KuberaNowLogo
Saturday, 21/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ રિજેક્ટ કરવો પડ્યો ભારે, આ ઇન્શ્યોરન્સ કંપનીને IRDAIએ ₹2 કરોડનો દંડ ફટકાર્યો

દેશની જાણીતી હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની Star Health and Allied Insuranceને વીમા નિયમનકાર IRDAIએ 2 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કંપનીએ કેટલાક હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ યોગ્ય કારણ વિના રિજેક્ટ કર્યા હતા.

Kuberanow DeskPublished On : 21 Nov 2026
Star Health Insurance News
Star Health InsuranceAI Image

Star Health Insurance: હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદનારા લોકો માટે મહત્ત્વના અહેવાલ સામે આવ્યા છે. વીમા કંપની પાસેથી જરૂરિયાતના સમયે ક્લેમ મળવાની અપેક્ષા રાખતા ગ્રાહકોના હિતમાં વીમા નિયમનકાર IRDAIએ મોટી કાર્યવાહી કરી છે. IRDAIએ Star Health and Allied Insurance Company પર 2 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કંપની સામે કેટલાક વીમા ક્લેમ ખોટી રીતે રિજેક્ટ કરવા, પોલિસીની શરતો સામે કપાત કરવા અને ગ્રાહકોને પૂરતી માહિતી ન આપવાનમાહિતી ન આપવાનો આપોર તપાસમાં સાચા ઠર્યા છે.


ચાર વર્ષ જૂની તપાસમાં શું સામે આવ્યું?

IRDAIએ 31મી જાન્યુઆરીથી 11મી ફેબ્રુઆરી, 2022 દરમિયાન Star Healthની કામગીરીની તપાસ કરી હતી. ત્યારબાદ ચોથી ડિસેમ્બર, 2024ના રોજ કંપનીને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. 18મી જૂન, 2025ના રોજ કંપનીની રજૂઆત સાંભળ્યા બાદ નિયમનકારે 20મી નવેમ્બર, 2026ના રોજ દંડનો આદેશ જાહેર કર્યો હતો.


ચાર વર્ષ જૂની તપાસમાં શું સામે આવ્યું?

IRDAIએ 31મી જાન્યુઆરીથી 11મી ફેબ્રુઆરી, 2022 દરમિયાન Star Healthની કામગીરીની તપાસ કરી હતી. ત્યારબાદ ચોથી ડિસેમ્બર, 2024ના રોજ કંપનીને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. 18મી જૂન, 2025ના રોજ કંપનીની રજૂઆત સાંભળ્યા બાદ નિયમનકારે 20મી નવેમ્બર, 2026ના રોજ દંડનો આદેશ જાહેર કર્યો હતો.


COVID-19ના ક્લેમ પણ ખોટી રીતે રિજેક્ટ કરાયા

તપાસમાં જાણવા મળ્યું કે કંપનીએ COVID-19 સહિત કેટલાક હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ એવા કારણો દર્શાવીને રિજેક્ટ કર્યા હતા, જે પોલિસીની શરતો મુજબ યોગ્ય નહોતા. કેટલાક કિસ્સામાં વીમાની શરતોમાં ઉલ્લેખ ન હોય તેવી રકમ પણ ક્લેમમાંથી કાપવામાં આવી હતી. IRDAIએ આ અનિયમિતતા દર્શાવ્યા બાદ કેટલાક ગ્રાહકોને બાકી ચુકવણી કરવામાં આવી હતી.


₹2 કરોડનો દંડ કયા કારણોસર?

નિયમનકારે બે અલગ પ્રકારના નિયમભંગ બદલ દંડ ફટકાર્યો છે. જેમાં પોલિસીની શરતો વિરુદ્ધ ક્લેમ રિજેક્ટ કરવા કરોડ રૂપિયા, જ્યારે ક્લેમમાં અયોગ્ય કપાત અને સંબંધિત નિયમભંગ કરોડ રૂપિયા દંડ ફટકાર્યો છે. પ્રથમ દંડ IRDAIના Health Insurance Regulations, 2016ના નિયમ 27(v)ના ભંગ બદલ લગાવવામાં આવ્યો છે.


