KuberaNowLogo
Saturday, 21/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

શ્રીલંકાની તેજીથી ભારતમાં મરીના ભાવમાં ઉછાળો, આગામી સિઝનમાં પાક ઓછો રહેવાની આશંકા

શ્રીલંકામાં મરીના ભાવમાં આવેલી તેજીની અસર ભારતીય બજારમાં પણ જોવા મળી રહી છે. છેલ્લા બે મહિનામાં મરીના ભાવમાં 15 ટકા સુધીનો ઉછાળો નોંધાયો છે. સ્થાનિક સ્ટોકમાં ઘટાડો, વધતી માગ અને આગામી પાક મોડો પડવાની શક્યતાને કારણે બજારને ટેકો મળી રહ્યો છે.

Kuberanow DeskPublished On : 21 Nov 2026
Black Pepper Price India
Black Pepper Price IndiaAI Image

Black Pepper Price India: મરી અને મીઠું ભોજનને સ્વાદિષ્ટ બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે, પરંતુ બંનેનો અતિરેક શરીરને નુકસાન કરે છે. એક સમય હતો જ્યારે ભારતીય વેપારીઓ જહાજો ભરીને મરીની નિકાસ કરતા હતા. પડોશી દેશો સાથેના મુક્ત વ્યાપારનો લાભ લઇને વેપારીઓઐ વિયેટનામ અને શ્રીલંકાના મરીની આયાત શરૂ કરી. હવે પરિસ્થિતી એ છે કે ભારતને મજબુરીમાં મરીની આયાત કરવી પડે છે. મરીના વૈશ્વિક ભાવમાં ભારતનું મહત્ત્વ ઘટી રહ્યું છે. શ્રીલંકામાં મરીના ભાવમાં ઉછાળો આવતા છેલ્લા બે મહિનામાં ભારતમાં પણ મરીનું બજાર ગરમ છે અને રોકાણકારોને 15 ટકા સુધીનું વળતર મળ્યું છે.


બે મહિનામાં મરીના ભાવમાં મોટો ઉછાળો

20મી સપ્ટેમ્બરે હાજર બજારમાં મરીના ક્વિન્ટલ દિઠ ભાવ 720 રૂપિયા હતા. જ્યારે એનસીડેક્સનાં વાયદામાં ભાવ 730 રૂપિયા હતા. 20મી નવેમ્બરે હાજર બજારમાં ઉચ્ચ ક્વોલિટીના મરીના ભાવ 780 રૂપિયા અને વાયદાનાં ભાવ 815 રૂપિયાની સપાટી વટાવી ગયા હતા. મતલબ રોકાણકારોને બે મહિનાનાં ટૂકાગાળામાં 10થી 15 ટકાનું વળતર મળ્યું છે. આજ ગણિત શ્રીલંકામાં પણ જોવા મળ્યું છે. જ્યાં સપ્ટેમ્બર મહિનામાં મરીના ટન દિઠ 6200 ડોલરના ભાવ હતા જે આજે વધીને 7500 ડોલર થઈ ગયા છે. વિયેટનામમાં હાલમાં મરીના કિલો દિઠ ભાવ 13,45,500 વિયેટનામ ડોંગ ચાલે છે. જે સ્થિર છે. ભારતમાં હાલના ભાવ વધારા પાછળ શ્રીલંકાની તેજી જવાબદાર છે.


ભારતમાં મરીનો સ્ટોક ઘટ્યો

આ ઉપરાંત મરીના હોલસેલ વેપારી રાજુ સંઘવીના જણાવ્યાનુસાર, અલ નિનોની અસરના કારણે આ વખતે ભારતનો પાક મોડો પડવાની આશંકા છે. કદાચ મરી લાઇટ વેઇટ પણ આવી શકે છે. વળી કેરળ અને કર્ણાટકના ખેડૂતો આર્થિક રીતે સધ્ધર હોવાથી તુરંત માલ છોડતા નથી. ગત વર્ષે આ સમયે ભારતનો સ્ટોક 15000 ટનનો હતો જે હાલમાં માંડ 4000 ટનનો હોવાની ધારણા છે.


વાર્ષિક વપરાશ 70,000 ટન સુધી પહોંચ્યો

વાશી સ્થિત મરીના એક હોલસેલ વ્યાપારીએ જણાવ્યું હતું કે 'બે દાયકા અગાઉ ભારતની સ્થાનિક વાર્ષિક માગ 40,000 ટનની હતી જ્યારે ઉત્પાદન 60,000થી 65,000 ટનનું હતું. સસ્તી આયાતના કારણે ખેડૂતોને પડતર ન થતા તબક્કાવાર સ્થાનિક ઉત્પાદન ઘટીને 45,000થી 50,000 ટને પહોંચ્યું છે. જ્યારે ફૂડ પેટર્ન અને વસ્તી વધારાના કારણે વપરાશ વધીને 70,000 ટનનો થયો છે. આગામી સિઝનની વાત કરીએતો ભારતના નવા મરીનો પાક ફેબ્રુઆરીમાં આવશે. જે 45 હજારથી 50 હજાર ટન વચ્ચે આવવાની ધારણા છે.


આયાતના આંકડા જોઈએ તો ઓગસ્ટો 2025માં ભારતે 2541 ટન, સપ્ટેમ્બરમાં 1641 ટન મરીની આયાત કરી હતી. જ્યારે ઓગસ્ટ 2026 અને સપ્ટેમ્બર 2026માં અનુક્રમે 6166 અને 5372 ટનની આયાત થઈ હતી.

આ પણ વાંચો: Taiwan bans short sales : જંગી કડાકા પછી રોકાણકારોનો વિશ્વાસ જાળવવા લીધું મોટું પગલું


Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Star Health Insurance News

હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ રિજેક્ટ કરવો પડ્યો ભારે, આ ઇન્શ્યોરન્સ કંપનીને IRDAIએ ₹2 કરોડનો દંડ ફટકાર્યો

Adani Defence Bagheera AT1 Missile

અદાણી ડિફેન્સની સફળતા! પોખરણમાં 4 એન્ટી-ટેન્ક મિસાઇલનું સફળ પરીક્ષણ, જાણો શું છે તેની ખાસિયતો

 Logitech MX Master 4

Logitechનું નવું સ્માર્ટ માઉસ ભારતમાં લોન્ચ! આંગળીના ઇશારે થશે અનેક કામ

UGC.png

UGCની મોટી ચેતવણી : 12 રાજ્યોમાં 32 નકલી યુનિવર્સિટીઓ

Huawei Watch Air

Apple Watchને ટક્કર આપવા આવી રહી 'Huawei Watch Air', 7 દિવસની બેટરી બનશે ખાસિયત

AI Cyber Attack India

બેન્કો અને પેમેન્ટ કંપનીઓ પર AIથી સાયબર હુમલા, પાડોશી દેશ સાથે જોડાયેલા હેકિંગ ટૂલ્સનો ઉપયોગ

Indian freight rail couplers

US Import Duty: ભારતીય રેલ કપલર્સ પર અમેરિકાનો ડ્યુટી પ્રહાર! Texmaco–Jupiter સહિત ત્રણ કંપનીને 75% દર

Sugar Price Hike India

ખાંડની મીઠાશ હવે ખિસ્સાને કડવી પડશે!, એક વર્ષમાં 30% વધારો, જાણો તમારા શહેરમાં કેટલો ભાવ