રણબીર કપૂરની 'રામાયણ'નો બોક્સ ઓફિસ પર ધમાલ! 16 દિવસમાં ₹1500 કરોડથી પણ વધુની કમાણી
બોલીવૂડ અભિનેતા રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવીની ફિલ્મ રામાયણ (Ramayana) બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે. ફિલ્મે રિલીઝના 16 દિવસમાં વિશ્વભરમાં ₹1,574.60 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું છે.

Ramayana Box Office Collection: બોલિવૂડની ચર્ચિત ફિલ્મ 'રામાયણ' (Ramayana) બોક્સ ઓફિસ પર કમાણીના નવા આંકડા સર કરી રહી છે. નિતેશ તિવારીના દિગ્દર્શનમાં બનેલી અને રણબીર કપૂર, યશ તથા સાઈ પલ્લવી અભિનીત ફિલ્મે રિલીઝના 16 દિવસમાં વિશ્વભરમાં 1,574.60 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું છે. જોકે, ત્રીજા સપ્તાહની શરૂઆતમાં દૈનિક કમાણીમાં ઘટાડો જોવા મળ્યો છે.
16મા દિવસે ₹16.30 કરોડની કમાણી
Sacnilkના આંકડા અનુસાર, 'રામાયણ'એ પહેલા અઠવાડિયા સપ્તાહમાં ભારતમાં 564.60 કરોડ રૂપિયા નેટ અને 675.05 કરોડ રૂપિયા ગ્રોસ કમાણી કરી હતી. બીજા અઠવાડિયામાં 299.15 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન થયું હતું. જ્યારે 16મા દિવસે એટલે કે ત્રીજા શુક્રવારે ફિલ્મે 16.30 કરોડ રૂપિયાની નેટ કમાણી કરી હતી. આ સાથે ભારતમાં કુલ નેટ કલેક્શન ₹880.05 કરોડ અને ગ્રોસ કલેક્શન ₹1,051.60 કરોડ થયું છે.
₹1,600 કરોડનો આંકડો પાર કરવા કેટલી કમાણી બાકી?
ભારત ઉપરાંત વિદેશી બજારોમાં પણ ફિલ્મનું પ્રદર્શન મજબૂત રહ્યું છે. અત્યાર સુધીમાં વિદેશમાંથી 523 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન થયું છે. વિશ્વભરમાં કુલ 1,574.60 કરોડ રૂપિયાની કમાણી સાથે ફિલ્મ હવે 1,600 કરોડ રૂપિયાના આંકડાથી માત્ર 25.40 કરોડ રૂપિયા દૂર છે.
17મા દિવસની એડવાન્સ બુકિંગમાં ગુજરાતની સ્થિતિ
શનિવારે (21મી નવેમ્બર) 17મા દિવસ માટે દેશભરમાં 4.59 લાખ ટિકિટનું એડવાન્સ બુકિંગ થયું હતું. તેની કુલ કિંમત 13.43 કરોડ નોંધાઈ હતી. બ્લોક સીટને બાદ કરતાં 3.62 લાખ ટિકિટ અને 10.47 કરોડ રૂપિયાનું બુકિંગ થયું હતું. રાજ્યવાર એડવાન્સ બુકિંગમાં મહારાષ્ટ્ર 2.33 કરોડ રૂપિયા સાથે આગળ હતું. ત્યારબાદ કર્ણાટક 2.04 કરોડ રૂપિયા, દિલ્હી 1.71 કરોડ રૂપિયા, કેરલમ 1.31 કરોડ રૂપિયા અને તમિલનાડુ 1.15 કરોડ રૂપિયા સાથે આગળ રહ્યાં હતાં. જ્યારે ગુજરાતમાં 83.49 લાખ રૂપિયાનું એડવાન્સ બુકિંગ નોંધાયું હતું.
ત્રીજા સપ્તાહમાં કમાણીની ગતિ પર નજર
16મા દિવસે ફિલ્મની કમાણી અગાઉના દિવસના 19.35 કરોડ રૂપિયાની સરખામણીએ લગભગ 15.8% ઘટી હતી. હવે ત્રીજા સપ્તાહના શનિવાર અને રવિવારનું કલેક્શન મહત્વપૂર્ણ રહેશે. એડવાન્સ બુકિંગના આંકડા દર્શકોની રુચિ દર્શાવે છે, પરંતુ ફિલ્મની અંતિમ કમાણી વાસ્તવિક ટિકિટ વેચાણ અને થિયેટરમાં દર્શકોની હાજરી પર આધાર રાખશે.
આ પણ વાંચો: આમિર ખાને મુંબઈમાં ભાડે લીધા 3 આલીશાન ફ્લેટ! મહિનાનું ભાડું જાણીને ચોંકી જશો
Also Read

પશ્ચિમ બંગાળ ઓટોમોબાઇલ ઉદ્યોગની એન્ટ્રી, આ જાણીતી કંપની ટ્રક બનાવવાની ફેક્ટરી સ્થાપશે

માઇક્રોફાઇનાન્સ અને ગોલ્ડ લોનના નિયમોમાં થશે ફેરફાર?, સોમવારે RBI ગવર્નર કરશે મહત્ત્વની બેઠક

આમિર ખાને મુંબઈમાં ભાડે લીધા 3 આલીશાન ફ્લેટ! મહિનાનું ભાડું જાણીને ચોંકી જશો

વિદેશમાં કમાણી કરતા ભારતીયો માટે સારા સમાચાર: RBIએ દૂર કરી મોટી અડચણ, જાણો નવા નિયમો

શ્રીલંકાની તેજીથી ભારતમાં મરીના ભાવમાં ઉછાળો, આગામી સિઝનમાં પાક ઓછો રહેવાની આશંકા

હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ રિજેક્ટ કરવો પડ્યો ભારે, આ ઇન્શ્યોરન્સ કંપનીને IRDAIએ ₹2 કરોડનો દંડ ફટકાર્યો

અદાણી ડિફેન્સની સફળતા! પોખરણમાં 4 એન્ટી-ટેન્ક મિસાઇલનું સફળ પરીક્ષણ, જાણો શું છે તેની ખાસિયતો




