KuberaNowLogo
Tuesday, 24/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ચણાના ભાવ વધવાના એંધાણ: અલ નિનોની અસરથી ગુજરાતમાં વાવેતર ઘટીને 1.71 લાખ હેક્ટર થયું

અલ નિનોની અસર અને પાણીની ખેંચને કારણે ગુજરાતમાં ચણાનું વાવેતર ઘટીને 1.71 લાખ હેક્ટર પર આવી ગયું છે. દેશમાં ચણાનું ઉત્પાદન વપરાશ કરતાં ઓછું રહેવાની શક્યતા હોવાથી વેપારી સંગઠનોએ સરકાર પાસે ચણા સહિતના કઠોળ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ કરી છે.

Kuberanow DeskPublished On : 24 Nov 2026
Chana Sowing Drops in Gujarat; Traders Seek Duty Cut
Chana Sowing Drops in Gujarat; Traders Seek Duty CutAI

Chana Sowing Gujarat: અલ નિનોની અસરને કારણે નબળા ખરીફ પાક બાદ હવે દેશ સામે રવિ પાકમાં પણ ઘટાડો થવાનું જોખમ ઊભું થયું છે. પશ્ચિમ ભારતમાં શિયાળાની ઋતુમાં જ પાણીની અછત સર્જાવાના સંકેતો મળતા ખેડૂતો વાવેતર કરતા અચકાઈ રહ્યા છે. ખાસ કરીને દેશના મુખ્ય કઠોળ ગણાતા ચણાના વાવેતરમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેના કારણે આગામી સિઝનમાં માંગ અને પુરવઠા વચ્ચે મોટું અંતર સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.


ગુજરાતમાં વાવેતર ઘટ્યું, ઉત્પાદન પર અસરની શક્યતા

તાજેતરના આંકડાઓ મુજબ, ગુજરાતમાં અત્યાર સુધીમાં ચણાનું વાવેતર માત્ર 1.71 લાખ હેક્ટરમાં જ થયું છે, જે ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન 2.17 લાખ હેક્ટર હતું. એક વ્યવસાયિક સર્વેક્ષણના અંદાજ પ્રમાણે, આ વખતે ભારતમાં ચણાનું કુલ ઉત્પાદન 1.10 કરોડ ટન રહેવાની ધારણા છે, જ્યારે સામે દેશનો કુલ વાર્ષિક વપરાશ 1.20 કરોડ ટન જેટલો છે. ઉત્પાદન ઓછું રહેવાની સ્થિતિમાં બજારમાં ચણાની અછત પૂરી કરવા માટે પીળા વટાણાની આયાત 5 લાખ ટન જેટલી વધી શકે છે.


આયાત ડ્યુટી હટાવવા વેપારીઓની માંગ

બજારની વર્તમાન પરિસ્થિતિને જોતા વેપારી સંગઠનો સક્રિય થયા છે. ગ્રોમાના જોઈન્ટ સેક્રેટરી અને વાશી એપીએમસીના કઠોળના હોલસેલ વેપારી મનીષ દાવડાએ જણાવ્યું છે કે, હાલ ચણાની આયાત પર 10 ટકા ડ્યુટી લાગે છે. સરકારે વર્તમાન સ્થિતિની સમીક્ષા કરીને થોડા સમય માટે આ આયાત ડ્યુટી હટાવી દેવી જોઈએ.


કઠોળ પરના નિયંત્રણો દૂર કરવા સૂચન

વાશી એપીએમસીના અનાજ-કઠોળના દલાલ અને માર્કેટ એનાલિસ્ટ દેવેન્દ્ર વોરાના મતે, ભારતના શાકાહારી નાગરિકો માટે કઠોળ એ પ્રોટીનનો મુખ્ય આધાર છે. દરેક કઠોળના ભાવ એકબીજા સાથે જોડાયેલા હોવાથી સરકારે ચણા, મસૂર અને વટાણાની આયાત પરની ડ્યુટી નાબૂદ કરવી જોઈએ. આ ઉપરાંત, મગની આયાત પરનો પ્રતિબંધ પણ હટાવીને મુક્ત વ્યાપાર વ્યવસ્થા લાગુ કરવી જરૂરી છે, જેથી ખેડૂતો, વેપારીઓ અને ગ્રાહકો વચ્ચેના ભાવનો મોટો તફાવત ઘટાડી શકાય.


વૈશ્વિક બજારમાં પણ પુરવઠાની ચિંતા

કઠોળના પુરવઠાની ચિંતા માત્ર ભારત પૂરતી સીમિત નથી, પરંતુ વૈશ્વિક બજારમાં પણ આવી જ સ્થિતિ છે. હાલમાં પીળા વટાણાનો વૈશ્વિક સ્ટોક 74.51 લાખ ટન છે, જેની સામે 74.42 લાખ ટનની માંગ રહેવાનો અંદાજ છે. જોકે, ભારતમાં સરકારી એજન્સીઓ પાસે હાલ ચણાનો સ્ટોક ઉપલબ્ધ છે, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધુ ઊંચકાય તે પહેલાં ભારત સરકારે સમયસર યોગ્ય નિર્ણયો લેવા હિતાવહ છે.


આ પણ વાંચોઃ ભારત 8,606 ટન કાચી ખાંડ અમેરિકા મોકલશે, સરકારે નિકાસને મંજૂરી આપી; શું મિલોને ફાયદો થશે?


આ પણ જુઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

India Approves 8,606 Tonnes Raw Sugar Export to US

ભારત અમેરિકામાં 8,606 ટન કાચી ખાંડની નિકાસ કરશે, જાણો સરકારના આ નિર્ણયથી કેવી રીતે થશે ફાયદો

Gold Imports

Gold Import: સોનાની આયાતના બિલમાં 40% ઘટાડો, લગ્નસરામાં સસ્તા ભાવથી રાહતનો CTIનો દાવો

 ગુજરાતમાં મગની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત

ગુજરાતમાં 30 નવેમ્બરથી ટેકાના ભાવે મગની ખરીદી, પ્રતિ ક્વિન્ટલ મળશે ₹8,780

Gold Test.png

Gold Testing : સોનાની શુદ્ધતા પર સવાલ! BIS હવે કડક કરશે ટેસ્ટિંગ સિસ્ટમ

Silver Price Today

Silver Price Today: ચાંદીમાં શાનદાર રિકવરી, જાણો આજના નવા ભાવ

Govt May Impose 30% Duty or MEP on Non-Basmati Rice Exports

મોંઘવારી પર લગામ કસવા સરકારનો મોટો પ્લાન: નોન-બાસમતી ચોખાની નિકાસ પર 30% ડ્યુટી કે MEP લાગુ થવાની શક્યતા

Gold Price Forecast 2027, Goldman Sachs Sees 13% Surge

2027 ના અંત સુધીમાં સોનું કેટલું મોંઘુ થશે? ગોલ્ડમેન સૅશની મોટી આગાહી, જાણો સોના અને ચાંદીના ભાવનું ભવિષ્ય

rUPEE.png

Indian Rupee : રૂપિયો 7 મહિનાની ટોચેથી ગગડ્યો, હવે ફરી ₹93ની નીચે જશે?