KuberaNowLogo
Monday, 23/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

12 વર્ષમાં ભારતના 50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા!, કેવી રીતે બદલાઈ દેશની સ્થિતિ?

ભારતમાં ગરીબી ઘટાડવાના પ્રયાસોને લઈને આંકડા સામે આવ્યા છે. વિશ્વ બેન્કના ઓક્ટોબર 2026ના Poverty & Equity Brief રિપોર્ટનો ઉલ્લેખ કરતાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે,'વર્ષ 2011થી 2023 દરમિયાન દેશના લગભગ 50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.'

Kuberanow DeskPublished On : 23 Nov 2026
India Poverty Reduction 2026
India Poverty ReductionAI Image

India Poverty Reduction: ભારતમાંથી ગરીબી ઘટાડવાની દિશામાં મોટી પ્રગતિ નોંધાઈ હોવાનો દાવો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કર્યો છે. વિશ્વ બેન્કના ઓક્ટોબર 2026માં જાહેર થયેલા Poverty & Equity Brief રિપોર્ટનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, 'વર્ષ 2011થી 2023 દરમિયાન લગભગ 50 કરોડ ભારતીયો ગરીબીમાંથી બહાર આવ્યા છે.' 23મી નવેમ્બરના રોજ પ્રકાશિત થયેલા તેમના લેખમાં તેમણે આ પરિવર્તન પાછળ સરકારી યોજનાઓ, નાણાકીય સમાવેશ અને મહિલાઓને મળેલી આર્થિક તકોની ભૂમિકા સમજાવી છે.


12 વર્ષમાં 50 કરોડ લોકો ગરીબીમાંથી કેવી રીતે બહાર આવ્યા?

નાણામંત્રી નિર્મલા સીતારમણના જણાવ્યાનુસાર, અગાઉ ગરીબ પરિવારોને આર્થિક મદદ આપવા પર મુખ્યત્વે ભાર મૂકાતો હતો. જોકે, છેલ્લા એક દાયકામાં ગરીબી ઘટાડવાની નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. માત્ર નાણાકીય સહાય આપવાને બદલે ગરીબ પરિવારોની મૂળભૂત સમસ્યાઓ દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આવાસ, સ્વચ્છતા, પીવાનું પાણી, રાંધણ ગેસ, આરોગ્યસંભાળ અને બેન્કિંગ સેવાઓ જેવી સુવિધાઓ દ્વારા પરિવારોને આર્થિક રીતે વધુ સુરક્ષિત બનાવવાનો પ્રયાસ થયો છે. વિશ્વ બેન્કના રિપોર્ટ મુજબ, દેશમાં અત્યંત ગરીબીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જોકે, તેનો અર્થ ગરીબી સંપૂર્ણપણે નાબૂદ થઈ ગઈ છે એવો નથી.


સ્વચ્છ ભારત અભિયાનથી 60-70 હજાર નવજાતનાં જીવન બચાવવામાં મદદ

કેન્દ્રીયમંત્રી નિર્મલા સીતારમણએ સ્વચ્છ ભારત અભિયાનની અસર અંગે પણ મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે સંશોધન આધારિત અંદાજનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે 'ઘરોમાં શૌચાલયની સુવિધા વધવાથી સ્વચ્છતામાં સુધારો થયો છે અને દર વર્ષે અંદાજે 60,000થી 70,000 નવજાત શિશુનાં જીવન બચાવવામાં મદદ મળી છે. જળ જીવન મિશન હેઠળ 2019માં લગભગ 3 કરોડ ગ્રામીણ પરિવારો પાસે નળના પાણીનું જોડાણ હતું. આ સંખ્યા વધીને લગભગ 16 કરોડ સુધી પહોંચી છે. આ ઉપરાંત ઉજ્જ્વલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના અને આયુષ્માન ભારત જેવી યોજનાઓએ ગરીબ પરિવારોને મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં ભૂમિકા ભજવી છે.'


