2027 ના અંત સુધીમાં સોનું કેટલું મોંઘુ થશે? ગોલ્ડમેન સૅશની મોટી આગાહી, જાણો સોના અને ચાંદીના ભાવનું ભવિષ્ય
અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સૅક્સના અંદાજ મુજબ 2027 ના અંત સુધીમાં સોનાનો ભાવ 13% વધીને પ્રતિ ટ્રોય ઔંસ $4,650 સુધી પહોંચી શકે છે. વિશ્વભરની સેન્ટ્રલ બેંકોની સતત ખરીદી અને ચીનના વધતા રસને કારણે સોનાને મજબૂત ટેકો મળી રહ્યો છે, જ્યારે ચાંદીમાં મોટી તેજીની અપેક્ષા ઓછી છે.

Gold Price Forecast 2027: વૈશ્વિક સ્તરે વધતા તણાવ, આર્થિક અનિશ્ચિતતા અને વિવિધ દેશોની સેન્ટ્રલ બેંકો દ્વારા થઈ રહેલી સતત ખરીદીને કારણે આગામી વર્ષોમાં સોનાના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. જાણીતી અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સૅશે પોતાના તાજેતરના અંદાજમાં જણાવ્યું છે કે 2027 ના અંત સુધીમાં સોનાનો ભાવ પ્રતિ ટ્રોય ઔંસ $4,650 ના સ્તરને સ્પર્શી શકે છે. ઓક્ટોબર મહિનામાં સોનાની સરેરાશ કિંમત $4,100 હતી, જેની સરખામણીમાં આશરે 13% નો વધારો દર્શાવે છે.
સેન્ટ્રલ બેંકોની ખરીદી સોનાને આપશે મજબૂત ટેકો
ગોલ્ડમેન સૅક્સના વિશ્લેષણ મુજબ, અમેરિકામાં વ્યાજ દર વધવા છતાં સોનાની માંગ મજબૂત રહેશે, જેમાં વિશ્વભરની કેન્દ્રીય બેંકોનો સૌથી મોટો ફાળો હશે. વર્ષ 2022 માં રશિયાના વિદેશી વિનિમય ભંડારને સ્થિર કરવામાં આવ્યા બાદ ઘણા દેશોએ માત્ર ડોલર અને અન્ય વિદેશી ચલણો પર નિર્ભર રહેવાને બદલે પોતાના રિઝર્વમાં સોનાનો હિસ્સો વધારવાનું શરૂ કર્યું છે. 2022 પહેલા સેન્ટ્રલ બેંકો દર મહિને સરેરાશ 17 ટન સોનું ખરીદતી હતી, પરંતુ બેંકનો અંદાજ છે કે 2028 સુધીમાં આ ખરીદી દર મહિને સરેરાશ 60 ટન સુધી પહોંચી શકે છે.
ચીનની વ્યૂહરચનાથી સોનાની માંગમાં થશે વધારો
વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતું ચીન પણ સોનાની તેજીમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. હાલમાં ચીનના કુલ વિદેશી વિનિમય ભંડારમાં સોનાનો હિસ્સો 11.8% છે. ગોલ્ડમેન સૅક્સનું માનવું છે કે ભવિષ્યમાં ચીન આ હિસ્સો વધારીને 20% સુધી લઈ જઈ શકે છે. જો ચીન આ દિશામાં આગળ વધશે, તો વૈશ્વિક બજારમાં સોનાની માંગ વધુ મજબૂત બનશે.
2028 સુધીમાં $5,600 સુધી જઈ શકે છે સોનું
લાંબા ગાળાની આગાહી કરતા ગોલ્ડમેન સૅશે જણાવ્યું છે કે યુએસ ફેડરલ રિઝર્વ ડિસેમ્બર 2026 અને માર્ચ 2027 માં વ્યાજ દરમાં 0.25-0.25% નો વધારો કરી શકે છે. પરંતુ ત્યારબાદ જ્યારે વ્યાજ દરમાં ઘટાડાનો દોર શરૂ થશે, ત્યારે પશ્ચિમી રોકાણકારો ફરીથી સોના તરફ આકર્ષાશે. આ પરિબળોના આધારે 2028 ના અંત સુધીમાં સોનું પ્રતિ ટ્રોય ઔંસ $5,600 સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ચાંદીના ભાવ અંગે શું છે અંદાજ?
સોનાની સરખામણીમાં ચાંદી માટે ગોલ્ડમેન સૅક્સનું વલણ થોડું સાવચેતીભર્યું છે. વિશ્વભરની સેન્ટ્રલ બેંકો સામાન્ય રીતે પોતાના અનામત ભંડારમાં ચાંદી રાખતી નથી, તેથી ચાંદીને સેન્ટ્રલ બેંક ખરીદીનો સીધો ફાયદો મળતો નથી. ચાંદીના ભાવ મુખ્યત્વે ઔદ્યોગિક માંગ અને રોકાણકારોના સેન્ટિમેન્ટ પર આધારિત હોવાથી તેમાં ઝડપી વધઘટ જોવા મળે છે. આ વર્ષની શરૂઆતમાં લંડન બજારમાં ભંડોળની અછતને કારણે ચાંદી પ્રતિ ટ્રોય ઔંસ $120 ને પાર કરી ગઈ હતી, પરંતુ અમેરિકામાં ઊંચા વ્યાજ દરોને કારણે ચાંદીના ફંડ્સમાં રોકાણ ઘટી શકે છે અને આવો મોટો ઉછાળો ફરી જોવા મળવાની અપેક્ષા નથી.
આ પણ વાંચોઃ Gold Price Today: સોનું ₹57,500 સસ્તું થયું છતાં હજુ પણ મોંઘું! 2024 થી અત્યાર સુધીનો ચોંકાવનારો હિસાબ
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Indian Rupee : રૂપિયો 7 મહિનાની ટોચેથી ગગડ્યો, હવે ફરી ₹93ની નીચે જશે?

Expert Speaks : સોના-ચાંદીમાં કડાકા પાછળ ફેડનો ડર, હવે આગળ શું થશે?

સોના-ચાંદી, તાંબુ અને એલ્યુમિનિયમના ભાવમાં ઘટાડા વચ્ચે મોર્ગન સ્ટેન્લીનો મોટો રિપોર્ટ, જાણો આગળ શું થશે?

Crude Oil Prices : અમેરિકા-ઈરાન તણાવ છતાં ક્રૂડ સસ્તું, બ્રેન્ટ $92થી નીચે, આગળ શું થશે?

Gold-Silver Price: 14 મહિનાના તળિયેથી સોનામાં સુધારો, ચાંદીમાં પણ તેજી

ભારતમાં સોનાના ભાવ કેવી રીતે નક્કી થાય છે? આંતરરાષ્ટ્રીય માર્કેટથી લઈને GST અને મેકિંગ ચાર્જ સુધીનું સંપૂર્ણ ગણિત સમજો

PM મોદીએ કહ્યું ‘સોનું ન ખરીદો’, જનતાએ કેટલી માની વાત? જાણો આંકડાઓનું સત્ય





