુદ્ધ પહેલાંના સ્તર તરફ પાછી ફરી શકે છે. આગળની ખરીદી મુખ્યત્વે ભાવ પર નિર્ભર રહેશે.
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

સોના-ચાંદી પર ત્રિપલ દબાણ! માર્જિન વધ્યું, સ્ટોક ઘટ્યો, ભાવમાં કડાકાની આશંકા

સોના-ચાંદીના ભાવમાં ફરી કડાકો! COMEX પર સોનું 0.73% અને ચાંદી 3.02% તૂટી

ચણાના ભાવ વધવાના એંધાણ: અલ નિનોની અસરથી ગુજરાતમાં વાવેતર ઘટીને 1.71 લાખ હેક્ટર થયું

ભારત અમેરિકામાં 8,606 ટન કાચી ખાંડની નિકાસ કરશે, જાણો સરકારના આ નિર્ણયથી કેવી રીતે થશે ફાયદો

Gold Import: સોનાની આયાતના બિલમાં 40% ઘટાડો, લગ્નસરામાં સસ્તા ભાવથી રાહતનો CTIનો દાવો

ગુજરાતમાં 30 નવેમ્બરથી ટેકાના ભાવે મગની ખરીદી, પ્રતિ ક્વિન્ટલ મળશે ₹8,780

Gold Testing : સોનાની શુદ્ધતા પર સવાલ! BIS હવે કડક કરશે ટેસ્ટિંગ સિસ્ટમ




