KuberaNowLogo
Monday, 23/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

જાપાનને પાછળ રાખી ભારત બન્યું એશિયાની ત્રીજી સૌથી મોટી શક્તિ!, જાણો કયા દેશો છે આગળ

ઓસ્ટ્રેલિયાની થિંક ટેન્ક Lowy Instituteના Asia Power Index 2026માં ભારતે એશિયાના ત્રીજા સૌથી શક્તિશાળી દેશ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. ભારતનો કુલ પાવર સ્કોર વધીને 40.5 પોઇન્ટ થયો છે. અમેરિકા 78.9 પોઇન્ટ સાથે પ્રથમ અને ચીન 73.6 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે.

Kuberanow DeskPublished On : 23 Nov 2026
Asia Power Index 2026
Asia Power Index 2026AI Image

Asia Power Index 2026: આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની શક્તિ અને પ્રભાવ અંગે મહત્ત્વના અહેવાલ સામે આવ્યો છે. ઓસ્ટ્રેલિયાની જાણીતી થિંક ટેન્ક Lowy Institute દ્વારા જાહેર કરવામાં આવેલા Asia Power Index 2026માં ભારતે ત્રીજા સૌથી શક્તિશાળી દેશ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. આ વર્ષે ભારતનો કુલ પાવર સ્કોર 0.5 પોઇન્ટ વધીને 40.5 થયો છે. રિપોર્ટ અનુસાર, આર્થિક ક્ષમતામાં થોડો ઘટાડો થયો હોવા છતાં સંરક્ષણ સહયોગ, સાંસ્કૃતિક પ્રભાવ અને ભવિષ્યના સંસાધનો જેવા ક્ષેત્રોમાં ભારતનું પ્રદર્શન સુધર્યું છે.


અમેરિકા પ્રથમ, ચીન બીજા અને ભારત ત્રીજા સ્થાને

લોવી ઇન્સ્ટિટ્યૂટના એશિયા પાવર ઇન્ડેક્સ 2026 રિપોર્ટ અનુસાર, અમેરિકા 78.9ના સ્કોર સાથે એશિયાનો સૌથી શક્તિશાળી દેશ રહ્યો છે. ચીન 73.6 સાથે બીજા સ્થાને છે. બંને દેશો વચ્ચેનું અંતર હવે ફક્ત 5.3 પોઇન્ટ છે. વર્ષ 2018માં ઇન્ડેક્સની શરૂઆત પછી આ બંને દેશો વચ્ચેનું સૌથી ઓછું અંતર છે. ભારત 40.5 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે, જ્યારે જાપાન 38.6 પોઇન્ટ સાથે ચોથા સ્થાને છે.


ભારત અને જાપાન વચ્ચેનું અંતર પણ નોંધપાત્ર રીતે ઓછું છે. રિપોર્ટ દર્શાવે છે કે અમેરિકા અને ચીન એશિયામાં પ્રભુત્વ જાળવી રાખવાનું ચાલુ રાખે છે. જોકે, પ્રાદેશિક શક્તિ સંતુલન પહેલા કરતાં વધુ સ્પર્ધાત્મક બની રહ્યું છે. લશ્કરી ક્ષમતાના સંદર્ભમાં અમેરિકા અને ચીન વચ્ચેનું અંતર પણ તેના સૌથી નીચા રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. આ ફેરફાર એશિયામાં બદલાતા વ્યૂહાત્મક સમીકરણોને પ્રતિબિંબિત કરે છે.


PM મોદી પ્રાદેશિક નેતૃત્વમાં બીજા ક્રમે

રિપોર્ટ અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રાદેશિક નેતૃત્વના મૂલ્યાંકનમાં સુધારો નોંધાયો છે. નિષ્ણાતોના મૂલ્યાંકન મુજબ, પીએમ મોદી અગાઉની સરખામણીએ ત્રણ સ્થાન ઉપર આવીને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બાદ બીજા ક્રમે પહોંચ્યા છે. જોકે, રિપોર્ટમાં એવું પણ નોંધાયું છે કે ગલ્ફ સંઘર્ષ દરમિયાન ભારતની મર્યાદિત રાજદ્વારી સક્રિયતાને કારણે મોદીના વૈશ્વિક નેતૃત્વ અને વ્યૂહાત્મક મહત્વાકાંક્ષા અંગેના કેટલાક મૂલ્યાંકનો નબળા પડ્યા હતા.


ભારતની રાજદ્વારી શક્તિ કેટલી મજબૂત?

ભારતે Diplomatic Influence એટલે કે રાજદ્વારી પ્રભાવની કેટેગરીમાં 70.3 પોઇન્ટ મેળવ્યા છે. ભારતની વિવિધ ક્ષમતાઓમાં આ તેનો સૌથી ઊંચો સ્કોર છે. આ ઉપરાંત Cultural Influence એટલે કે સાંસ્કૃતિક પ્રભાવમાં 2.3 પોઇન્ટનો વધારો નોંધાયો છે. સંરક્ષણ સંબંધોમાં 2.1 પોઇન્ટ, ભવિષ્યના સંસાધનોમાં 1.2 પોઇન્ટ અને સૈન્ય ક્ષમતામાં 0.5 પોઇન્ટનો સુધારો થયો છે.


