સહારામાં ફસાયેલા પૈસા પાછા મળવા લાગ્યા! તમારા પૈસા આવ્યા કે નહીં? આ રીતે ચેક કરો
સહારા ઇન્ડિયાની સહકારી મંડળીઓમાં પૈસા જમા કરાવનારા રોકાણકારો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. 18 નવેમ્બર, 2026 સુધીમાં સરકારે 47.15 લાખથી વધુ રોકાણકારોને ₹10,037.47 કરોડ પરત ચૂકવ્યા છે.

Sahara India Refund Status 2026: સહારા ઇન્ડિયામાં પોતાની મહેનતની કમાણી જમા કરાવનારા લાખો લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા સહારાની ચાર સહકારી મંડળીઓના પાત્ર રોકાણકારોને પૈસા પરત કરવાની પ્રક્રિયા ચાલુ છે. 18મી નવેમ્બર સુધીમાં 47.15 લાખથી વધુ રોકાણકારોના બેન્ક ખાતામાં 10,037.47 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે. જોકે, રિફંડ માટે અરજી કરનારા લોકોની સંખ્યા આશરે 1.51 કરોડ હોવાથી હજુ અનેક લોકો પોતાના પૈસા મળવાની રાહ જોઈ રહ્યા છે.
સાત દિવસમાં ₹221.45 કરોડ ચૂકવાયા
અહેવાલ અનુસાર, 18મી નવેમ્બર પહેલાંના સાત દિવસમાં જ સરકારે રોકાણકારોને 221.45 કરોડ રૂપિયા પરત ચૂકવ્યા છે. સરકારે રિફંડની પ્રક્રિયા માટે CRCS-Sahara Refund Portal શરૂ કર્યું છે. અહીં અરજી કરનારા રોકાણકારોના જમા રકમ સંબંધિત દસ્તાવેજો અને અન્ય વિગતોની ચકાસણી કરવામાં આવે છે. અરજી મંજૂર થયા બાદ પાત્ર રકમ સીધી બેન્ક ખાતામાં મોકલવામાં આવે છે.
ઘરે બેઠાં રિફંડનું સ્ટેટસ ચેક કરો
•સરકારની સત્તાવાર વેબસાઇટ mocrefund.crcs.gov.in પર જાઓ.
•Depositor Login વિકલ્પ પસંદ કરો.
•આધાર સાથે જોડાયેલો મોબાઇલ નંબર અને કેપ્ચા દાખલ કરો.
•મોબાઇલ પર આવેલો OTP દાખલ કરીને લોગિન કરો.
•તમારી અરજી મંજૂર થઈ છે, ચકાસણી હેઠળ છે કે તેમાં ભૂલ છે તે ચેક કરો.
કેટલા દિવસમાં રિફંડ મળી શકે?
નિયમો મુજબ, સંબંધિત સહકારી મંડળીઓએ 30 દિવસમાં અરજી અને જમા રકમની ચકાસણી કરવાની હોય છે. સામાન્ય રીતે અરજીના 45 દિવસમાં દાવા અંગે નિર્ણયની જાણ કરવાની હોય છે. જોકે, તેનો અર્થ એ નથી કે દરેક રોકાણકારને 45 દિવસમાં પૈસા મળી જ જશે. દસ્તાવેજોમાં ભૂલ અથવા વધારાની ચકાસણીને કારણે વિલંબ થઈ શકે છે.
અરજી કર્યા પછી પણ પૈસા ન મળ્યા હોય તો?
રોકાણકારોએ પહેલાં પોર્ટલ પર અરજીનું સ્ટેટસ ચકાસવું જોઈએ. અરજીમાં ભૂલ અથવા દસ્તાવેજોની ખામી દર્શાવવામાં આવી હોય તોCRCS Resubmission Portal મારફતે સુધારો કરી શકાય છે. પાત્ર રોકાણકારો સંપૂર્ણ બાકી જમા રકમ માટે દાવો કરી શકે છે. જોકે, સંપૂર્ણ રકમ મળશે તેની ખાતરી નથી. અંતિમ ચુકવણી દસ્તાવેજોની ચકાસણી અને લાગુ શરતો પર આધાર રાખે છે. નોંધનીય છે કે, રિફંડ મેળવવા માટે કોઈ એજન્ટને પૈસા આપવાની જરૂર નથી. અજાણ્યા વ્યક્તિ સાથે OTP, આધાર અથવા બેન્કની ગુપ્ત માહિતી શેર કરવી નહીં.
આ પણ વાંચો: ગેમિંગના રસિકો માટે ખુશખબર! Blinkit પર મળશે GTA 6, જાણો તમારા શહેરમાં ડિલિવરી મળશે કે નહીં?
Also Read

ભારતના ટોચના દાનવીરોએ એક વર્ષમાં આપ્યું ₹11,554 કરોડનું દાન, શિવ નાદર સતત 5મા વર્ષે નંબર-1

ભારત-પોર્ટુગલ વચ્ચે સંબંધો મજબૂત બનાવવાની તૈયારી, વેપાર સહિત અનેક મુદ્દે ચર્ચા

Smartphone Price Hike: નવો ફોન ખરીદવો થશે મોંઘો! આ વર્ષે સ્માર્ટફોનના ભાવમાં 30% સુધીના વધારાની શક્યતા

સ્પાઈસજેટ પર સંકટનાં વાદળો ઘેરાયાં! 50%થી વધુ ફ્લાઈટ્સ રદ, DGCAએ માગ્યો જવાબ

8મા પગાર પંચની 70% સમયમર્યાદા પૂર્ણ!, જાણો અત્યાર સુધીમાં શું થયું

ઇથેનોલની સપ્લાય પર સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો આદેશ, ઓઇલ કંપનીઓની વધશે મુશ્કેલી!

તહેવારોની સીઝનમાં સ્માર્ટફોન બજારને મોટો ઝટકો, વેચાણમાં 22%નો ઘટાડો