59 કરોડ જનધન ખાતાંથી બદલાઈ નાણાકીય વ્યવસ્થા

નાણાકીય વ્યવસ્થા અંગે નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, 'ગરીબી ઘટાડવામાં નાણાકીય સમાવેશ મહત્વપૂર્ણ છે. જનધન યોજના હેઠળ 59 કરોડથી વધુ બેન્ક ખાતાં ખોલવામાં આવ્યાં છે.ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા સરકારી યોજનાઓની સહાય સીધી લાભાર્થીઓના બેન્ક ખાતામાં પહોંચાડવાની વ્યવસ્થા વિકસાવવામાં આવી છે.આ વ્યવસ્થાથી મધ્યસ્થીઓ પરની નિર્ભરતા ઘટાડવામાં અને લાભાર્થીઓ સુધી સહાય પહોંચાડવાની પ્રક્રિયા વધુ અસરકારક બનાવવામાં મદદ મળી છે.'


વર્ષ 2047 સુધી વિકસિત ભારત માટે હવે શું લક્ષ્ય?

નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, 'ગરીબીમાંથી બહાર આવેલા લોકો ફરી ગરીબીમાં ન ધકેલાય તે આગામી સમયનો મહત્વપૂર્ણ પડકાર છે. નાણાકીય સેવાઓ, બજારો અને ડિજિટલ અર્થતંત્ર સુધી લોકોની પહોંચ વધારવાની જરૂર છે. આ ઉપરાંત રોજગારીલક્ષી પ્રોત્સાહન, ઇન્ટર્નશિપ, એપ્રેન્ટિસશિપ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ દ્વારા યુવાનોને વધુ આર્થિક તકો ઉપલબ્ધ કરાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.' નાણામંત્રીએ 2047 સુધી વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા ગરીબીના બાકી રહેલા પડકારો દૂર કરવાની જરૂરિયાત પણ દર્શાવી હતી.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Bank Holiday on Nov 24 for Guru Nanak Jayanti

બેંક ગ્રાહકો ખાસ વાંચે: આવતીકાલે 24 નવેમ્બરે ગુરુ નાનક જયંતિ નિમિત્તે આ 21 શહેરોમાં બેંકો બંધ રહેશે

ev vehicles

કારના વેચાણમાં ઘટાડો, EVએ રચ્યો ઇતિહાસ! 5 લાખનો આંકડો પાર

CCPA Action Against AirONE Robotics

ઓનલાઈન વેચાણ માટે મૂકી એન્ટી-ડ્રોન ગન! CCPAએ ફટકાર્યો ₹10 લાખનો દંડ, જાણો શું છે મામલો?

Ramayana Part 1 Box Office, Crosses ₹1,616 Cr Worldwide

બોક્સ ઓફિસ પર 'રામાયણ' ની સુનામી: વિશ્વભરમાં ₹1,616 કરોડની કમાણી, ભારતમાં નેટ કલેક્શન ₹900 કરોડને પાર

75 Lakh LPG Connections Drop First Time In 10 Years

10 વર્ષમાં પહેલી વાર ઉજ્જવલા સહિત 75 લાખ LPG ગેસ કનેક્શન ઘટ્યા! જાણો કારણ

Ramayana

રણબીર કપૂરની 'રામાયણ'ની બોક્સ ઓફિસ પર ધમાલ! 16 દિવસમાં ₹1500 કરોડથી પણ વધુની કમાણી

Ayushman Bharat: Book OPD Appointments From Home Easily

હોસ્પિટલની લાંબી લાઈનમાંથી મુક્તિ! આયુષ્માન કાર્ડ ધારકો ઘરે બેઠા બુક કરો OPD એપોઇન્ટમેન્ટ, જાણો આ હેલ્પલાઇન નંબર

Stock Market Holiday

શેરબજારના રોકાણકારો ધ્યાન આપો, આવતા અઠવાડિયે એક દિવસની રજા