ક્લેમ રિજેક્ટ કરવાનું સ્પષ્ટ કારણ આપવું પડશે

IRDAIએ નોંધ્યું કે કેટલાક ગ્રાહકોને તેમનો ક્લેમ કઈ શરત હેઠળ રિજેક્ટ થયો અથવા રકમ કેમ ઘટાડવામાં આવી તેની પૂરતી માહિતી આપવામાં આવી નહોતી. હવે કંપનીએ ક્લેમ સેટલમેન્ટ લેટરમાં મંજૂર રકમ, નામંજૂર ખર્ચ, હોસ્પિટલ ડિસ્કાઉન્ટ અને સમ ઇન્શ્યોર્ડમાં થતી કપાતની વિગતો સ્પષ્ટ દર્શાવવી પડશે. નિયમનકારે નેટવર્ક હોસ્પિટલમાંથી મળતા ડિસ્કાઉન્ટની માહિતી ન આપવા, પોલિસી રિન્યુઅલનું પ્રીમિયમ 90 દિવસથી વધુ અગાઉ વસૂલવા અને ફરિયાદકર્તાઓને ઇન્શ્યોરન્સ ઓમ્બડ્સમેનની માહિતી ન આપવા બદલ પણ ચેતવણી આપી છે.


કંપનીએ હવે શું કરવું પડશે?

IRDAIએ Star Healthને આ આદેશ પોતાના બોર્ડ સમક્ષ રજૂ કરવા અને Action Taken Report (ATR) સબમિટ કરવા જણાવ્યું છે. તેમાં નિયમનકારના નિર્દેશો બાદ કરવામાં આવેલા સુધારાની વિગતો આપવાની રહેશે. આ ઘટનાથી હેલ્થ ઇન્શ્યોરન્સ ગ્રાહકો માટે પણ મહત્વનો સંદેશ મળે છે કે ક્લેમ રિજેક્ટ થાય તો વીમા કંપની પાસેથી લેખિત કારણ અને લાગુ પડતી પોલિસી શરતોની માહિતી માંગવી જોઈએ.


Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Adani Defence Bagheera AT1 Missile

અદાણી ડિફેન્સની સફળતા! પોખરણમાં 4 એન્ટી-ટેન્ક મિસાઇલનું સફળ પરીક્ષણ, જાણો શું છે તેની ખાસિયતો

 Logitech MX Master 4

Logitechનું નવું સ્માર્ટ માઉસ ભારતમાં લોન્ચ! આંગળીના ઇશારે થશે અનેક કામ

UGC.png

UGCની મોટી ચેતવણી : 12 રાજ્યોમાં 32 નકલી યુનિવર્સિટીઓ

Huawei Watch Air

Apple Watchને ટક્કર આપવા આવી રહી 'Huawei Watch Air', 7 દિવસની બેટરી બનશે ખાસિયત

AI Cyber Attack India

બેન્કો અને પેમેન્ટ કંપનીઓ પર AIથી સાયબર હુમલા, પાડોશી દેશ સાથે જોડાયેલા હેકિંગ ટૂલ્સનો ઉપયોગ

Indian freight rail couplers

US Import Duty: ભારતીય રેલ કપલર્સ પર અમેરિકાનો ડ્યુટી પ્રહાર! Texmaco–Jupiter સહિત ત્રણ કંપનીને 75% દર

Sugar Price Hike India

ખાંડની મીઠાશ હવે ખિસ્સાને કડવી પડશે!, એક વર્ષમાં 30% વધારો, જાણો તમારા શહેરમાં કેટલો ભાવ

PM Modi

પીએમ મોદીનો કોર્પોરેટ્સ પરનો કટાક્ષ સાચો, આંકડા પૂરે છે સાક્ષીઃ કોર્પોરેટ ઇન્ડિયાનો નફો 19 ટકા વધ્યો, પણ કર્મચારીઓનો પગાર 9 ટકા જ વધ્યો