CII Reforms : ભારતનું $26.5 ટ્રિલિયન ડોલરનું લક્ષ્ય : CIIએ બતાવ્યો નાણાકીય સુધારાનો રોડમેપ
બેન્કિંગ, NBFC, MSME, બોન્ડ અને વીમા ક્ષેત્રમાં મોટા ફેરફારની ભલામણ સહિત CIIનો 15 મોટા સુધારા પર ભાર, 2047 સુધી $106 ટ્રિલિયનની નાણાકીય સંપત્તિ ઊભી કરવા 15 સૂચનો

ભારતને 26.5 લાખ કરોડ ડોલરનું અર્થતંત્ર બનાવવાના લક્ષ્યને હાંસલ કરવા માટે ભારતીય ઉદ્યોગના અગ્રણી સંગઠન કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII)એ નાણાકીય ક્ષેત્રમાં 15 મહત્વપૂર્ણ સુધારાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ સુધારાનો આશય દેશની નાણાકીય વ્યવસ્થાને વધુ મજબૂત, આધુનિક, પારદર્શી અને રોકાણને અનુકૂળ બનાવવાનો છે. CIIનું માનવું છે કે ભારતની લાંબાગાળાની આર્થિક વિકાસ યાત્રામાં નાણાકીય ક્ષેત્રની મહત્વની ભૂમિકા રહેશે. અર્થતંત્રના વિસ્તરણ માટે ઉદ્યોગોને પર્યાપ્ત મૂડી ઉપલબ્ધ કરાવવા, રોકાણને પ્રોત્સાહિત કરવા, નાણાકીય સંસ્થાઓની ક્ષમતા વધારવા અને મૂડી બજારને મજબૂત કરવું જરૂરી છે.
વર્ષ 2047 સુધીમાં 106 લાખ કરોડ ડોલરની નાણાકીય સંપત્તિઓની જરૂર
CIIના આકલન મુજબ ભારતને 2047 સુધીમાં 26.5 લાખ કરોડ ડોલરનું અર્થતંત્ર બનાવવું હોય તો દેશને લગભગ 106 લાખ કરોડ ડોલરની નાણાકીય સંપત્તિઓની જરૂર પડશે. હાલ આ આંકડો લગભગ 7 લાખ કરોડ ડોલર છે. CII મુજબ આ લક્ષ્ય હાંસલ કરવા માટે બેન્કિંગ સંપત્તિઓનો વૃદ્ધિદર નામમાત્ર જીડીપીના વૃદ્ધિદરથી 3થી 3.5 ટકા અંક વધુ હોવો જોઈએ. તેના પરિણામસ્વરૂપ બેન્કિંગ સંપત્તિઓ અને જીડીપીની સરેરાશ વર્તમાન અંદાજે 1 ગણી વધીને 1.5 ગણા સુધી પહોંચાડવી પડશે.
બેન્કિંગ અને NBFC ક્ષેત્રમાં સુધારા પર ભાર
CIIએ નોન-બેન્કિંગ નાણાકીય કંપનીઓ (NBFC) માટે સ્થાયી અને નિયમ આધારિત લિક્વિડિટી અને રિફાઈનાન્સિંગ સુવિધા શરૂ કરવાનું સૂચન કર્યું છે. તેનો લાભ વધુ સારા તંત્ર અને નિયામકીય અનુપાલન કરવાવાળી NBFCsને મળી શકશે. આ સિવાય NBFCsને ઋણ વસૂલીની બાબતમાં બેન્કોને સમાન અધિકાર આપવાની માગ કરાઈ છે. સંગઠને NBFCs માટે સરળ લાઈસન્સિંગ વ્યવસ્થા, એકલ રિપોર્ટિંગ પોર્ટલ અને ભારતીય રિઝર્વ બેન્ક (RBI)માં નવા નાણાકીય ઉત્પાદનો અને કારોબારી મોડલો માટે ઔપચારિક માર્ગદર્શન વ્યવસ્થા બનાવવાનું પણ સૂચન કર્યું છે.
MSME અને વૈકલ્પિક ઊર્જાને મળશે પ્રોત્સાહન
CIIએ વૈકલ્પિક ઊર્જા પ્રોજેક્ટ માટે પ્રાથમિક્તા ક્ષેત્ર ઋણ (પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ)ની મર્યાદા વર્તમાન રૂ. 35 કરોડથી વધારીને પ્રતિ લેણદાર 80થી 100 કરોડ રૂપિયા કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. સાથે જ રિસાઈકલિંગ અને બેટરીના પુનઃ ઉપયોગ જેવી પ્રવૃત્તિઓને પણ આ દાયરામાં સામેલ કરવાની ભલામણ કરાઈ છે. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) માટે અલગ નિકાસ ઋણ લક્ષ્ય નિર્ધારિત કરવા અને નાના વેપારીઓને આગ, પૂર, મશીનરી ખરાબ થવા તથા કારોબારમાં અવરોધો ઊભા થવા જેવા જોખમોથી વીમા સુરક્ષા આપવાની વાત પણ કરાઈ છે. CIIના માનવા મુજબ MSME ક્ષેત્રમાં લોનની અછત લગભગ રૂ. 25થી 30 લાખ કરોડ જેટલી છે. એવામાં આ સુધારાથી નાના વેપારીઓની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળી શકે છે.
