KuberaNowLogo
Monday, 23/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Crude Oil Prices : અમેરિકા-ઈરાન તણાવ છતાં ક્રૂડ સસ્તું, બ્રેન્ટ $92થી નીચે, આગળ શું થશે?

WTI $83ની નજીક, મજબૂત વૈશ્વિક સપ્લાય ભાવને દબાવી રહ્યો છે, જ્યારે મધ્ય-પૂર્વનો તણાવ જોખમ પ્રીમિયમ વધારી રહ્યો છે

Kuberanow DeskPublished On : 23 Nov 2026
Crude Iran.png
AI Generated Image

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે આ વર્ષના અંત સુધીમાં સોદો નહીં થાય તો નવા વર્ષમાં વધુ ઘાતક હુમલાની ધમકી આપી છે. બીજીબાજુ ઈરાન સતત હોર્મુઝની ખાડીમાં ઓઈલ ટેન્કરો પર હુમલા કરી રહ્યું છે, આમ છતાં હોર્મુઝની ખાડીમાંથી ઓઈલનો સપ્લાય મજબૂત છે. મધ્ય-પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો હોવા છતાં સોમવારે 23 નવેમ્બરે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ ઘટીને પ્રતિ બેરલ 92 ડોલરથી નીચે આવી ગયો છે. એશિયામાં પ્રારંભિક કારોબારમાં તેનો ભાવ પ્રતિ બેરલ 91.72 ડોલર સુધી ગયો હતો. બીજીબાજુ અમેરિકન ક્રૂડ ઓઈલ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (WTI) અંદાજે 83 ડોલર પ્રતિ બેરલ નજીક ટ્રેડ કરતો હતો.


આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવમાં નવેમ્બરમાં અત્યાર સુધીમાં 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. હકીકતમાં અમેરિકામાં મધ્યવર્તી ચૂંટણી પછી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર ફરીથી મોટા હુમલા કરવાનો નિર્ણય ટાળી દીધો છે. તેનાથી ઓઈલ પૂરવઠામાં અવરોધો ઊભા થવાની આશંકા થોડી ઘટી છે અને ભાવ પર દબાણ વધી ગયું છે. જોકે, સપ્તાહના અંતમાં ટ્રમ્પે કહ્યું, ઈરાન સાથે આ વર્ષના અંત સુધીમાં કોઈ સમજૂતી નહીં થાય તો તેઓ નવા વર્ષમાં ફરીથી હુમલા શરૂ કરી શકે છે. ટ્રમ્પના આ નિવેદનથી મધ્ય-પૂર્વમાં યુદ્ધ ફરી વકરવાની આશંકા વધી છે.


હોર્મુઝમાં હુમલા છતાં ઓઈલ સપ્લાય યથાવત્

છેલ્લા કેટલાક દિવસોમાં મધ્ય-પૂર્વમાં નાના સ્તર પર સૈન્ય સંઘર્ષ વધ્યો છે. વિશેષરૂપે હોર્મુઝની ખાડીમાં ઓઈલ ટેન્કરો પર વારંવાર હુમલા થઈ રહ્યા છે.જોકે, આ હુમલા છતાં ફારસની ખાડીમાંથી ક્રૂડ ઓઈલની નિકાસ યથાવત્ છે. બીજીબાજુ સપ્તાહના અંતમાં ઈરાને ફરી એક વખત ઈરાને બહરીન પર હુમલો કર્યો હતો, જ્યાં અમેરિકન સૈન્ય તૈનાત છે. આ સાથે ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ સાઉદી અરબમાં રાજધાની રિયાધ સહિત અનેક સ્થળો પર હુમલા કરવાનું ચાલુ રાખ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર દાવો કર્યો કે ઈરાને ગયા સપ્તાહે જેટલા મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે તેટલા છેલ્લા એક વર્ષથી વધુ સમયમાં ક્યારેય પણ કરવામાં આવ્યા નથી. આ ઘટનાઓથી ઓઈલના સપ્લાયમાં અવરોધો ઊભા થવાનું જોખમ છે.