આર્થિક ક્ષમતામાં કેમ ઘટાડો થયો?

ભારતની સમગ્ર શક્તિ વધી હોવા છતાં Economic Capabilityનો સ્કોર 0.7 પોઇન્ટ ઘટીને 26.4 થયો છે. Lowy Instituteના વિશ્લેષણ મુજબ, રૂપિયાની નબળાઈ, આંતરરાષ્ટ્રીય મુદ્રા ભંડોળ (IMF)ની ગણતરી પદ્ધતિમાં ફેરફાર અને ભારતમાંથી વિદેશમાં થતા રોકાણમાં લગભગ $20 અબજનો ઘટાડો તેના મુખ્ય કારણોમાં સામેલ છે.જોકે, ભવિષ્યના સંસાધનોની કેટેગરીમાં ભારતનો સ્કોર વધીને 56.2 થયો છે. આ ભારતની લાંબાગાળાની આર્થિક અને વસ્તી સંબંધિત ક્ષમતાઓ દર્શાવે છે.


ચીન સાથે ભારતનું અંતર ઘટ્યું

રિપોર્ટ અનુસાર, ભારત અને ચીન વચ્ચેના એકંદર પાવર સ્કોરનો તફાવત 2018 પછીના સૌથી નીચા સ્તરે પહોંચ્યો છે.જોકે,ચીનનો કુલ સ્કોર હજુ ભારત કરતાં નોંધપાત્ર ઊંચો છે. Lowy Instituteના રિપોર્ટ અનુસાર, ચીનની એકંદર શક્તિ ભારત કરતાં લગભગ 80 ટકા વધુ છે. આથી ભારતે એશિયામાં પોતાની સ્થિતિ મજબૂત કરી હોવા છતાં અમેરિકા અને ચીન સાથેનું અંતર હજુ મોટું છે.


Asia Power Index કેવી રીતે તૈયાર થાય છે?

Lowy Instituteનો Asia Power Index એશિયાના 27 દેશો અને પ્રદેશોની શક્તિ તથા પ્રભાવનું મૂલ્યાંકન કરે છે. રિપોર્ટમાં 131 અલગ-અલગ સૂચકાંકોના આધારે આઠ મુખ્ય ક્ષેત્રોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. તેમાં આર્થિક ક્ષમતા, સૈન્ય ક્ષમતા, સંકટ સામે ટકી રહેવાની ક્ષમતા, ભવિષ્યના સંસાધનો, આર્થિક સંબંધો, સંરક્ષણ સહયોગ, રાજદ્વારી પ્રભાવ અને સાંસ્કૃતિક પ્રભાવનો સમાવેશ થાય છે. આમ, રિપોર્ટ માત્ર GDP કે સૈન્ય શક્તિના આધારે દેશોની સરખામણી કરતો નથી.તે દેશો પાસે ઉપલબ્ધ સંસાધનો અને પ્રાદેશિક પ્રભાવને એકસાથે ધ્યાનમાં લે છે.

આ પણ વાંચો: 12 વર્ષમાં ભારતના 50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા!, કેવી રીતે બદલાઈ દેશની સ્થિતિ?

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

India Oil and Gas Import Bill

ભારતના ઓઈલ-ગેસ આયાત ખર્ચમાં 60%નો ઉછાળો! LPGની ખપત ઘટી, પેટ્રોલ-ડીઝલની માગ કેમ વધી?

How 6% Inflation Turns ₹1 Lakh Expense Into ₹3.21 Lakh

20 વર્ષ પછી ઘર ચલાવવા કેટલા પૈસા જોઈએ? જાણો ફુગાવો તમારા બજેટને કેવી અસર કરશે

CII Reforms.png

CII Reforms : ભારતનું $26.5 ટ્રિલિયન ડોલરનું લક્ષ્ય : CIIએ બતાવ્યો નાણાકીય સુધારાનો રોડમેપ

Anil Agarwal on Privatisation

ભારતની અર્થવ્યવસ્થા મજબૂત કરવા અનિલ અગ્રવાલનો પ્લાન, ખાનગીકરણથી લઈને સ્ટાર્ટઅપ્સ સુધી આપ્યાં સૂચનો

Donald Trump US Economy

ભારતનું ઉદાહરણ આપી ટ્રમ્પે ફેડરલ રિઝર્વને ઘેર્યું, અમેરિકામાં વ્યાજદર ઘટાડવાની કરી માગ

Adani Energy Solutions Order

અદાણી ગ્રૂપને મળ્યો 25 વર્ષનો મેગા ઓર્ડર, હવે આ રાજ્યમાં આપશે 1,750 MW વીજળી

GSTN

E-Way Billમાં મેટ્રોની એન્ટ્રી! માલ પરિવહન માટે GSTNએ ઉમેર્યો પાંચમો વિકલ્પ

India Wedding Season 2026

Wedding Season 2026: દેશમાં 25 દિવસમાં 52 લાખ લગ્ન ! ₹7.5 લાખ કરોડના કારોબારનો અંદાજ