કોર્પોરેટ બોન્ડ બજારને મજબૂત કરવાની યોજના
ભારતમાં કોર્પોરેટ બોન્ડ બજારનું કદ જીડીપીના લગભગ 15 ટકા જેટલું છે. તેની સરખામણીમાં ચીનમાં તે લગભગ 36 ટકા અને દક્ષિણ કોરિયામાં 80 ટકાથી વધુ છે. આ અંતર ઘટાડવા માટે CIIએ પેન્શન ફંડ, વીમા કંપનીઓ અને EPFOને AAથી ઓછા રેટિંગવાળા કોર્પોરેટ બોન્ડમાં મર્યાદિત અને નિયમાનુસાર રોકાણની મંજૂરી આપવાનું સૂચન કર્યું છે. સંગઠનનું માનવું છે કે તેનાથી બોન્ડ બજારમાં રોકાણકારોનો આધાર વધશે અને કંપનીઓને લાંબાગાળાની મૂડી એકત્ર કરવાની વધુ તકો મળશે.
વીમા અને જળવાયુ જોખમ સંચાલન પર પણ ભાર
CIIએ પ્રાકૃતિક આપત્તિઓ અને જળવાયુ પરિવર્તન સાથે સંકળાયેલા આર્થિક નુકસાનને ઓછું કરવા માટે રાષ્ટ્રીય આપદા અને જળવાયુ જોખમ વીમા પૂલ બનાવવાનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો છે. તેના હેઠળ ફરજિયાત વીમા યોગદાન, કૈટાસ્ટ્રોફ બોન્ડ, સરકારી પુનર્વીમા સહાયતા અને જળવાયુ સંબંધી ઘટનાઓ માટે વિશેષ વીમા વ્યવસ્થા વિકસિત કરવાનું સૂચન કરાયું છે. આ સિવાય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં વીમા કંપનીઓના રોકાણના નિયમોને વધુ હળવા કરવા અને સ્વાસ્થ્ય તથા જીવન વીમા સંબંધિત કર વ્યવસ્થામાં ફેરફારની પણ ભલામણ કરાઈ છે.
AIF અને બેન્કિંગ રોકાણમાં ફેરફારની ભલામણ
CIIએ વૈકલ્પિક રોકાણ ભંડોળ (AIF)માં બેન્કો, વીમા કંપનીઓ અને અન્ય નાણઆકીય સંસ્થાઓના રોકાણની મર્યાદાને તબક્કાવાર વધારવાનું સૂચન કર્યું છે. સાથે જ બ્લેન્ડેડ ફાઈનાન્સ ફંડ, AIF માટે સરળ નિયામકીય વ્યવસ્થા અને મૂડી એકત્ર કરવાના નવા વિકલ્પ વિકસિત કરવા પર ભાર અપાયું છે. ખાનગી ક્ષેત્રની બેન્કોમાં આર્થિક ભાગીદારીને અનુરૂપ મતદાન અધિકાર આપવા માટે વર્તમાન 26 ટકાની મર્યાદા વધારીને 49 ટકા સુધી કરવાની દરખાસ્ત પણ કરાઈ છે. આ સિવાય, જાહેર ક્ષેત્રની બેન્કોમાં વિદેશી રોકાણની મર્યાદા 20 ટકાથી વધારીને 49 ટકા કરવાની ભલામણ કરાઈ છે.
સરકારની બેન્કિંગ સમિતિ સમક્ષ મહત્વના સૂચનો
CIIના આ સૂચનો એવા સમયે આવ્યા છે જ્યારે કેન્દ્ર સરકારે કેન્દ્રીય બજેટ 2026-27માં જાહેર વિકસિત ભારત માટે બેન્કિંગ ઉપર ઉચ્ચ સ્તરીય સમિતિ (High Level Committee on Banking for Viksit Bharat)ની રચના કરી છે. આ સમિતિને બેન્કો, વિકાસ નાણાકીય સંસ્થાઓ અને NBFCsની લાંબાગાળાની મૂડી જરૂરિયાતોની સમીક્ષા માટે છ મહિનાનો સમય આપ્યો છે.
CIIના મહાનિર્દેશક ચંદ્રજીત બેનર્જી મુજબ ભારતને 2047 સુધીમાં તેના વર્તમાન અર્થતંત્રને અનેક ગણી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે એવું નાણાકીય તંત્ર વિકસિત કરવું પડશે, જે લાંબાગાળાની મૂડી ઉપલબ્ધ કરાવવા, વ્યાપક ઋણ પહોંચ સુનિશ્ચિત કરવા અને નાણાકીય ઈનોવેશનને અનુરૂપ નિયામકીય વ્યવસ્થા બનાવવામાં સક્ષમ હોય. CIIની આ ભલામણોનો આશય ભારતના નાણાકીય ક્ષેત્રને ભવિષ્યની આર્થિક જરૂરિયાતોને અનુરૂપ તૈયાર કરવા તથા 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્ય માટે જરૂરી નાણાકીય સંશાધનો એકત્ર કરવાની ક્ષમતા વધારવાનો છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