ક્રૂડ ઓઈલમાં 25-30 ડોલરનું વધારાનું પ્રીમિયમ

કોમનવેલ્થ બેન્ક ઓફ ઓસ્ટ્રેલિયાના અર્થશાસ્ત્રી જોન ઓહ મુજબ મધ્ય-પૂર્વમાં હાલ જે ગતિએ ક્રૂડ ઓઈલની નિકાસ થઈ રહી છે તેનાથી આગામી સમયમાં દુનિયાભરમાં ઓઈલનો સ્ટોક વધી શકે છે. જોકે, બજારમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વધવાની આશંકાના કારણે ઓઈલના ભાવમાં વધારાનું પ્રીમિયમ બનેલું છે. બજાર હાલ ક્રૂડ ઓઈલના ભાવમાં અંદાજે 25થી 30 ડોલર પ્રતિ બેરલનું વધારાનું જોખમ પ્રીમિયમ જોડીને ચાલી રહ્યું છે.


ઓઈલ સ્ટોક વધવાની સંભાવના

મધ્ય-પૂર્વમાં તણઆવ છતાં વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલનો સપ્લાય મજબૂત છે. આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી (IEA)નું માનવું છે કે વર્તમાન ક્વાર્ટરમાં દુનિયાભરમાં ક્રૂડ ઓઈલનો સપ્લાય માગ કરતાં લગભગ 20 લાખ બેરલ પ્રતિ દિવસ વધુ રહી શકે છે. બીજીબાજુ ગોલ્ડમેન સાક્સે પણ આગામી વર્ષે વૈશ્વિક બજારમાં જરૂર કરતાં વધુ ઓઈલ ઉપલબ્ધ રહેવાનું જોખમ જણાવ્યું છે.


ઓઈલની ભાવી ચાલ

ક્રૂડ ઓઈલના ભાવ પર હાલ બે અલગ અલગ કારણોથી અસર પડી રહી છે. એક તરફ મજબૂત સપ્લાય અને દુનિયાભરમાં ઓઈલનો સ્ટોક વધાની આશંકા ભાવને નીચે રાખી રહી છે. બીજીબાજુ મધ્ય-પૂર્વમાં વધતો સંઘર્ષ, હોર્મુઝની ખાડીમાં ટેન્કરો પર હુમલા અને અમેરિકા-ઈરાન વચ્ચે ફરીથી મોટા સૈન્ય સંઘર્ષની આશંકા ભાવને ટેકો આપી રહી છે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં ઓઈલના ભાવની દિશા એ બાબત પર નિર્ભર કરશે કે મધ્ય-પૂર્વમાં તણાવ કેટલો વધે છે અને ઓઈલની નિકાસ સામાન્ય રહેશે કે નહીં.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

 Gold-Silver Price

Gold-Silver Price: 14 મહિનાના તળિયેથી સોનામાં સુધારો, ચાંદીમાં પણ તેજી

How Gold Prices Are Calculated In India

ભારતમાં સોનાના ભાવ કેવી રીતે નક્કી થાય છે? આંતરરાષ્ટ્રીય માર્કેટથી લઈને GST અને મેકિંગ ચાર્જ સુધીનું સંપૂર્ણ ગણિત સમજો

PM Mod Appeal.png

PM મોદીએ કહ્યું ‘સોનું ન ખરીદો’, જનતાએ કેટલી માની વાત? જાણો આંકડાઓનું સત્ય

Gold Drops ₹57,500 From Peak, Yet Remains Expensive

Gold Price Today: સોનું ₹57,500 સસ્તું થયું છતાં હજુ પણ મોંઘું! 2024 થી અત્યાર સુધીનો ચોંકાવનારો હિસાબ

Sugar Output Jumps 4x Amid Ethanol Ban; Supply To Rise

ખાંડના ઉત્પાદનમાં 4 ગણો ઉછાળો: ઇથેનોલ પર પ્રતિબંધથી ઘટશે ખાંડના ભાવ? ICRA નો મોટો રિપોર્ટ

Gold Price Crash

Gold Price Crash: સોનાના ભાવમાં કડાકો, ₹58,000 સસ્તું થયું સોનું; જાણો ફરી ભાવ વધતા કેટલા વર્ષ લાગશે

Pulse

અલ-નીનોના ડરના લીધે કઠોળની આયાતમાં 60 ટકા ઉછાળો

Alluminium Anti Dumping Duty.png

Aluminium Imports : સસ્તી એલ્યુમિનિયમ આયાત પર સરકારનો સકંજો, એન્ટી-ડમ્પિંગ ડ્યુટીની તૈયારી