KuberaNowLogo
Monday, 23/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

PM મોદીએ કહ્યું ‘સોનું ન ખરીદો’, જનતાએ કેટલી માની વાત? જાણો આંકડાઓનું સત્ય

મે મહિનાની અપીલ બાદ સોનાની આયાત 40% ઘટી અને જ્વેલરી માગ ઘટી, પરંતુ ભાવ ઘટાડા પાછળ અન્ય વૈશ્વિક કારણો પણ જવાબદાર

Kuberanow DeskPublished On : 22 Nov 2026
PM Mod Appeal.png
AI Generated Image

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે લખનઉમાં જણાવ્યું કે, તેમણે દેશવાસીઓને એક વર્ષ માટે સોનું નહીં ખરીદવાની સલાહ આપી હતી. જનતાએ તેમની સલાહ માની અને સોનાની ખરીદી ઘટાડી, જેથી સોનાના ભાવ નીચે આવી ગયા. જૂઓ તેમના કેટલાક રૂપિયા બચી ગયા. જોકે, સોનું નહીં ખરીદવાની વડાપ્રધાન મોદીની અપીલ અંગે સરકારી આંકડા અને વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આંકડા શું કહે છે?


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે 10 મેના રોજ દેશવાસીઓને સોનાની ખરીદીમાં સંયમ જાળવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ખૂબ જરૂરી ના હોય તો એક વર્ષ સુધી સોનું ખરીદશો નહીં. વડાપ્રધાનની આ અપીલ પછી દેશમાં સોનાની આયાત અને માગમાં ઘટાડો થયો હોવાનું જોવા મળે છે. સરકારી આંકડા અને વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આંકડામાં ભારતમાં સોનાની આયાત અને માગમાં ઘટાડો સ્પષ્ટપણે જોવા મળે છે.


મે મહિના પછી સોનાના ભાવમાં ફેરફાર

મીડિયા રિપોર્ટ મુજબ વડાપ્રધાન મોદીની સોનું નહીં ખરીદવાની અપીલ પહેલાં દિલ્હીમાં 9 મેના રોજ 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ રૂ. 15,250 હતો. 21 નવેમ્બર 2026 સુધીમાં આ ભાવ ઘટીને પ્રતિ ગ્રામ રૂ. 12,523ના સ્તરે આવી ગયો છે. એટલે કે આ સમયમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ રૂ. 2,727નો ઘટાડો થયો. આ સમયમાં સોનાના ભાવમાં અંદાજે 17.9 ટકાનો ઘટાડો જોવા મળ્યો.


સોનાની આયાતમાં 40 ટકાનો ઘટાડો થયો

ભારત સોનાની આયાત કરતા દુનિયાના સૌથી મોટા દેશોમાં સામેલ છે. એવામાં સોનાની ખરીદીમાં ઘટાડાની દેશના આયાત બિલ પર પણ અસર જોવા મળે છે. સરકારી આંકડા દર્શાવે છે કે એપ્રિલથી ઓક્ટોબર વચ્ચે ભારતની સોનાની આયાત અંદાજે 40 ટકા ઘટીને 24.78 અબજ ડોલર રહી હતી. ગયા વર્ષે સમાન સમયમાં આ આંકડો 41.24 અબજ ડોલર હતો. સોનાની આયાત ઘટવાનો અર્થ છે કે આ સમયમાં ભારતે વિદેશમાંથી પહેલાની સરખામણીમાં ઓછા મૂલ્યનું સોનું ખરીદ્યું. જોકે, આયાતના મૂલ્યમાં ફેરફારને માત્ર ઘરેલુ ખરીદીમાં ઘટાડા સાથે જોડીને જોઈ શકાય નહીં. ભાવ અને અન્ય બજારકારણોની અસર પણ આ આંકડા પર પડી શકે છે.


ઘરેણાંની માગમાં પણ ઘટાડો થયો

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)ના આંકડા મુજબ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતની કુલ સોનાની માગ 162 ટન રહી, જે ગયા વર્ષના સમાન સમયની સરખામણીમાં 29 ટકા ઓછી છે. આ સમયમાં સોનાના ઘરેણઆંની માગમાં પણ ઘટાડો નોંધાયો હતો. ઘરેણાંની માગ 20 ટકા ઘટીને અંદાજે 100 ટન રહી ગઈ. આ આંકડાથી ખ્યાલ આવે છે કે સોનાના ઊંચા ભાવ અને બજારની પરિસ્થિતિઓ વચ્ચે ગ્રાહકોની ખરીદી પર પણ અસર થઈ છે. વિશેષરૂપે ઘરેણાંની માગમાં ઘટાડો જ્વેલરી કારોબાર માટે મહત્વનો સંકેત છે.