ભારતના ઓઈલ-ગેસ આયાત ખર્ચમાં 60%નો ઉછાળો! LPGની ખપત ઘટી, પેટ્રોલ-ડીઝલની માગ કેમ વધી?

20 વર્ષ પછી ઘર ચલાવવા કેટલા પૈસા જોઈએ? જાણો ફુગાવો તમારા બજેટને કેવી અસર કરશે

ભારતની અર્થવ્યવસ્થા મજબૂત કરવા અનિલ અગ્રવાલનો પ્લાન, ખાનગીકરણથી લઈને સ્ટાર્ટઅપ્સ સુધી આપ્યાં સૂચનો

ભારતનું ઉદાહરણ આપી ટ્રમ્પે ફેડરલ રિઝર્વને ઘેર્યું, અમેરિકામાં વ્યાજદર ઘટાડવાની કરી માગ

અદાણી ગ્રૂપને મળ્યો 25 વર્ષનો મેગા ઓર્ડર, હવે આ રાજ્યમાં આપશે 1,750 MW વીજળી

E-Way Billમાં મેટ્રોની એન્ટ્રી! માલ પરિવહન માટે GSTNએ ઉમેર્યો પાંચમો વિકલ્પ

Wedding Season 2026: દેશમાં 25 દિવસમાં 52 લાખ લગ્ન ! ₹7.5 લાખ કરોડના કારોબારનો અંદાજ




