પીએમ મોદીનો કોર્પોરેટ્સ પરનો કટાક્ષ સાચો, આંકડા પૂરે છે સાક્ષીઃ કોર્પોરેટ ઇન્ડિયાનો નફો 19 ટકા વધ્યો, પણ કર્મચારીઓનો પગાર 9 ટકા જ વધ્યો
નાણાકીય વર્ષ 023-24માં કંપનીઓના નફામાં 32 ટકા વધારો થયો હતો, તેની સામે તેમનું પગારબિલ માંડ 12.5 ટકા જેટલું વધ્યું હતું. તમારી ભૂખ એટલી છે મટતી નથી. હવે તેમની વાત ફક્ત કટાક્ષ જ ન હતી, હકીકત પણ છે. આંકડા પણ આ વાતની સાક્ષી પૂરે છે.

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કોર્પોરેટ ઇન્ડિયાને જણાવ્યું હતું કે તમે તમારા કર્મચારીઓનો પગાર કેટલો વધાર્યો તે જણાવો, તમારી ભૂખ એટલી છે મટતી નથી. હવે તેમની વાત ફક્ત કટાક્ષ જ ન હતી, હકીકત પણ છે. આંકડા પણ આ વાતની સાક્ષી પૂરે છે. તેમણે જણાવ્યું હતું કે મેં કોર્પોરેટ ઇન્ડિયાનો ટેક્સ 30 ટકાથી ઘટાડીને 22 ટકા કર્યો, તેની સામે શું કંપનીઓએ તેમના કર્મચારીઓના પગારમાં વધારો કર્યો અથવા તો કર્મચારીઓની સંખ્યામાં ઉમેરો કર્યો તેવો સવાલ તેમણે કર્યો હતો.
હવે આંકડા જ આ વાતની સાક્ષી પૂરે છે કે પીએમની વાત કેટલી સાચી છે. નાણાકીય વર્ષ 2025-26માં કંપનીઓના વેતન બિલમાં માંડ 9 ટકાનો વધારો થયો હતો, તેની સામે તેમના નફામાં 19 ટકાનો વધારો થયો છે. આ આંકડો 2023-24માં હાલમાં છે તેના કરતાં પણ વધારે હતો, તે સમયે કંપનીઓના નફામાં 32 ટકા વધારો થયો હતો, તેની સામે તેમનું પગારબિલ માંડ 12.5 ટકા જેટલું વધ્યું હતું.

કંપનીઓના કુલ ખર્ચમાં કર્મચારી ખર્ચ 11.4 ટકાથી 12.6 ટકાની વચ્ચે રહ્યો છે. બીજી બાજુએ કંપનીઓની હાથ પરની રોકડ સતત વધતી રહી છે. સપ્ટેમ્બરના અંતે ભારતીય કંપનીઓની હાથ પરની રોકડ 12.8 લાખ કરોડ રૂપિયા હતી, જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધારે છે. છેલ્લા કેટલાક વર્ષોથી આઇટી સર્વિસિઝ, ફાઇનાન્સિયલ સર્વિસિઝ, કન્ઝ્યુમર અને હેલ્થકેર સેક્ટરે ખાનગી ક્ષેત્રની આગેવાની હેઠળ વૃદ્ધિ નોંધાવી હતી. જ્યારે મોટી કંપનીઓ અને બેન્કોએ કર્મચારીઓની ભરતીની ગતિ ધીમી કરી છે.
હાલમાં જોબ્સમાં પ્રભુત્વ હોય તો સર્વિસિઝ સેક્ટરનું છે. કેરએજ મુજબ 2025માં સર્વિસિઝ સેક્ટરનો હિસ્સો 31.8 ટકા છે, જે 2000માં 22.9 ટકા હતો. જ્યારે મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો હિસ્સો વર્કફોર્સમાં 10થી 12 ટકા હતો, જે હજી પણ તેટલો જ રહ્યો છે. છેલ્લા એન્યુઅલ સરવે ઓફ ઇન્ડસ્ટ્રીઝ મુજબ 2024-25માં શ્રમિકોના વેતનમાં 5.3 ટકાનો વધારો થયો હતો. તેની સામે ઘરગથ્થું ખર્ચ 4.6 ટકા વધ્યો હતો. જ્યારે વાસ્તવિક વેતનમાં 0.7 ટકાની વૃદ્ધિ થઈ છે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Bullet Train: દેશની પહેલી બુલેટ ટ્રેન ક્યારે અને કયા રૂટ પર દોડશે? રેલવે મંત્રીએ આપી મોટી અપડેટ

Electric Cars: નવા રજિસ્ટ્રેશનમાં ભારતનો હિસ્સો 8.8%, અમેરિકાને પાછળ છોડ્યું

વિદેશમાં ધૂમ મચાવતી Godzilla Minus Zero ફિલ્મની ભારતમાં એન્ટ્રી

નવો 5G ફોન ખરીદવો છે? ₹13,000થી ઓછામાં મળી રહ્યા છે આ દમદાર સ્માર્ટફોન

સહારામાં ફસાયેલા પૈસા પાછા મળવા લાગ્યા! તમારા પૈસા આવ્યા કે નહીં? આ રીતે ચેક કરો

ભારતના ટોચના દાનવીરોએ એક વર્ષમાં આપ્યું ₹11,554 કરોડનું દાન, શિવ નાદર સતત 5મા વર્ષે નંબર-1

ભારત-પોર્ટુગલ વચ્ચે સંબંધો મજબૂત બનાવવાની તૈયારી, વેપાર સહિત અનેક મુદ્દે ચર્ચા