મે મહિનામાં પીએમ મોદીએ કરી હતી અપીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મે 2026માં સોનું નહીં ખરીદવા માટે અપીલ કરી હતી. આ સમયે મધ્ય-પૂર્વમાં અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના ભાવ પર દબાણ વધી રહ્યું હતું અને ભારતના ફોરેક્સ રિઝર્વ અંગે ચિંતા વ્યક્ત થઈ રહી હતી. આ બાબતને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને સોનાની ખરીદી ટાળવા માટે અપીલ કરી હતી, કારણ કે સોનાની ખરીદીમાં મોટા પ્રમાણમાં વિદેશી ચલણનો ખર્ચ થાય છે. એવામાં રાષ્ટ્રીય હિતમાં લોકોને એક વર્ષ સુધી બીનજરૂરી સોનું ખરીદવાનું ટાળવા સંકલ્પ લેવો જોઈએ તેવી વડાપ્રધાને અપીલ કરી હતી. આ સમયમાં કેન્દ્ર સરકારે પણ સોના અને ચાંદી પર ઈમ્પોર્ટ ડ્યુટી 6 ટકાથી વધારીને 15 ટકા કરી દીધી હતી. ઈમ્પોર્ટ ડ્યુટીમાં આ વધારાની અસર ઘરેલુ બજારમાં સોના-ચાંદી સાથે સંકળાયેલા કારોબાર અને જ્વેલરી કંપનીઓના શૅરો પર પણ અસર થઈ હતી.


CTIના ચેરમેને કહ્યું - કેટલું સસ્તું થયું સોનું

CTIના ચેરમેન બૃજેશ ગોયલે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ સોનું નહીં ખરીદવાની સલાહ આપી હતી ત્યારે સોનાના ભાવ પ્રતિ કિલો રૂ.1.90 કરોડ હતો. આજે સોનાનો ભાવ ગગડીને પ્રતિ કિલો રૂ.1.25 કરોડ થઈ ગયો છે.એટલે કે પ્રતિ કિલો 65 લાખનો ઘટાડો નોંધાયો છે.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Crude Iran.png

Crude Oil Prices : અમેરિકા-ઈરાન તણાવ છતાં ક્રૂડ સસ્તું, બ્રેન્ટ $92થી નીચે, આગળ શું થશે?

 Gold-Silver Price

Gold-Silver Price: 14 મહિનાના તળિયેથી સોનામાં સુધારો, ચાંદીમાં પણ તેજી

How Gold Prices Are Calculated In India

ભારતમાં સોનાના ભાવ કેવી રીતે નક્કી થાય છે? આંતરરાષ્ટ્રીય માર્કેટથી લઈને GST અને મેકિંગ ચાર્જ સુધીનું સંપૂર્ણ ગણિત સમજો

Gold Drops ₹57,500 From Peak, Yet Remains Expensive

Gold Price Today: સોનું ₹57,500 સસ્તું થયું છતાં હજુ પણ મોંઘું! 2024 થી અત્યાર સુધીનો ચોંકાવનારો હિસાબ

Sugar Output Jumps 4x Amid Ethanol Ban; Supply To Rise

ખાંડના ઉત્પાદનમાં 4 ગણો ઉછાળો: ઇથેનોલ પર પ્રતિબંધથી ઘટશે ખાંડના ભાવ? ICRA નો મોટો રિપોર્ટ

Gold Price Crash

Gold Price Crash: સોનાના ભાવમાં કડાકો, ₹58,000 સસ્તું થયું સોનું; જાણો ફરી ભાવ વધતા કેટલા વર્ષ લાગશે

Pulse

અલ-નીનોના ડરના લીધે કઠોળની આયાતમાં 60 ટકા ઉછાળો

Alluminium Anti Dumping Duty.png

Aluminium Imports : સસ્તી એલ્યુમિનિયમ આયાત પર સરકારનો સકંજો, એન્ટી-ડમ્પિંગ ડ્યુટીની તૈયારી